________________
ઝળહળતાં નક્ષત્રો
હતા.
રચેલ આદિનાથ કાવ્ય શ્રુતભક્તિરૂપે રચાયું હતું. (૫) પેથડ મંત્રીશ્વરે સાત ક્રોડ અને આભુશેઠે લગભગ ત્રણ ક્રોડ સુવર્ણમુદ્રા ખર્ચીને શાસ્ત્રો લખાવ્યા સંગ્રામસોની અને પેથડમંત્રી તો ભગવતીસૂત્રમાં આવતા શબ્દ હે ગોયમ! જેટલી વાર સાંભળતા તેટલી વાત ૧૧ સુવર્ણમુદ્રા ત્યાગી શ્રુતપૂજન કરતા હતા. રાજસભામાં પાલખીએ બેસીને જતી વખતે ઉપદેશમાળા ગોખનારા હતા પેથડ મંત્રીશ્વર.
(૬) ઉપા. યશોવિજયજીની અદ્ભૂત સ્મરણ શક્તિ અને અવધાન પ્રયોગ દેખી તેમના ત્રણ વરસના કાશી, ચાર વરસના આગ્રાના અભ્યાસનો તમામ ખર્ચ ધનજીસૂરાએ લઈ તેમને વિદ્વાન બનાવવામાં પોતાની સહાયતા આપી હતી. વિ.સં. ૧૭૪૩ના ચાતુર્માસ દરમ્યાન અણસણ કરી સમાધિમરણને મેળવનાર ઉપા. યશોવિજયજીની શ્રેષ્ઠ રચનાઓ પાછળ અનેક શ્રાવકોનું પીઠબળ રહેતું હતું.
(૭) શત્રુંજય માહાત્મ્ય, ધર્મબિંદુ, પ્રવચન સારોદ્વાર, પિંડનિર્યુક્તિ, ઉપમિતિ ભવપ્રપંચાકથા કે પ્રશમતિ વગેરે અનેક પ્રકીર્ણક ગ્રંથોના રચયિતાઓને શ્રાવકોની ભક્તિ કામ લાગેલ છે. આમ શ્રાવકોનું પરમકર્તવ્ય છે કે બહુશ્રુત કે જ્ઞાની મહાત્માઓને યથાશક્તિ શ્રુતસહાય કરે. પૂરા વરસમાં જ્ઞાનપંચમીની તિથિ જ્ઞાનની વિશેષ જ્ઞાનઆરાધના કરવા માટે છે, તે દિવસે આરાધના ન ચૂકવી.
(૯) ઉધાપન (ઉજમણું) કર્તવ્ય કોઈ પણ વિશિષ્ટ તપસ્યા જીવનમાં થઈ હોય ત્યારે તેનું ઉજમણું કરવાથી તપનું ફળ વધે છે. ઉજમણું એટલે મંદિર ઉપર શિખર, સોનામાં ભળતી સુગંધ અથવા ભોજન પછીના મુખવાસ સમાન ગણાય છે. જેમ તપનું ઉજમણું કરી શકાય છે, તેમ નવલખા નવકાર જપ કે વિશિષ્ટ સાધનાનું ઉજમણું પણ કરાય છે. પૂર્વકાળમાં વનવાસી તપસ્વી સંયમી તપારાધના કે સાધના કરી જ્યારે નગરપ્રવેશ કરતા હતા ત્યારે રાજા–મંત્રી કે સંઘ તેમનું યથોચિત સ્વાગત કરી સામૈયું ચઢાવતા હતા. મહાગ્રંથોના સર્જન પછી પણ ઉજમણા થતા હતા. ઉજમણાથી જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણો સાધુસાધ્વી ભગવંતો માટે નિર્દોષ બનતા હતા. વર્તમાનમાં થતાં
Jain Education Intemational
૬૫૩
જીવિતમહોત્સવ વગેરે પણ ઉજમણાનો અવાંતર પ્રકાર છે. ઉજમણાના પ્રસંગો નિમ્નમાંકિત જાણવા.
(૧) થરાદના આભુશેઠે ૩૬ છોડ ભરાવી ઉજમણું કરેલ અને ૩૬૦ સાધર્મિકોને સદ્ધર કર્યા હતા.
(૨) વસ્તુપાળ–તેજપાળે પંચમી અને અગિયારસની
આરાધના નિમિત્તના ઉજમણામાં પાંચ તથા અગિયાર નિર્ધન જૈનોને ધનદાન કરી ધનપતિ બનાવ્યા હતા. (૩) પેથડ મંત્રીશ્વરે મહામંત્ર નવકાર તપના ઉજમણામાં
૬૮/૬૮ સંખ્યામાં સોના-ચાંદીની થાળી, વાટકી, રૂમાલો, ફળ–નૈવેદ્ય, રત્ન-માણેક મૂકી ઉઘાપન કરેલ. (૪) રાજા ધંધુક પરમારના શાસનકાળ દરમ્યાન ચંદ્રાવતી
નગરીના શ્રાવકો જે ક્રોડાધિપતિ હોવા છતાં આબુના જિનાલયોમાં ઉધાપન કરી, ત્યાં આવનાર બહારગામના શ્રાવકોને અનેક વસ્તુઓ પ્રભાવનામાં આપી ન્યાલ કરી દેતા હતા.
(૧૦) તીર્થપ્રભાવના કર્તવ્ય
કોઈ પણ શુભ નિમિત્તોને પામી જંગમ અને સ્થાવર તીર્થના માધ્યમે શાસનપ્રભાવના કરવી-કરાવવી તે કર્તવ્ય શ્રાવકોનું છે. સંયમીઓ માટે સાધના-આરાધનાનું મહત્ત્વ છે, જ્યારે ગૃહસ્થો માટે શાસનપ્રભાવના અને શાસનરક્ષા મહત્ત્વનું કર્તવ્ય છે. પ્રભાવના કરવી તે તો દર્શનાચારનો એક વિભાગ પણ છે. તે કારણથી તીર્થની ઉન્નતિ માટે તન-મનધનનો ભોગ આપવો જરૂરી છે. જ્યારે કોઈ શ્રમણો કે શ્રમણીઓનું તપ-જપ કે જ્ઞાનસાધનાનું કાર્ય પૂર્ણાહૂતિ પામે ત્યારે તે આરાધનાની અનુમોદના રૂપે પણ સવિશેષ શાસનપ્રભાવના કરી શકાય છે, જેમ કે પૂર્વકાળમાં ભદ્ર મહાભદ્ર પ્રતિમાધારીઓને જૈન સંઘ વાજતે-ગાજતે નગરપ્રવેશ કરાવતો હતો. તપધર્મની અનુમોદના કરતી શોભાયાત્રા કે પ્રતિષ્ઠા પૂર્વે કરાતી રથયાત્રા વગેરે પણ તીર્થપ્રભાવનાનું કારણ બને છે.
(૧) રાજા દર્શાણભદ્ર, કોણિક, ઉદાયન, પ્રદેશી વગેરે
રાજાઓના શોભાયાત્રાના વરઘોડાઓ વિખ્યાત છે. તક્ષશિલાથી બાહુબલિનું અંતઃપુર સાથે આદિનાથ ભગવંત સન્મુખ જવું વગેરે ઘટનાઓ થઈ છે. (૨) સાજનમંત્રી દ્વારા ૧૨।। ક્રોડ રૂપિયા જેવી ખંડણીની
For Private & Personal Use Only
www.jainelibrarv.org