________________
જિન શાસનનાં
છે. આ કારણે આપણને ઘટિતકર્મ અને અઘટિતકર્મનાં બંધનથી જકડી રાખે છે અને પુનર્જન્મના ફેરામાં ધકેલી દે છે અને તેથી આ પૃથ્વી ઉપર વિવિધ જન્મ ધારણ થતા રહે છે. પરન્તુ જો આપણે મોક્ષપ્રાપ્તિના પથ પર જવું હોય તો જૈનધર્મમાં પાંચ
સુંદર રીતે યથાર્થ બતાવે છે–
આ વાસ્તે રઘુવંશમાં (૧-૬) એક શ્લોક આ વ્યવસ્થાને અણુવ્રતની વ્યવસ્થા છે. ગૃહસ્થજીવન દરમ્યાન રોજિંદા જીવનમાં કોઈને કોઈ તબક્કે આપણે દુ:ખ પહોંચાડીએ છીએ : ખેતર ખેડતાં, રાંધતી વખતે, દળવાના સમયે, જાજરૂ-સફાઈ વખતે વગેરે. આમાંથી મુક્તિ મેળવવા કાજે પાંચ અણુવ્રતોની વ્યવસ્થા જૈનધર્મનું ઉમદા ઘરેણું છે. આ પાંચ અણુવ્રત એ જૈનધર્મનાં પાયાનાં લક્ષણ છે. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ પાંચમાં અહિંસાનું અદકેરું મહત્ત્વ છે. મન, વચન અને કર્મ એ ત્રણેય કાર્ય દરમ્યાન જાણી– સમજીને પ્રત્યેક જૈને હિંસાથી દૂર રહેવું જોઈએ. આમ તો જગતના ઘણા ધર્મમાં અહિંસાનું તત્ત્વ નિહીત થયેલું છે. પરન્તુ જૈનધર્મ જેટલી અહિંસાના સૂક્ષ્મ પાલનની પ્રક્રિયા અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. જ્ઞાતવ્ય આથી એટલું જ છે કે જૈન ગૃહસ્થે હાલતાં-ચાલતાં-બોલતાં કોઈપણ રીતે કોઈ પણ જીવને ઈજા નહીં પહોંચાડવી એવી સ્પષ્ટ બાબત જૈનધર્મમાં દર્શાવાઈ છે.
જૈનોમાં અહિંસાનું અદકેરું મહત્ત્વ
અહિંસાનું સૂક્ષ્મ આચરણ કરનાર જૈનગૃહસ્થ સત્યાચરણ નામના અણુવ્રતની પ્રતિજ્ઞા લે છે. માનવજીવન છે તેથી ડગલે ને પગલે કોઈ પણ વ્યક્તિ જૂઠના આચરણથી દૂર રહી શકતી નથી. સમાજમાં જૂઠનું પલ્લું ભારે હોય છે. તેથી જૈનોએ શક્યતઃ મિલકત, વ્યવસાય, ધિક્કાર વગેરે બાબતે જૂઠાણાંથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અહિંસાનું પાલન કરનાર જૈનગૃહસ્થ સહજતાથી સત્ય અને મધુર બાબતે મન-વચન-કર્મથી જાગૃત રહેશે. આ બે બાબતે જે જૈન ઉજાગર હશે તે ત્રીજા અણુવ્રતથી હમેશ દૂર રહેવા પ્રયાસ કરશે અને તે છે અસ્તેય એટલે કે ચોરી ન કરવી. આ અણુવ્રતમાં માલિકની સંમતિ વિના કોઈ ચીજવસ્તુ જૈન ગ્રહણ કરશે નહીં. એટલું જ નહીં, કોઈએ ત્યજી દીધેલી વસ્તુ પણ લઈ શકાય નહીં. તે પછીનું વ્રત છે અપરિગ્રહનું. આ વ્રતમાં સંગ્રહખોરીથી દૂર રહેવાનું ઇજન છે. હા, જીવન જીવવા વાસ્તે મરજિયાતપણે જરૂરી ચીજવસ્તુ જરૂરિયાત પૂરતી રાખવી એ આનો અર્થ છે. અર્થાત્ બિનજરૂરી વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. છેલ્લું અણુવ્રત છે બ્રહ્મચર્ય. અહીં શુદ્ધતા, પાવિત્ર્ય, પાતિવ્રત્ય જેવી બાબતનો સમાવેશ થાય છે. સંભોગથી
૫૪૪
તે ગાળા દરમ્યાન નિષેધ નથી. તેવી રીતે છેલ્લા ચોથા તબક્કા દરમ્યાન સંન્યાસી જેવા જીવનનો નિર્દેશ છે પણ ગૃહત્યાગનો ઉલ્લેખ નથી. એટલે સંસારી રહીને વિશેષ પ્રભુભક્તિમાં જીવન વિતાવવું જોઈએ.
