SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જિન શાસનનાં લોકપ્રકાશ' નામક વિશાળ ગ્રંથ રચ્યો. આવા આ રાસકવિઓના પરિચયો માટે ગ્રંથમાં શ્રી અભય દોશીનો લેખ જિજ્ઞાસુઓને રસ પડે તેવો છે. શાસનસમ્રાટ સમુદાયમાં પૂ.આ.શ્રી ચંદ્રોદય-અશોકચંદ્રસૂરિજી મ.સા.ના પટ્ટધર વ્યાકરણાચાર્ય પ.પૂ.આ.શ્રીવિ.સોમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.વિ.શ્રીચંદ્રસૂરીશ્વરજી મહારાજે થોડા વર્ષો અગાઉ વૈવિધ્યસભર સટીક “અભિધાન ચિંતામણિમાલા' તથા ચમત્કૃતિ સ્વરૂપ “શબ્દપ્રભેદ' જેવા મૌલિક ગ્રંથોનું સંશોધન-સંપાદન કરી શાસનની સેવા કરી છે. પ્રેરક વાચનાઓ ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથ સુધીના ત્રેવીસ તીર્થકરો દ્વારા અવિચ્છિન્નપણે ચાલી આવતી તારક પ્રણાલિકા ભગવાન વર્ધમાન મહાવીરના નિર્વાણકાળ પછી તેમના ઉપદેશથી જ પ્રમાણભૂત વાચના તૈયાર કરવામાં આવી અને તેમાં વલભી વાચના છેવટની વાચના બની રહી. પાટલીપુત્ર, ઉદયગિરિ, રાજગૃહી, ઉજ્જૈન, કુમારગિરિ, મંદસોર, મથુરા એ આ વાચનાઓના કેન્દ્રો હતા. એના આધારો મળે છે કે જૈન ધર્મદર્શનના આગમોનું કંઠસ્થ સાહિત્ય સંકલિત કરવા વાચનાબદ્ધ કરવાની પ્રવૃત્તિ વલભીમાં ત્રણવાર થઈ. પહેલી બે વાચનાઓ અનુક્રમે નાગાર્જુનસૂરિજી અને સ્કંદિલાચાર્યની અધ્યક્ષતામાં થઈ. આ બે વાચનાઓમાં કેટલાક પાઠભેદો જણાતાં ઈ.સ. ૫૫૪ના ગાળામાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે અંતિમ વાચના તૈયાર કરી આગમો પુસ્તકારૂઢ કર્યા. શ્વેતામ્બર જેનો વલભીની આ અંતિમ વાચનાને પ્રમાણભૂત માને છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ અને શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ પવિત્ર આગમોમાં વર્ણવેલ સૂર્ય-ચંદ્રની ગતિ તેનાથી થતા દિનરાત વગેરેની વ્યવસ્થિત માહિતી અને પાલિતાણામાં જંબૂદ્વીપ વિજ્ઞાન ન્ટર જ્યાં આગમવિશારદ પૂ. પંન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજશ્રીએ અમેરિકાની નાસા. રશિયાની તારા સંસ્થાની મેમ્બરશીપ લઈને જબરદસ્ત સંશોધન કર્યું. જેથી પૃથ્વી ગોળ છે કે કેમ? પૃથ્વી ફરે છે કે કેમ? તેના પર સંખ્યાબંધ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પુસ્તકો તૈયાર કરી વિશ્વમાં એક અજબ પ્રકારનું અભિયાન ચલાવ્યું. લલિતકલામાં જૈનોનું અનુપમ યોગદાન ' કહેવાય છે કે લલિતકળાઓમાં સૌથી પ્રથમ ચિત્રકલાનો જન્મ થયો. માધ્યમની દૃષ્ટિએ ભલે ચિત્રકલા સંગીત અને કાવ્ય કરતાં કનિષ્ઠ અધિકાર ધરાવતી હોય; પણ એની સર્જનશક્તિ અને કલ્પનાશીલતા ચિત્રકલાને બધી જ લલિતકળાઓમાં સૌથી આગળ મૂકે છે. ભૂતકાળમાં વિનંતીપત્ર તૈયાર થતા જે પાંચ ફૂટ જેવા લાંબા જેમાં પોતાના ગામ વગરનું વર્ણન ચિત્ર દ્વારા કરવામાં આવતું આજે પણ હસ્તલિખિત ભંડારોમાં તે વિનંતીપત્રો સચવાયેલા જોવા મળે છે. જૈનગ્રંથોની હસ્તલિખિત પોથીઓ સુંદર ચિત્રકલાથી સુશોભિત કરવામાં આવતી હતી. ઉત્તર ગુજરાતના વડનગરના જૈન ઉપાશ્રયમાં આવા નમૂનાઓ જોવા મળે છે. એ સુવિદિત છે કે મૌર્યકાળના મહેલોમાં સુંદર ચિત્રો અંકિત હતાં. અજન્તાના ગુફામંડપોમાં માટી, છાણ કે ભૂસા જેવા પદાર્થનો લેપ કરીને તેના પર કોઈ સુંદર પદ્ધતિથી તૈયાર થયેલા રંગની મદદથી અનેક પ્રકારનાં સુંદર ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. સમય જતાં ચિત્રકલાના અનેક સંપ્રદાયોનો આરંભ થયો. તેમાં દક્ષિણ શૈલી, રાજપૂતાના શૈલી, પહાડી શૈલી, મોગલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy