________________
ઝળહળતાં નક્ષત્રો
માત્ર આધ્યાત્મિક કે પારમાર્થિક સ્તરે નહીં, પરંતુ કે નીચનો નિર્ણય થઈ શકે છે. રવિષેણાચાર્યે જાતિ-વ્યવસ્થાનું
ખંડન કર્યું છે. તેમણે પદ્મપુરાણ’માં જણાવ્યું છે કે કોઈ જાતિ નિંદનીય નથી, કલ્યાણનું કારણ ગુણ છે. વ્રતસ્થ ચાંડાલને પણ દેવો બ્રાહ્મણ માને છે :
વ્યાવહારિક સ્તરે સમતા-દૃષ્ટિના પ્રસાર-પ્રચાર માટે જૈન ધર્મ– દર્શનમાં માનવ–પ્રામાણ્ય અને માનવ-સ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા થઈ છે. આવી સ્થિતિમાં જૈન-તત્ત્વચિંતકો સમતા–વિરોધી વર્ણ– રંગ-જાતિ–વાદ, અસ્પૃશ્યતા ઇત્યાદિનાં પોષક શાસ્ત્રો તેમ જ દેવાદિનું પ્રામાણ્ય કે પાવિત્ર્ય નકારીને વીતરાગતા, સર્વજ્ઞતા અને સદ્ગુણને આધારે માનવના પ્રામાણ્યને કેન્દ્રમાં રાખે છે. માનવ–પ્રામાણ્યનો આ સિદ્ધાન્ત આધુનિક સમયમાં પણ
સામાજિક સમતાની સ્થાપનામાં ઉપકારક સિદ્ધ થઈ શકે તેવો છે. જૈનદર્શનનો આવો ખ્યાલ કેટલાંક પરવર્તી શૈવ-વૈષ્ણવ તંત્રોએ પણ સ્વીકાર્યો છે.
ભારતીય દાર્શનિકો અને ચિંતકોએ પ્રાચીન કાળથી
‘સમતા’ (સમત્વ, સમભાવ, સમાનતા કે એકરૂપતા)નો વિચાર કર્યો છે, પરંતુ એ સર્વ વિચારધારાઓના સારરૂપે એવું પ્રતીત થાય છે કે આપણા મોટાભાગના દાર્શનિકો અને ધર્મચિંતકોએ સિદ્ધાન્ત-દૃષ્ટિએ તાત્ત્વિક સમતા અને બીજી બાજુ સમાજ– વ્યવસ્થામાં વિષમતાનું સમર્થન કર્યું છે. એમાં સિદ્ધાંત અને વ્યવહારમાં ઐક્યની પ્રતીતિ થતી નથી. આનું એક દૃષ્ટાન્ત છે અદ્વૈતવેદાન્ત; જે જીવ-બ્રહ્મની એકતા કે સમાનતા પ્રબોધે છે, છતાં નામ-રૂપાત્મક વ્યવહાર–જગતમાં વિષમતા સ્વીકારે છે. પારમાર્થિક આધ્યાત્મિક સ્તર પર અદ્રય–સત્તાની સ્થાપના કરનાર, પૂર્ણ અભેદની સ્થાપના કરનાર આચાર્ય શંકર પણ વ્યાવહારિક સ્તરે, સામાજિક સ્તરે ભેદદૃષ્ટિનું સમર્થન કરે છે. ‘શારીરકભાષ્ય’નું અપશૂદ્રાધિકરણ' આનું એક ઉદાહરણ છે. એમાં શંકરાચાર્યે ભેદદૃષ્ટિનું સમર્થન કરતાં કેટલાક શાસ્ત્રવચન ઉષ્કૃત કર્યાં છે. પ્રાયઃ સર્વ સ્મૃતિઓ, પુરાણ તથા મહાભારત સ્ત્રીઓ તેમજ શૂદ્રોને વેદાધિકારથી પણ વંચિત રાખે છે.
આ સંદર્ભમાં જૈન-ધર્મ-દર્શને માનવને જ સ્વતંત્ર તેમજ પ્રમાણરૂપ માનીને સમતાની ખીલવણી અને જાળવણી માટે કેટલાક મૌલિક અને વ્યવહારુ અભિગમો અપનાવ્યા છે, જે સાંપ્રત સમયે અત્યંત ઉપાદેય છે.
