________________
૩૮
એક તરફ શાસ્ત્રવચનો છે કે “દુર્ં પરશુળોત્ઝીર્તનમ્' અને બીજી તરફ ગુણાનુરાગી તથા ગુણાનુવાદી જૈનસંઘોમાં સ્વામીવાત્સલ્ય, સંઘપૂજનથી લઈ માનવતાવાદી કે જીવદયા-અનુકંપા જેવી પ્રવૃત્તિ વિરલ વિભૂતિઓ થકી જોવા મળે છે. કીર્તિદાન-ગુપ્તદાન-અભયદાન, જ્ઞાનદાન કે સમયદાન આપનારા પણ શાસનની શોભા સ્વરૂપ બની જાય છે. જૈનો પાસે ધન છે, બુદ્ધિબળ છે, સમૃદ્ધિ-સંપત્તિ અને સન્મતિનો જે જ્વલંત વારસો છે તે જૈનધર્મના સાક્ષાત્ પ્રભાવરૂપ છે. તે જ કારણોથી વ્યાપારિક હિત માટે પણ લોકો જૈનો ઉપર વધુ વિશ્વાસ રાખી વ્યવહાર કરે છે. તેનું વળતર છે જૈનોના ફાળે શ્રીલક્ષ્મીની કૃપા, પણ મૂળ કારણ છે ભગવંતોએ ચીંધેલ સદાચાર માર્ગ, ન્યાય નીતિમાર્ગ,
જિન શાસનનાં
તે જ પ્રમાણે જૈન ધર્મી ગૃહસ્થો વ્યાપારીઓ, વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો, ઑડિટરો કે આર્કિટેક્ટો. વગેરેથી ગુણાઢ્ય છે. જિનશાસનના તપ-ત્યાગ, જયણા-જીવદયા, સંયમ-સદાચાર કે દાનાદિ ગુણો માટે સરકારથી લઈ સામાન્ય પ્રજાજનો પણ માન-સન્માન ધરાવે છે.
પ્રસ્તુત વિશિષ્ટ ગ્રંથમાં અનેક લાક્ષણિકતાનો આછેરો પરિચય અનેક લેખકો, તજ્જ્ઞો અને બહુમુખી પ્રતિભાવંતોએ કરાવી જિનશાસનના બધા ફિરકાઓની યથાશક્ય એકસંપી અપેક્ષા સેવી છે. નીતિવાક્ય કહે છે “અહં વિરોદેન અપંડિર્દિ।'' તેનો ભાવાર્થ એ જ છે કે સમસ્યાઓ ભલે અનેક હોય પણ સમાધાનના અભિગમવાળાને મોકળો માર્ગ મળી રહે છે. ‘‘અનં વિસ્તરે ’ ‘‘૩વયો મવતુ સર્વેષામ્।’
વિશ્વનાં અનેક રહસ્યોથી છલકાતો આગમસંગ્રહ
જૈનાગમ એ અગણિતકાળથી વિકસેલી વીતરાગવાણી છે. આગમસાહિત્ય ઉપરનાં વિવેચનોમાં પૂ. ટીકાકાર અભયદેવસૂરિજી, હરિભદ્રસૂરિજી, મલયગિરિજી મહારાજ, શિલાંકાચાર્યજી, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ., ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મ., કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મ., આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મ. અને મુનિશ્રી પુણ્યવિજયજી મ., જંબૂવિજયજી મ. જેવા પૂજ્યોએ મહત્ત્વનું પ્રદાન કરેલું છે.
જૈન આગમગ્રંથોને દ્વાદશાંગવાણી પણ કહે છે અને તેને વિષયાનુરૂપ ચાર યોગમાં અર્થાત્ ચાર ભાગોમાં વહેંચવામાં આવેલા છે; જેમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ-કરણાનુયોગ, ધર્મકથાનુંયોગ જેવાં નામો અપાયેલાં છે. વિશ્વના સમસ્ત પ્રકારના પદાર્થોનાં વર્ણનોનો સમાવેશ આ ગ્રંથોમાં મળે છે. જૈન આગમગ્રંથોના વિષયો ઉપર પ્રાચીન જૈન આચાર્યોએ ખૂબ જ ઊંડી અને સૂક્ષ્મ વિવેચના કરી છે.
આગમોમાં વિશ્વવ્યવસ્થા, લોક–અલોકની સ્થિતિ; ઊર્ધ્વ, અધો અને તિર્આલોકનું સ્વરૂપ; પદાર્થો, દ્રવ્યો, તેના ગુણધર્મો, આત્મા, સંસાર, ચાર ગતિઓ, કર્મબંધ, મોક્ષ, મોક્ષના ઉપાયો, સાધનામાર્ગ, જીવોની ભિન્ન ભિન્ન કક્ષાઓ, સ્વર્ગના વિમાનોનાં વર્ણન, નરકનાં દુઃખોનાં વર્ણન, જ્યોતિષચક્ર, ભૂગોળ, ખગોળ, તર્ક, ન્યાય, સાત નયો, સપ્તભંગી અનેકાન્તવાદ, મંત્રતંત્ર, જ્યોતિષવિદ્યાઓ, જડીબુટ્ટીઓ, ઔષધો, ચૂર્ણો વગેરેના ચમત્કાર, પ્રભાવ, મહિમાઓનાં વર્ણનો વગેરે ઘણું બધું નિરૂપણ થયેલ છે. વિશ્વનું કોઈ રહસ્ય, કોઈ પણ પ્રકારનાં વર્ણનો કરવાનું બાકી રહેતું નથી. આ છે આગમસંગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrarv.org