________________
ઝળહળતાં નક્ષત્રો
અમરેલી (સૌરાષ્ટ્ર) ટોળિયા કુટુંબના બે સહોદરો–માતુશ્રી લીલાવતીબહેન નવલચંદ કીરચંદ ટોળિયાના સુપુત્રો પૈકીના એક તે કિરીટ (ભૂપેન્દ્ર)તે જ પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર મહારાજ. શિબિરના આદ્ય પ્રણેતા વર્ધમાન ૧૦૮ આયંબિલ ઓળીના આરાધક પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની અમદાવાદ-કલકત્તા-કપડવંજપાલનપુરની શિબિરના પ્રભાવક પ્રવચનોના શ્રવણો અને પૂજ્યોના અંગત પરિચયે બી.એસ.સી. ફર્સ્ટક્લાસ (કેમેસ્ટ્રી-ફીસિક્સ)ની ડિગ્રી અને હાયર સેકન્ડરી સુધીના સાયન્સ ટીચરની નોકરી છોડી એ બની ગયા અણગાર અને શ્રી જિનશાસનના શણગાર.
આત્મગુણોનું બીજ છે સપ્રશંસાદિ
લેખક પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજીના શિષ્ય, ૧૦૦ + ૦૩૫ વર્ધમાન આયંબિલ ઓળી આરાધક પંન્યાસ પ્રવરશ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર
૬૫૭
પૂજ્યશ્રીની કૃપાવર્ષા અને પાવની અમીદ્રષ્ટિથી તેઓ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, પ્રકરણો, આગમ શાસ્ત્રો આદિનો સુંદર બોધ પામ્યા. રાજસ્થાનના પલ્લીવાલ ક્ષેત્ર, સવાઈ માધોપુર, ભરતપુર, અલવર આદિના જિલ્લાઓમાં વિચરી સ્થાપના નિક્ષેપના સત્ય સિદ્ધાંતની સુંદર રક્ષા કરી. પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે અને અલગ પણ વિચરી નંદુરબાર, દેહુરોડ, પૂના, દૌડ, બારામતી, રાણીબેન્ત્ર, ધુલિયા, જાલના, ઔરંગાબાદ, અમદાવાદ, હુબલી, મુંબઈના અનેકાનેક સ્થળોએ વિચરી ચાતુર્માસ કરી, પ્રભાવક પ્રવચનો અને શિબિર, અનુષ્ઠાનો દ્વારા અનેકવિધ શાસન પ્રભાવના, આરાધના કરી કરાવી અનેક ભવ્યાત્માઓના જીવનમાં ધર્મપ્રદાન, ધર્મસ્થિરતા પ્રદાન કરવામાં સહાયક બન્યા.
આ મહાત્માની તપસ્યા પણ અજબ-ગજબની. ૩૬ વર્ષના દીક્ષા પર્યાય (૨૦૬૭ કારતક) દરમ્યાન એમણે એક ટાઈમ જ ભોજન કર્યું છે અને ૧૦૦ + ૩૬ વર્ધમાન આયંબિલની ઓળી કરી છે અને માસખમણ પણ કર્યું છે. આ સંયમી મહાત્મા દીર્ઘકાળપર્યંત શાસન પ્રભાવના-આરાધના કરી કરાવી આત્મોન્નતિના માર્ગે આગળ વધો એ જ શ્રી અરિહંતપ્રભુને પ્રણામપૂર્વક પ્રાર્થના છે.
Jain Education Intemational
અનેક સુંદર ગુણરત્નોની ખાણ છે જૈન શાસન...આજના કાળે પણ આ શાસન સ્યાદ્વાદ આગમના વક્તા અને શ્રોતા અને અનેકાંતવાસિત શુચિબોધથી ઝળહળાયમાન દીપે છે. સમયે-સમયે અહીં દાન-શીલતપ-શુભભાવના ચમકારા કરાવતા સુંદર ગુણરત્નો મળતાં જ રહેવાના છે...જૈન મહાસાગારના આ ઉજ્જ્વળ મોતીઓ અનેક ભવ્યજીવોને આનંદ-કલ્લોક પ્રદાન કરતાં જ રહે છે. હા ગિરુવાના ગુણ ગિરુવા ગાવે. આરાધકોની મહાનતા મહાન હૈયા જ સમજી શકે-પચાવી શકે-પામી શકે.
એમણે અનુમોદના માટેનો રજૂ કરેલો રસથાળ આપણે જાણીએ–માણીએ અને જીવન અધિક ગુણવાન બનાવીએ.
—સંપાદક
For Private & Personal Use Only
www.jainelibrary.org