________________
ઝળહળતાં નક્ષત્રો
પ્રણિધાનની જબ્બર તાકાત
જ ત્રણ
બાર વર્ષની ઊગતી ઉંમરમાં એ બાળકને ઓચિંતાનો નેત્રરોગ થયો. સોળ વર્ષે એણે આંખોની રોશની ગુમાવી દીધી. નેત્ર વગર જીવરક્ષા શી રીતે થાય? શ્રી જિનેશ્વરના અને એમના તીર્થોના દર્શન શી રીતે સંભવે? ધર્મજીવને મનમાં હોય છે— “ધર્મને પ્રાધાન્ય આપવાથી જ બધે સફળતા મળે છે, ધર્મ આધાર-શરણ-ગતિ-મતિ-માતા-પિતા-બંધુસખા છે.’’ ધર્મપ્રિય એ તરુણે ધર્મનું જ શરણું પસંદ કર્યું. જો નેત્રો દેખતાં થઈ જાય તો આ આંખોની સૌથી શ્રેષ્ઠ સફળતા જ્યાં થઈ શકે છે તે જૈનસાધુપણું જ મારે સ્વીકારવું. કાર્ય સાધવામાં પ્રણિધાન–સંકલ્પ એક ખૂબ મહત્ત્વની અને પ્રાથમિક જરૂરી વાત છે. જે શુભરાત્રિએ આ શુભ સંકલ્પ થયો એ જ રાત્રિ પછીના પ્રભાતથી એ તરૂણની નેત્રની પીડા ઓછી થતી ચાલી. પૂર્વે અનેકાનેક ઔષધો છતાં જે રોગ મટતો નહોતોતે રોગ વિના ઔષધ (કહો કે સાધુધર્મ સ્વીકારતા સંકલ્પસ્વરૂપ ધર્મ ઔષધે) રવાના થયો. શ્રદ્ધાળુ એ તરૂણની ધર્મશ્રદ્ધાના દીપકમાં નવું તેલ પૂરાયું. સાધુ બનવાની તૈયારી માટે એણે ધાર્મિક અભ્યાસ વધાર્યો. ગૃહસ્થાવસ્થા છતાં જીવન ધર્મમંગથી રંગવા માંડ્યું.
હતા.
૬૬૭
૮૪ વર્ષના દીર્ઘ આયુષ્યવાળા, ૫૫ વર્ષના સુંદર નિર્મળ લાંબા સમય પર્યાયવાળા એ મહાપુરૂષનું નામ દાદાશ્રી જીતવિજયજી મહારાજ. વાગડ સમુદાયના એ વખતના પરમોપકારી નાયક. એમનું સંસારી નામ જયમલ્લ. કચ્છના ભચાઉ તાલુકાના મનફરા ગામના. એઓ વિ.સં. ૧૯૮૦માં પલાસવા મુકામે સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા.
Jain Education International
ધર્મનો સંકલ્પ માત્ર કેવા ચમત્કાર સર્જે છે? અનાથી મુનિને શરીરની અસહ્ય વેદના હતી. પોતે રાજપુત્ર હતો. એના માતા–પિતા–સ્રીઓએ મોટા-મોટા વૈદ્યો પાસે આ રાજપુત્રની દવા કરાવી પણ ચીપકી ગયેલો રોગ કે પીડા જવા તૈયાર નહોતા. રાજપુત્રે રોગ-પીડા મટે તો ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસે જ રોગ-પીડા તો ગયા જ પણ કંચન અને કામિનીના પરિગ્રહની પીડા પણ આજીવન ગઈ. હા! કાર્યસિદ્ધિમાં પ્રણિધાન એ ખૂબ જ અગત્યની ચીજ છે. (સંપૂર્ણ)
રાધનપુર નિવાસી તપસ્વીરત્ન સ્વ. સરસ્વતીબહેનની અનુમોદનીય તપસ્યા