પ્રાચીન જૈનાગમ, પુરાણ અને દર્શન-ગ્રંથોમાં સામાજિક સમતાના વિચારો રજૂ થયા છે. જૈનદર્શનના પ્રમુખ ગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્ર’ અને તેના આધારે રચાયેલ ભાષ્ય-વાર્તિકો ઇત્યાદિમાં વર્ણવ્યવસ્થાને કોઈ સ્થાન નથી. આચાર્ય પ્રભાચંદ્રે ‘પ્રમેયકમલમાર્તણ્ડ’ગ્રંથમાં બ્રાહ્મણત્વનું વિવેચન કરીને અંતે સિદ્ધ કર્યું છે કે માનવના આચાર-વિચારના આધારે જ ઉચ્ચ
Jain Education International
न जातिर्गर्हिता काचिद् गुणाः कल्याणकारणम् । व्रतस्थमपि चाण्डालं तं देवा ब्राह्मणं विदुः ॥११/१०३॥
૫૮૭
આચાર્ય આશાધર પણ પોતાના ‘સાગરધર્મામૃત’માં કહે છે કે શૂદ્ર પણ આચાર–શુદ્ધિથી ધર્મ ધારણ કરનાર બને છે ઃ શૂદ્રોડયુવરાવારવપુઃ શુદ્ધવાસ્તુ તાદૃશઃ |
जात्या हीनोऽपि कालादिलब्धौ यात्मास्ति धर्मभाक् ॥ ३/२२॥
વૈદિક સંસ્કૃતિ વર્ણાશ્રમવ્યવસ્થામૂલક અને પુરુષપ્રધાન સંસ્કૃતિ છે; પરંતુ તાંત્રિક સંસ્કૃતિ વર્ણ, આશ્રમ અને લિંગભેદની જૈનદર્શનની જેમ ઉપેક્ષા કરે છે. ‘કુલાર્ણવતંત્ર’માં કહ્યું છે—
गतं शूद्रस्य शूद्रत्वं विप्रस्यापि विप्रता । दीक्षासंस्कारसंपत्रे जातिभेदो न विद्यते ॥७॥
જીવનનો એની સમગ્રતામાં સ્વીકાર કરવો એ તાંત્રિક સંસ્કૃતિનું ઉજ્જ્વળ પાસું છે. તંત્રોમાં એ વાત પર ભાર મૂકાયો છે કે મનુષ્યનાં વૈયક્તિક (આશ્રમ), સામાજિક (વર્ણ) અને આધ્યાત્મિક વ્યક્તિત્વ પરસ્પર વિરોધી નથી, પરંતુ એક જ ચેતનાનો ક્રમિક વિકાસ છે, અને તેમાંથી પ્રત્યેક પક્ષની વિભિન્ન અવસ્થાઓમાં માત્ર સ્તર-ભેદ છે, ગુણાત્મક ભેદ નહીં. ‘પ્રત્યભિજ્ઞાહૃદય’માં ક્ષેમરાજે આ સત્ય પ્રગટ કર્યું છે." શ્રમણપરંપરાનો આ પ્રભાવ છે. જૈન-વિચારથી પ્રભાવિત વૈષ્ણવતંત્રો પણ વર્ણવ્યવસ્થાનું ખંડન કરીને સર્વને સમાન અધિકાર આપવાના પક્ષમાં પોતાનો સ્પષ્ટ મત જાહેર કરે છે :
ब्राह्मणाः क्षत्रिया वैश्या दीक्षायोग्यास्त्रयः स्मृताः। जातिशीलगुणोपेताः शूद्राश्च स्त्रिय एव च ॥ ६ ॥
સમગ્ર વિશ્વ જ્યારે અનેક પ્રકારની અસમાનતાઓ અને વિષમતાઓથી ઘેરાય છે તેવા આજના સંદર્ભમાં જૈન-દર્શનનો આવો સમતાનો ખ્યાલ અત્યંત ઉપાદેય છે.
જૈનાગમ ‘ઉત્તરાધ્યયન–સૂત્ર'માં પણ પ્રતિપાદિત કર્યું છે કે મનુષ્ય પોતાના કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર થાય છે ઃ
For Private & Personal Use Only
कम्णा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ । वइस्सो कम्मुणा होइ सुछो हवई कम्मुणा ॥७॥ સ્ત્રી–પુરુષ વચ્ચેની ભેદષ્ટિ દૂર કરવામાં પણ જૈનધર્મની
www.jainelibrary.org