शैशवे व्यस्तविद्यानाम् च यौवने विसयेसिनाम् । वार्ध्यके मुनिवृत्तिनां, योजनान्ते तनु त्यजाम् ॥
અર્થાત્ રઘુવંશના રાજવીઓ શિશુ-અવસ્થા દરમ્યાન શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. યુવાકાળ દરમિયાન ભૌતિક સુખપ્રાપ્તિ (દા.ત. લગ્ન કરવું, ઘરસંસાર માંડવો, પૈસા કમાવા કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવી) બાબતે યત્નશીલ રહેવાનો નિર્દેશ છે. વયસ્કવયે (૫૧ થી ૭૫ વર્ષની ઉંમરે) વાનપ્રસ્થ જીવન જીવવું અર્થાત્ સંસારી મોહમાયામાંથી વિરક્ત થઈને વનવાસી થવું અને તત્પશ્ચાતનું શેષ જીવન ધાર્મિક બાબતોમાં વિતાવવું. જે બાબત રઘુવંશના રાજાઓને માટે કહેવાઈ છે તે સામાન્ય જનજીવનમાં એટલી જ બંધબેસતી છે. વૈદિક પરંપરાની આ બાબતમાં બીજો તબક્કો-ગૃહસ્થાશ્રમનો તબક્કો માનવજીવનમાં ખૂબ જ મહત્ત્વનો હોવાનું મનુસ્મૃતિ (6. 88/89)નોંધે છે. જ્ઞાતવ્ય આથી એટલું જ છે કે વેદો અને સ્મૃતિઓના જણાવ્યા મુજબ ગૃહસ્થી તરીકેનું જીવન ઘણું મહત્વનું છે. કારણ તો એટલું જ કે ગૃહસ્થ અન્ય ત્રણ તબક્કાની જતનજાળવણી કરે છે. નદીઓ જેમ અંતે તો સમુદ્રને મળે છે તેમ ત્રણેય આશ્રમ મુખ્યત્વે ગૃહસ્થાશ્રમ ઉપર નિર્ભર છે.
જૈન ધર્મમાં આદર્શ જીવનવ્યવસ્થા
જો કે જૈનધર્મ વેદોક્ત પ્રસ્તુત જીવનપ્રણાલિથી ચતરાઈને જીવનને ફક્ત બે જ તબક્કામાં વિભાજિત કરે છે ઃ ગૃહસ્થાઈ જીવન અને યાચકીજીવન. આચાર્ય રવિષેણકૃત પદ્મરતમાં (પૃ. ૫-૬૯) નોંધ્યા મુજબ આ બંને જીવનતબક્કા પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયથી પ્રચારિત–પ્રસારિત થયા હતા. અહીં આ બંનેમાં યાચકીજીવનનું સવિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. પ્રવચનસારમાં દર્શાવ્યા મુજબ જૈનોએ સઘળાં દુઃખમાંથી મુક્તિ માટે સાધુજીવન અપનાવવું જોઈએ. આનું મુખ્ય કારણ એ છે કે ગૃહસ્થજીવન દરમિયાન આપણને ઘણાં બંધન અવરોધરૂપ નીવડે છે. ગૃહસ્થીજીવનને જીવતાં જીવતાં અનાયાસે આપણાથી ઘણી હિંસા-ઘણા જીવની હત્યા થતી હોય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org