SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ પણ દર્દ ભૂલી કાઉસ્સગ્ગ કરતા તેમને દેખી દેવ દવા કરવા તૈયાર થયેલ, પણ તેમણે ઔષધોપચાર ન જ કરાવી કાયક્લેશ તપ વધારેલ. વિપરીત પક્ષે લોકપરિચય ટાળી ભક્ત-પરિક્ષા અણસણ કરવા જનાર ગંગદત્ત મુનિ વિદ્યાધરની નારીઓમાં મોહાઈ નિયાણું કરી સંસાર વધારનારા થયા છે. (૧૬) ભિક્ષાચર્યા અને ઉપધિ ગવેષણા :~ શુદ્ધ ગવેષકો પીવાના પાણીથી લઈ ગોચરી માટે મોટી પર્યાય છતાંય પરિભ્રમણ કરતાં જોવા મળે તોય તેમાં તેમનું ગૌરવ નથી હણાતું. તીર્થંકર ભગવંત તો મન:પર્યવજ્ઞાની છતાંય કેવળજ્ઞાન પૂર્વે પોતાની ભિક્ષા સ્વયં જ લાવી સંયમનિર્વાહ કરી કર્મો ખપાવે છે. યાચના પરિષહ સહન કરવામાં માનાપમાનના પ્રસંગો બની શકે પણ તે વચ્ચે સમત્વ સાધી જનકલ્યાણ કરવું તે જ ઉજ્જ્વળ સંયમમાર્ગ છે. ફક્ત ગોચરી– પાણી જ નહિ પણ સોય, દોરો, કાતર, નખખોતરણી વગેરેની ગવેષણા કરનાર સાધુ-સાધ્વીઓની લઘુતા ન કહી શકાય કારણ કે ભિક્ષાના કુલ મળી ૪૭ દોષોને દૂર કરનાર ધર્મપુરુષાર્થી બને છે. બાકી સ્વાસ્થ્ય, ઉમ્મર, પ્રતિકૂળતા વગેરેના પ્રસંગે ભગવંતે દર્શાવેલ અપવાદ માર્ગ પણ ઉત્સર્ગની સાધના જેવું વળતર આપે છે. અભયદેવસૂરિજીને નીરસ ભોજનથી કોઢ રોગ લાગુ પડેલ, જેને કારણે અણસણ કરવા લાગેલ તેમને પદ્માવતી દેવીએ અટકાવ્યા હતા. લૂખા અને તુચ્છ ખોરાકના કારણે જમાલિને પણ પિત્તજ્વર લાગુ પડેલ ત્યારે ઉન્માદમાં આવી અપલાપ કરી ભગવાન મહાવીરના સંઘથી છૂટા પડી ગયેલ. (૧૭) સત્તર પ્રકારી સંયમ સાધના :—પ આશ્રવનિરોધ + ૫ ઇન્દ્રિય જય + ૪ કષાય નિગ્રહ + ૩ દંડવરિત = ૧૭ સંયમના ભાંગાઓથી એક સાધક સાધનાને સિદ્ધ કરે છે. તે વળી છદ્મસ્થ છે ભૂલો પણ કરે, સ્ખલનાઓ પણ થાય, જ્ઞાનાંતરાયના કારણે આશાતક પણ બને અને મોહકર્મને કારણે અતિચારો પણ લાગે. ક્યારેક ક્રોધાદિ કષાયોમાં પણ ઘેરાય, છતાંય તેવા નાના—નજીવા કારણોને પ્રધાનતા આપીને તેમના ઉપર દુર્ભાવ ન કરી શકાય કારણ કે તેઓ ફક્ત સાધક છે, સિદ્ધ નથી. શ્રાવકોનું કર્તવ્ય બને છે કે ફક્ત ઉપકારી જ નહિ બલ્કે અલ્પ પરિચયમાં આવેલ મહાત્માઓને પણ સુખશાતા વધે તેમ વર્તે. એક સંયમીની શાતા વધતાં સંઘમાં શાંતિ વ્યાપે છે, ઘરમાં પણ સમાધિ વધે છે. Jain Education Intemational જિન