________________
ઝળહળતાં નક્ષત્રો
રત્નત્રયનો આશ્રય લઈ મનુષ્ય દેવ બને છે, આત્મવિકાસની ત્રણ ક્રમિક અવસ્થાઓ સિદ્ધ કરે છે : બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા.
ઉપનિષદો તેમ જ સાંખ્ય-ન્યાયાદિ દર્શનોમાં જગતનાં સર્જન, પાલન અને સંહારના કર્તા તરીકે ઈશ્વર કે બ્રહ્મ મનાય છે. આવો મત જૈન-દર્શનને માન્ય નથી; તેથી એમાં અનેકત્ર ઈશ્વરના જગત્કર્તૃત્વાદિનું ખંડન થયું છે. હેમચંદ્રાચાર્યનું કથન છે કે નિત્ય મુક્ત અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલનમાં વ્યસ્ત ઈશ્વર તો વધ્યાના પુત્ર સમાન છે (વીતરાગ. ૬/૭). વળી તેઓ કહે છે કે ઈશ્વર જીવોનાં શુભાશુભ કર્મોને આધારે વિશ્વની રચના કરે છે એમ માનીએ તો તે ઈશ્વરને સ્વતંત્ર પણ ન કહી શકાય. જગત્—વૈચિત્ર્ય જો કર્મજનિત છે તો શિખંડીની જેમ ઈશ્વરને વચ્ચે લાવવાની શી જરૂર છે—
कमपिक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । ર્મનન્ય હૈં વૈવિસે, મિનેન શિવજિના॥૧૧॥ નૈયાયિકો અને અન્ય સંપ્રદાયોનો સૃષ્ટિવાદ પ્રમાણરહિત છે. ‘અન્યયોગ-વ્યવચ્છેદદ્વાત્રિંશિકા'માં હેમચંદ્ર નિષ્કર્ષ તારવે છે કે જગતનો કોઈ કર્તા છે, તે એક છે, તે સર્વવ્યાપી છે, તે સ્વતંત્ર અને નિત્ય છે એમ માનવું એ તો દુરાગ્રહપૂર્વ વિડંબનાઓ છે, અશ્વશૃંગ સમાન અસંભવ છે.
कर्तास्ति कश्चिद् जगतः स चैकः
स सर्वगः स स्ववशः स नित्यः । इमाः कुहेवाकविडम्बनाः स्युः ॥१२॥
મનુષ્ય જ વીતરાગી થઈ જિનેશ્વર કહેવાય છે અને તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશની પ્રવૃત્તિથી રહિત છે.
જેના ભવ રૂપી બીજના અંકુરો ઉત્પન્ન કરનારા રાગાદિ દોષ શમી ગયા હોય તે જ દેવ કહેવાય અને તેવા જે કોઈ દેવ હોય—પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય, તેને મારા નમસ્કાર છે—એવી વિલક્ષણ રજૂઆત કરીને હેમચંદ્રે સ્વસિદ્ધાન્તાનુસારનું વીતરાગ–દેવસ્વરૂપ બતાવીને પણ વાસ્તવિક ઈશ્વરત્વનો ખ્યાલ પ્રસ્તુત કર્યો છે.
પુરુષાર્થપ્રધાન જૈન-કર્મસિદ્ધાન્ત ભાગ્યવાદ નહીં, પણ ભાગ્યનો નિર્માતા છે. મનુષ્ય પ્રકૃતિ કે ઈશ્વરીય શક્તિના હાથનું રમકડું નથી. તે તો સ્વયં ભાગ્યવિધાતા છે. આચારે અને વિચારે નૈતિકજીવનશૈલી અપનાવીને કોઈપણ વ્યક્તિ ઈશ્વરીય સહાય સ્વીકાર્યા કે માન્યા વિના મુક્તિ મેળવી શકે.
