________________
૫૯૨
અધૂરી છે. અભવ્યો કેવા પણ ઉગ્ર ચારિત્રસંપન્ન બને તોય મોક્ષ પામતા નથી.
(૨૨) આંખ સામે પ્રત્યક્ષ જોવા મળે કે દોરડે બંધાયેલા, કહ્યાગરા અને મૂંગા ગાય-ભેંસ-ઊંટ-ઘોડા જેવા પશુ પોતાના બંધન વચ્ચે સમતા અને સ્થિતા જાળવી કેટલી આકામ નિર્જરા કરી લે છે. છતાંય મનનો માલિક માનવી પીય રીતે સ્વતંત્ર છતાંય સામ નિર્જરાનો અવસર ગુમાવે છે.
(૨૩) અવિરતિ કરતાં દેશિવરિત ખૂબ ઉત્તમ માટે જ શ્રાવકોનું સ્થાન ચતુર્વિધ શ્રીસંઘમાં છે; પણ તેથીય ઊંચી છે સર્વવિરતિ જૈ થકી સંયમીઓની બેઠક નવકારમાં છે, શ્રાવકોની નહીં. પણ આશ્ચર્ય અને સત્ય એ પણ છે કે અમુક સાધકો કરતાંય શ્રાવકો મુક્તિમાં જલ્દી
જવાના.
(૨૪) અનામીપદના આરાધકોને નામનાની કામના પણ શાને હોય? તીર્થંકર જેવા જગત્પ્રેષ્ઠ મહાપુરુષોના નામ પણ ત્રણ ચોવીશી પછી વિસ્તૃત બની જાય છે અને સિદ્ધ થયા પછી તો કાયા કે ભાષા ન હોવાથી ચિદાનંદ આત્માને નામનો વળગાડ ત્યાં નથી સતાવી શકતો. (૨૫) ધર્મના અસંખ્ય અધ્યવસાયસ્થાન હોવાથી, અનંતા વિચારો ધર્મસંબંધી ઉદ્ભવી શકે છે. વળી પાછી દ્રવ્ય
Jain Education International
જિન શાસનનાં
ક્ષેત્ર-કાળ અને ભાવ સાથે ભવ પણ બદલાવાથી ધર્મની પરિભાષા બદલાય છે. માટે પણ અન્યના વિચારો સહન કરવા અને પોતાના વિચારો અન્ય ઉપર
ન લાદવા.
(૨૬) સંસારના વિચિત્ર વ્યવહારોમાં જીવતા માણસની કબર ખોદાય છે, મારી નાખ્યા પછી તેની કદર થાય છે અને અજ્ઞાનીઓનું નીતિશાસ્ત્ર છે કે પહેલા તું જાને મર, પછી તને કરશું અમર, પ્રતિપક્ષે જિનશાસન જીવતા જીવમાં શિવના દર્શન કરાવી ગુણાનુરાગ અને ગુણાનુવાદ દ્વારા ધર્મજનોને પ્રોત્સાહન પ્રદાન કરે છે. (૨૭) હે વીતરાગી! મારી આવી છે કંઈક પ્રાર્થના કે,
ભવાંતરે હોજો હોજો આપના ચરણોની ચરણોની ઉપાસના, બ્રહ્મચર્ય વ્રતની દૃઢ વાસના, ન હોજો જિનાજ્ઞાની વિરાધના, શ્રુત-તપની હોજો સાધના, શુભ અને શુદ્ધ તત્ત્વોની આરાધના, ન હોજો ગુણાધિકની આશાતના કે વળતરમાં નામનાની કામના. અસ્તુ
पुरिसा! तुममेव तुमं मित्तं किं बहिया મિત્તનિસિ?
શુભાપેક્ષા :—તિધર્મનો જય થાઓ-આત્મતત્વનું દર્શન થાયો,
जयन्तु वीतरागाः - जयन्तु जिनेन्द्राः
For Private & Personal Use Only
www.jainelibrary.org