________________
૫૬૨
હેય–ઉપાદેય, ધર્મોપદેશ-તત્ત્વોપદેશ છઠ્ઠા ગુણસ્થાનક સુધીના આરાધકોને વ્યવહારપ્રધાન હોય છે.
ટૂંકમાં જિનાજ્ઞામાં ધર્મ અને એ ધર્મ નિશ્ચય-વ્યવહાર ઉભય સાપેક્ષ છે. ત્રસપણું પામેલ ભવ્યજીવનું મોક્ષગમન, નિશ્ચિતભવમાં થાય, છતાં એ પૂર્વે પૂર્વના ભવોમાં કે તે જ ભવમાં સમ્યક્ત્વાદિ આચરણાનો સ્વીકાર અને યથાસમયશક્તિ આચરણની માન્યતા અનિવાર્ય બને છે. એને ન માનવામાં આવે તો યથાસમયશક્તિ એવા કરણના અભાવમાં સમકિત ન રહે–જિનાજ્ઞાનો સ્વીકાર જાય. કરણનો અભાવ એટલે સદ્દહણા કરવા છતાં (૧) શક્તિ સમય અનુસાર આચરણ ન કરવું અને આચરણ ન થાય એનું દુઃખ ન હોય, પશ્ચાત્તાપ ન થાય. આચરણ ન થયાની પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા શુદ્ધિ એ પણ યથાશક્તિ આચરણમાં ગણી શકાય. સમ્યક્ત્વચારિત્રની પૂર્ણતા માટે આ સ્વીકાર/આચરણ એ પણ જરૂરી છે.
જૈનશાસન નિશ્ચય વ્યવહાર બન્નેને પોતપોતાના સ્થાને માન્ય કરે છે. जइ जिणमय पवजह मा, ववहार निच्छए मुयह । एगेणविणा तित्थुच्छेओऽतत्तं परेण વિના
તીર્થ = શાસન = જિનપ્રવચન = જિનોક્ત પંચાચારનો વ્યવહાર લોકોત્તર છે. = લોકશ્રેષ્ઠ છે, લોકાતીત નહીં. દા.ત. સાધુને જયં ચરે—જયં ચિહ્ને–જયં આસે-જયં સએ-જયં ભુજંતો-ભાસંતો પાવું કમાં ન બંધઈ''. અહીં સાધુની બધી જ ક્રિયામાં જયણાને આગળ કરવામાં આવી છે. મુખ્ય બનાવાવમાં આવી છે. સાધુ દાંડો લેતી મુકતી વખતે પૂંજેપ્રમાર્જે એ વ્યવહાર પંચાચાર અને એનાથી જીવદયાસંયમાદિના પરિણામ જે ઊભા થાય એ ભાવ પંચાચાર. અહીં જયણાને જે મુખ્ય બતાવાઈ છે એમાં ભાવ પંચાચારને ખેંચી લાવવાની તાકાતવાળી બતાવાઈ છે.
આ રીતે જૈનશાસનનું સર્વ પ્રથમ ચડિયાતાપણું સ્યાદ્વાદ સિદ્ધાંતને કારણે છે. આ સ્યાદ્વાદનો સ્વીકાર મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષયોપશમ વગર નથી હોતો. બીજા નંબરમાં સ્યાદ્વાદ સિદ્ધાંત સ્વીકાર મુખ્ય રીતે મનપરિણતિરૂપે છે, વચનકાયાની પરિણતિરૂપ વ્યાવહારિક રૂપે છે.
વ્યાવહારિક વ્યવહાર પણ જૈનોનો સૌથી ચડિયાતો હોય છે. અને એથી જ જૈનશાસન લોકોત્તર છે, લોકાતીત નહીં.
Jain Education International
જિન શાસનનાં
વળી જે લોક–ઉત્તર હોય, લોક શ્રેષ્ઠ હોય તે લોક વિરુદ્ધ ન જ હોય. એથી જયવીરાયસૂત્રમાં શ્રી ગણધરભગવંતોએ લોવિરુદ્ધચ્ચાઓ લોક વિરુદ્ધના ત્યાગની પ્રાર્થના માન્ય કરી છે. આવા લોકોત્તર વ્યવહાર વગર જ નિશ્ચય મળે છે,” એવું એકાંતે માનનારને સમકિત હોય ખરૂં? ન હોય.
ક્ષપકશ્રેણીના આઠમાં ગુણસ્થાનકથી નિશ્ચયની પ્રધાનતા છે. ત્યાં પૂર્વનું કારણ હોતે છતે ઉત્તરનું કાર્ય = ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ પરિણિત અવશ્ય આવે છે આ નિર્ણયપૂર્વકની વાત છે, આમાં ફેરફાર ન હોય—માટે તો સાતમા સુધીના ગુણસ્થાનકોમાં કાર્ય-કારણરૂપ પરિણતિઓમાં ક્યારેક કારણરૂપ પરિણિત હોવા છતાં કાર્યરૂપ પરિણતિ ન હોય એમ બને છે, છતાં વ્યવહારથી કાર્ય-કારણરૂપે કહેવાય. કારણ હોય અને કાર્ય થાય તો તો નિશ્ચય કહેવાય. પણ ક્યાંક વ્યભિચાર = અવ્યાપ્તિ હોય છે, જેમ ક્ષપકશ્રેણિના કાળરૂપ કારણના અભાવમાં મોક્ષ ન થાય. તેથી તો તેને વ્યવહાર કહેવાય છે. યાદ રહે વ્યવહારના અસ્વીકારવાળાને પણ ક્ષપકશ્રેણિ ન જ હોય. અને તેથી જ વ્યવહારનો સ્વીકાર અનિવાર્ય છે.
=
=
આત્માની, આત્માના જ્ઞાનાદિ ગુણોની નિશ્ચયનયની વાતો કરનારા નિમિત્તને નપુંસક ગણનારા કેટલાક 'એકાંત જ્ઞાનવાદી લોકો ક્રિયાકાંડ, તપ, ત્યાગ કરનારાઓ તરફ તિરસ્કારની નજરથી જુએ છે એ ભારે કમનસીબની બાબત છે. કોરા ક્રિયાકાંડી કરતાં કોરો જ્ઞાનવાદી વધુ ભંડો
ગણાય!
હથોડા ઘણા માર્યા! નિષ્ફળ ગયા! તો ય સફળતા તો હથોડા મારાવાથી જ મળશે!
ધર્મક્રિયા અનંતીવાર કરી છતાં મોક્ષ ન થયો' આ શાસ્ત્ર વચન છે. કબૂલ છે. પણ એની સાથે એવું પણ શાસ્ત્ર વચન છે કે જ્યારે પણ મોક્ષ થશે ત્યારે સામાન્ય રીતે તો એ ધર્મક્રિયાથી જ થશે. માત્રકોરી નિશ્ચયનયની વાતોથી નહીં જ.
આ વાતને કેમ ઉડાડી દેવામાં આવી છે? પહેલી અડધી જ વાત પકડી લઈને મુગ્ધ લોકોને ધર્મવિમુખ બનાવી દેવાનો પ્રયત્ન કેટલો બધો હલકો ગણાય?
For Private & Personal Use Only
નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેમાંથી કોને મોટો કહેવો? અને કોને નાનો કહેવો? નિશ્ચય એ કાર્ય છે અને
www.jainelibrary.org