Jain Education International
વૈદિક ધર્મના પ્રભાવથી જૈનધર્મમાં પણ દેવવાદ પ્રવેશે છે, પરંતુ આ સંબંધી પં. સુખલાલજીનું એક વિધાન નોંધપાત્ર છે : જૈન અને બૌદ્ધપરંપરામાં દેવોનું સ્થાન છે, પણ તે નાના— મોટા બધા દેવો ગમે તેટલી ભૌતિક વિભૂતિ ધરાવતા હોય છતાં તેમના કરતાં મનુષ્યનું સ્થાન બહુ ચડિયાતું જ મનાયું છે.'૧૫ ડૉ. રાધાકૃષ્ણન પણ નોંધે છે : ‘આત્માના સ્વતંત્ર સામર્થ્યનુંભારેમાં ભારે પ્રદર્શન ઉપનિષદના કાળ પછી જેવું મહાવીર અને બુદ્ધના જીવન અને ઉપદેશમાં મળે છે, તેવું જગતમાં બીજે ક્યાંય મળતું નથી.’૧૬ વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ અને એ રીતે ઈશ્વરત્વ કે દેવત્વની પ્રાપ્તિ એ જૈનદર્શનના પાયામાં છે. આત્માની પૂરેપૂરી નિર્દોષ અવસ્થા તે દેવત્વ. દેવ કરતાં પણ મનુષ્ય મહાન છે એવો તીર્થંકરોનો સાર્વકાલિક સંદેશ છે.
રાગ-દ્વેષ, જાત-પાત કે ઉચ્ચ-નીચ જેવી દ્રુન્દ્રાત્મક અનુભૂતિ એટલે વિષમતા. ક્રંધ્રોમાંથી મુક્તિ એટલે સામાન્યનો બોધ. સામાન્યની અનુભૂતિ સમતાની જનની છે. આ કારણે જ જૈનધર્મના ‘સંઘ'માં તમામ કક્ષાના મનુષ્યોને સરખું સ્થાન મળે છે. ભગવાન મહાવીરે જાતિવાદનો ઇન્કાર કરીને તત્વોષક શાસ્ત્રોના પ્રામાણ્ય અને પાવિત્ર્યનો અસ્વીકાર કર્યો ને સમયે સમતા સર્જી શકે. માનવપ્રામાણ્યને પ્રતિષ્ઠિત કર્યું. આવું માનવ-પ્રામાણ્ય જ સાંપ્રત
૧. શરીરસૂત્ર, ૧/૩/૧૨ શૂદ્રો યજ્ઞેઽનવવસ્તૃત: | (સં. ૭.૬.૬.૩) वेदोच्चारणे जिह्वाच्छेद उच्चारणे शरीरभेदः । (गो. २.३.४ ) ન શૂદ્રાય મતિ ર્ધાત્ | (મનુ. ૪.૮૦)
३ स्त्रीशूद्रद्विजबन्धूनां त्रयो न श्रुतिगोचरा । ( भागवत १/४/२५ ) ४ प्रमेयकमलमार्तण्ड, पृ. ४८४-४८६
५ तद्भूमिकाः सर्वदर्शनस्थितयः । ( प्रत्यभिज्ञा० सूत्र - ८) ६ परमसंहिता, ७/२४
७ उत्तराध्ययनसूत्र, ३१
८ महापुराण, १८/१५४
૧ પ્રાયમુત્પ્રેક્ષ્ય....... || (વીતરાગસ્તોત્ર, ૬/૨) १० षड्दर्शनसमुच्चय, गुणरत्नसूरिकृत टीका ११ वीतरागस्तोत्र, ७/५ १३ अयोगव्यवच्छेदद्वात्रिंशिका, ५
чсе
१४ भवबीजांकुरजनना रागादयः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्यै ||
१२ अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, ५
For Private & Personal Use Only
૧૫ પં. સુખલાલનું, જૈન ધર્મનો પ્રાણ, પૃ. ૪૬ १६ डॉ. राधाकृष्णनन्, भारतीय दर्शन - १
(મહાવસ્તોત્ર, ૪૪)
www.jainelibrary.org