મા–બાપની એને પરણાવવાની ઇચ્છા હતી જ, પણ સંયમસુંદરીમાં મોહિત બનેલો એ યુવાન ઔદારિક વર્ગણાની બનેલી સુંદરીમાં થોડો મોહ પામે! એણે શત્રુંજયતીર્થની યાત્રા માતા-પિતાની સાથે જ કરી. સુનંદા-સુમંગળા મહારાણીઓના અને ભર્યા-ભાદર્યા રાજ્યનો ત્યાગ કરી ચારિત્રવંત બનેલા દાદાશ્રી ઋષભદેવના દર્શને એનો મનમયૂર નાચી ઊઠ્યો. એણે આજીવન સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા કરી. ૨૯ વર્ષની ભરયુવાન વયે સદ્ગુરુનો સુંદર યોગ મળતાં એ યુવાને જૈનસાધુદીક્ષા લીધી. આજીવન ગુરુકુલવાસ અને ગુરુની હાજરી સુધી ગુરુ મહારાજની નિશ્રામાં રહી એણે જ્ઞાન-ધ્યાનની જબ્બર સાધનાની ધૂણી ધખાવી. ૫૫ વર્ષના દીર્ધપર્યાયમાં એમણે જ્ઞાનાચાર આદિ પાંચે આચાર પાલન માટે પોતાનું વીર્ય ફોરવ્યું, જગતના જીવોને પણ સંયોગશક્તિ અનુસાર એ આચારમાં જોડવાના કાર્યો કર્યાં. એમણે પોતાના પરિવારમાં આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મહારાજ, વિજય
* ૨ વર્ષીતપ (ચાર ઉપવાસથી) * ૧ વર્ષીતપ (પાંચ ઉપવાસથી), * ૧ વર્ષીતપ આઠ ઉપવાસથી (કુલ ૪૬ વર્ષીતપ) * ૧૩ અક્રમ કાઠિયાના * ૩ ચાર માસી * ૧ છ માસી * ૧ સમોસરણ તપ * ૧ સિંહાસણ તપ * ૧ શ્રેણી તપ * ૧ સિદ્ધિતપ * ૧ ચત્તારિ અઠ્ઠ-દસ-દોય તપ * ૬ માસક્ષમણ × ૪૪ ઉપવાસ ૧ * ૪૫ ઉપવાસ ૧ ૫૧ ઉપવાસ ૧ * ૧૨ ઉપવાસ અરિહંતપદના * ૮ ઉપવાસ સિદ્ધ પદના * ૩૬ ઉપવાસ આચાર્યપદના × ૨૫ ઉપવાસ ઉપાધ્યાય પદના * ૨૭ ઉપવાસ સાધુપદના × ૧૧ ૭૬ મહાવીર સ્વામીના ગણધરના * ૧૦ છઠ્ઠ પાર્શ્વનાશ સ્વામીના ગણધરના ૨૦ છઠ્ઠ વિહરમાન જિનના * ૨૪ છઠ્ઠ ચોવીશ ભગવંતના * ૨૨૯ ૭૬ મહાવીરસ્વામીના * ૩૦૦ ઉપવાસ ૧ થી ૨૪ ભગવાનના (૧, ૨, ૩, ૪ એમ ૨૪
શાંતિચંદ્રસૂરીશ્વરજી મ. વગેરે અનેક મુનિવર્યો-સાધ્વીઓની સુધી) * વર્ધમાન તપની ૩૫ ઓળી ધન્ય તપસ્વીરત્ન ધન્ય
તપસ્યા!
શાસનને ભેટ આપી. દર મહિને કાયમી છ ઉપવાસ-પ્રતિદિન એકાસણું-છટ્ઠ-અટ્ટમ-અટ્ટાઈ આદિ તપના એ મહાન તપસ્વી
* ૨૦ વર્ષીતપ (ચોવિહાર ઉપવાસ પારણે ઠામ ચોવિહાર એકાસણાથી) * ૨૦ વર્ષીતપ (ચોવિહાર છઠ્ઠ પારણે ઠામ ચોવિહાર એકાસણાથી) * ૨ વર્ષીતપ (અઠ્ઠમથી).
જિનશાસન આવા આત્મપરાક્રમી સુંદર ગુણવંત આરાધકોથી સદૈવ જયવંતું વર્તે છે.
(સંપૂર્ણ)
For Private & Personal Use Only
www.jainelibrary.org