શાસનનાં સુમંગલાચાર્યજી જ્યારે ઢીંચણના દુઃખાવાને કારણે બાંધેલા પટ્ટાના મોહમાં કાળધર્મ પામી અનાર્યદેશમાં જન્મ્યા ત્યારે અપંગ દશા દેખી તેમના જ પૂર્વભવના શિષ્યોએ જ્ઞાનબળનો ઉપયોગ કરી ફરી દીક્ષા આપી હતી. રત્નની માળામાં અટવાઈ ગયેલા રત્નાકરસૂરિજીએ એક શ્રાવકની યુક્તિથી જ પ્રાયશ્ચિત્ત કરી રત્નાકર પચ્ચીસીની રચના કરી સંયમ જીવનના દોષો છતાં કર્યા છે. (૧૮) અઢાર હજાર શિલાંગ રથના ધારક —જૈન શ્રમણોની સકળ સાધના-આરાધનાનો પાયો ચોથું મહાવ્રત બને છે કારણ કે તેમણે સંસાર ત્યાગી દીધો છે. પિતા-પતિ-પુત્ર કે પરિવારનો પણ જ્યાં મોહ ન હોય ત્યાં બીજી—ત્રીજી આળપંપાળ ક્યાંથી ઉદ્દભવે. માટે પણ શ્રમણોપાસકોએ તેમના નિર્મળ શીલવ્રતને હંમેશા નતમસ્તક નમન કરવા. બ્રહ્મચર્યની નવ વાડોને અપ્રમત્તદશામાં શુદ્ધ પાળનારા મહાત્માઓ થકી જ વૈશ્વિક વિષમતાઓ ઉપશાંત આ. બની શકે છે, દેવોના સાનિધ્ય સાંપડી શકે છે. અને સંધસમાજ કે દેશનું ભલું થઈ શકે છે. બાકીના ઉત્તરગુણોમાં કંઈક ઓછુંવત્તું દેખાય તેટલા માત્રથી વિકૃત કલ્પનાઓના ભોગ ન બની સાધુવ્રતને વંદના કરવી. બાકી અજ્ઞાન, નિદ્રા, રાગ-દ્વેષ, વેદ વગેરે અઢાર દોષોથી રહિત ફક્ત તીર્થંકર ભગવાન હોય છે. આચાર્ય નગ્નસૂરિજી અને ગોવિંદસૂરિજી તો ફક્ત શાસ્ત્રોના આધારે કામસૂત્ર ઉપર એવું ફરમાવતા હતા, જાણે પોતે પણ ભોગી કે ભુક્તભોગી હોય, છતાંય નૈષ્ઠિક બ્રહ્મવ્રતધારી જ હતા. બપ્પભટ્ટસૂરિજીના શીલવ્રતની પરીક્ષા આમ રાજાએ વેશ્યા મોકલીને કરી હતી. જ્યારે માનદેવસૂરિજીની પાસે તો જયા, વિજ્યા, અપરાજિતા અને પન્નાદેવી સત્સંગ કરવા આવતી હતી. સાવ નગ્ન પદ્મિની સ્ત્રીને ત્રણ દિવસ સામે ઉભી રાખી ત્રણ આચાર્યાઓએ મંત્રસિદ્ધિ કરેલ છે. (૧૯) અનુષ્ઠાનો અને આયોજનવ્યસ્ત :પૂર્વકાળમાં સંયમીઓનો મહદ્ સમય સ્વાધ્યાય અને ધ્યાનયોગમાં વીતતો અને તેઓ વસતી પણ નગરબહાર ગવેષતા જેથી સંયમયોગોને વ્યાઘાત ન પહોંચે, પણ કાળક્રમે લોકસમૂહ ધર્મવિમુખ ન બની જાય તેથી તેમને ધર્મમાર્ગે જોડી રાખવા પૂજા, પૂજનો, સામૂહિક અનુષ્ઠાનો પ્રારંભાયા. શ્રાવકોના અગિયાર કર્તવ્યો જે વાર્ષિક છે તે બધાય અનુષ્ઠાન પ્રધાન હોવાથી તેમાં ગુરુભગવંતોની પાવનકારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy