________________
ઝળહળતાં નક્ષત્રો
ચતુર્વિધ સંઘની સામૂહિક શક્તિઓ પચ્ચીસમા તીર્થંકરની ઉપમાને પામે છે. પણ તે માટે સંઘના સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ પોતપોતાના ગૌરવવંતા સ્થાનથી સ્વકર્તવ્યોનું પાલન કરે તો જ શાસનની સાચી આરાધના અને પ્રભાવનાઓ વધે. પછી શાસનરક્ષા સ્વયં થતી રહે છે, પણ જ્યારે જ્યારે કર્તવ્યપાલનમાં જ ઉતારચઢાવ આવે છે ત્યારે જ જિનશાસનના ગૌરવસૂર્ય આડે વિઘ્નોના વાદળો છવાય છે, મિથ્યાત્વ ફેલાય છે અને ધર્મ પણ વગોવાય છે.
શ્રાવક જીવનનાં વાર્ષિક કર્તવ્યો
ઉપદેશક : ૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)
૬૪૫
પર્યુષણ મહાપર્વના પ્રથમના ત્રણ દિવસોના પ્રવચનમાં અષ્ટાહ્નિકા પ્રવચન દ્વારા જે જે પીરસાય છે તે છે કલ્પસૂત્રજી જેવા આગમગ્રંથોના સાંભળવાના હેતુથી
થતી પૂર્વ તૈયારીઓ. સાધુ-સાધ્વીઓની છદ્મસ્થ સાધનામાં દોષો-અતિચારો, સ્ખલનાઓ હોઈ શકે કારણ કે તેઓ સર્વજ્ઞ નથી, વીતરાગી પણ નથી પણ તે તે નાની-નજીવી બાબતોને મહત્ત્વની ગણનારા માટે શાસ્ત્રકારોનો પડકાર છે કે શ્રાવક જીવનના કર્તવ્યો જે શાસ્ત્રમાં દર્શાવ્યા છે, તેની બજવણી તે તે શ્રાવકના જીવનમાં પાછી કેટલી?
ભગવાનની આજ્ઞા વિશુદ્ધ પાળનારા શ્રાવકોની સંખ્યા જ સૂક્ષ્મશક્તિને ઉત્પન્ન કરી શકે છે, વાતાવરણની વિષમતા હણી શકે છે અને તેમ થતાં ઉપરની સ્થિતિએ રહેલા સાધુ-સાધ્વી ભગવંતોને પણ સુખશાતા વધી શકે છે. તેમ થતાં સંઘ આખાયમાં, ગામ-નગર અને દેશમાં પણ શાંતિ વધી શકે છે કારણ કે કર્તવ્ય બજવણીનો પાયો જ કમજોર પડે, તો આરાધના-પ્રભાવનાની ઇમારત પણ કમજોર સાબિત થાય. પછી શાસનરક્ષા કોણ કરી શકવાના?
આરાધક સાધુ-સાધ્વીઓને પોતાની અનેક મર્યાદાઓ છે, જ્યારે શાસનપ્રભાવનાની ખરી જીમ્મેદારી શ્રાવક-શ્રાવિકાઓને ફાળે જાય છે. તેની આછી માહિતી આપતો આ લેખ સર્જી ૫.પૂ. જયદર્શન વિજયજી મ.સા. (નેમિપ્રેમી) અમારા આ ગ્રંથમાં શ્રાવકો માટે પણ પાથેય પ્રદાન કરી રહ્યા છે. લેખકશ્રી પોતાની સાંસારિક અવસ્થામાં ન્યાયસંપન્ન વૈભવના ચોક્કસ આગ્રહી હતા. ન્યાય–નીતિપૂર્વકનો વિશાળ વ્યવસાય અને ઓડિટર તરીકેના ઉચ્ચ અભ્યાસ વચ્ચે પણ દ્રઢધર્મી રહી યથાશક્તિ આરાધનાઓ કરતા હતા. તેના કારણે જ તેમણે ચલાવેલ અહિંસા અભિયાનમાં અનેકોની સહાયતાથી બેંગ્લોરની નિકટ સરકારી ધોરણે પડનારા દેવનાર જેવા વિશાળ કતલખાનાની યોજના સરકારે ૨૬ કરવી પડેલ અને આજે તો તેવા સ્થાનની નિકટમાં જ વિશાળ જિનાલય નૂતનતીર્થની જેમ શોભાયમાન બની રહ્યું છે.
Jain Education International
શ્રાવકોએ સાધુઓનાં બહુમાન જાળવવાનાં છે અને શ્રમણોએ પણ શ્રાવકોનાં અપમાન ન થાય તેની કાળજી લેવાની છે. બાકીનું પરિણામ ઘણું જ સુંદર આવશે તે નિઃશંક છે. તે માટે લેખની પ્રસ્તુતિ
અવગાહવી.
—સંપાદક
For Private & Personal Use Only
www.jainelibrary.org