________________
ઝળહળતાં નક્ષત્રો
AVAVAAAAAAANZ
AAVAVAWY
અલગ અલગ દ્રવ્યોથી પ્રભુની ભક્તિ કરવામાં આવે છે. પૂજા બાદ ઉત્તમ ફળોની પ્રભાવના રાખેલ. રાત્રે શ્રી સીમંધર ભક્તિ મંડળના અમદાવાદથી પધારેલા સભ્યોએ–“બે વીરભક્તો શ્રેણિક અને પુણિયો શ્રાવક” રૂપક પ્રસ્તુત કરેલ. જે રાજકોટમાં પ્રથમ વખત પ્રદર્શિત થયું. વિશાળ શમિયાણામાં મોટા મોટા સ્ક્રીનો રાખ્યા હોવા છતાં મંડપો ટૂંકા પડ્યા તેટલી મેદનીએ આ કાર્યક્રમ માણેલ. શ્રેણિક મહારાજાના પાત્રમાં શ્રી અનિલભાઈના અભિનયે લોકોની સમક્ષ નરકની વેદના રજૂ કરી એવો કલ્પાંત કરેલ જે જોઈને ઉપસ્થિત દરેકના હૃદય દ્રવી ઉઠ્યા હતાં.
મહોત્સવના ચોથા દિવસે સવારે કુંભસ્થાપના તથા પાટલાપૂજન હતું. વિધિકાર સુશ્રાવક શ્રી ભુપતભાઈ શેઠ દ્વારા બહુ જ વિધિ-વિધાનથી પૂજન ભણાવવામાં આવેલ. રાજકોટના શ્રી ધર્મેશભાઈ દોશીએ સંગીતના સૂરો દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા. બપોરે સમગ્ર રાજકોટની બધી પાઠશાળાના બાળકોનો ક્વિઝ કાર્યક્રમ બાલમુમુક્ષુની હાજરીમાં રાખેલ. લગભગ ૨ થી ૨૫ હજાર બાળકોએ ભાગ લઈ કાર્યક્રમ પૂર્ણ થતાં અલ્પાહારનો લાભ લીધેલ. રાત્રે શ્રી વર્ધમાન સંસ્કૃતિધામ-ઘાટકોપર-મુંબઈના યુવાનો દ્વારા ભવ્ય રૂપક “ભોગસમ્રાટ બન્યો યોગસમ્રાટ' રજૂ થયેલ. જેમાં શાલિભદ્રના જન્મથી વૈરાગ્ય સુધીના પ્રસંગોને આવરી લીધેલા. ગોભદ્ર શેઠ દેવલોકમાંથી રોજ ૯૯ પેટી ઊતારતા તે સ્ટેજ પર પણ ઊતારવામાં આવી. બાલમુમુક્ષુના હાથે લાભાર્થીને અર્પણ કરવામાં આવેલ. આ નાટકના અદ્ભુત સંવાદો અને ભાવવાહી રજૂઆતથી લોકો આફરીન પોકારી ગયા હતાં.
૬૧૩
મહોત્સવના પાંચમા દિવસે ભવ્યાતિભવ્ય જન્મકલ્યાણક મહોત્સવ સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી નીલેશભાઈ રાણાવતના સંચાલનમાં ભવ્ય રીતે ઉજવાયો. તેમની આગવી શૈલીમાં લોકોએ તાલીઓના ગડગડાટ અને અંતરના
હર્ષનાદથી પ્રભુના જન્મને વધાવ્યો. બાલમુમુક્ષુ સાથે સમગ્ર પરિવારે સ્ટેજ પર નૃત્ય કરેલ. આ જન્મમહોત્સવની વિશિષ્ટતા એ હતી કે બાલમુમુક્ષુના પરિવારજનોએ જ જન્મકલ્યાણકના પાત્રો તરીકે ભાગ લીધેલ. ખુદ બાલમુમુક્ષુ સ્વપ્નપાઠકના પાત્રમાં હતાં. વેષ, ભાષા અને મેકઅપથી લોકોને આશ્ચર્યચકિત બનાવેલ. ૫૬ દિશાકુમારીઓએ અલગ અલગ નૃત્ય દ્વારા લોકોના મન મોહી લીધા. દીક્ષાર્થી પરિવાર તથા સભામાંથી ખૂબ સારી ૨કમ વડે તેઓનું બહુમાન કરાયું. રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જ આ રીતના જીવંત પાત્રોવાળો જન્મ મહોત્સવ ઉજવાયો. પ્રસંગ પૂર્ણ થયા બાદ ગોળની ભીલીની પ્રભાવના રાખેલ. બપોરે રાજકોટના જૈન મહિલા મંડળો દ્વારા ભવ્ય સાંજી તથા મહેંદીરસમનો કાર્યક્રમ હતો. ૧૦૦ થી પણ વધારે સંખ્યામાં મંડળોએ બપોરના બે વાગ્યે પોતાનું સ્થાન લઈ લીધું હતું. મંડપના દરવાજા પાસે દીક્ષાર્થી પરિવારના સભ્ય બહેનો દ્વારા બહેનોને મહેંદી મૂકી આપતા હતા. બાળમુમુક્ષુને વચ્ચે બેસાડી તેમને પણ મહેંદી મૂકવાનો લાભ લેવામાં રીતસર પડાપડી થઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થતાં અલ્પાહાર તથા ઉત્તમ દ્રવ્યોની પ્રભાવના કરવામાં આવેલ.
તે જ દિવસે સાંજે પ્રહ્લાદ પ્લોટ દેરાસરજીમાં ભવ્યાતિભવ્ય મહાપૂજાનું આયોજન હતું. સૂરતથી પધારેલ સજાવટવાળા કસબીઓ દ્વારા અલગ અલગ રચનાઓથી દેરાસરની શેરીથી માંડીને અંદર સુધી રંગોળી કરીને તેમ જ ફુવારાઓથી અદ્ભુત રીતે શણગારેલ હતું. પ્રભુજીની અંગરચના કરવા ખાસ મુંબઈથી પધારેલા અશોકભાઈએ હીરા માણેકથી નયનરમ્ય આંગીનું સર્જન કર્યું હતું. રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જ આ રીતનું આયોજન થયેલ હતું. રાત્રિના શાસ્ત્રીમેદાનમાં “ગુરુ ગુણ વંદનાવલી''નું આયોજન થયેલ, જેમાં મુંબઈથી ખાસ પધારેલા સુશ્રાવક હિરેનભાઈએ ભાવપૂર્વક ગુરુના ગુણની ગરિમા વર્ણવી હતી. સુધર્માસ્વામીથી માંડીને પાટના દરેક શાસનપ્રભાવકોનો ટૂંકમાં પરિચય આપતા આપતા બાલમુમુક્ષુના ગુરુમહારાજ ગણિવર્યશ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org