SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ચતુર્વિધ શ્રીસંઘ માટે ઉપકારી જ્યારે સાધ્વી સમુદાય વ્હેનોને સવિશેષ બોધપ્રદ બની શકે છે. તેથી વિપરીત આર્યાઓના ખાસ પ્રવચનો યોજવા, તેમની પાસે રાત્રિ વ્યાખ્યાનની અપેક્ષા રાખવી કે સંધ્યા પછી પણ પુરુષોએ વાર્તાલાપ વગેરે કરવા તે વિરુદ્ધાચાર બની જાય છે. વર્તમાનમાં તેવું કંઈ પણ દેખાયજણાય તે કાળાંતરે જિનશાસનને નુકશાનકર્તા બની શકે છે. જેટલા અંશે સાધુ-સાધ્વી સંઘની મર્યાદાઓ ઉજ્વળ રહેશે, તેટલા જ અંશે શ્રાવક સંઘ પણ ઉન્નત બનશે, તેવો અત્રે તાત્પર્યાર્થ છે. મંદિર અને ઉપાશ્રયના પગથિયા ચઢવા માટે પણ વિશિષ્ટ પુણ્યની જરૂરત પડે જ છે. તેવા પુણ્યોદય પછી પણ પુણ્યને વધારવા પુણ્યાનુબંધી પુણ્યમાં ફેરવવા પ્રત્યેક શ્રાવકે અવસરે પૂજા-પૂજનોને પણ ગૌણ કરી જિનવાણી શ્રવણનો રસ કેળવવો. (૧) નમિ અને વિનમિ વિનયવંત હતા તેથી જ કાઉસગ્ગધ્યાન પારીને પણ ભગવંત આદિનાથે તેમને રાજ્ય-લાલસા ત્યાગ માટે ઉપદેશ આપેલ, જે સુણી વૈરાગી બે ભ્રાતાઓ દીક્ષિત થયેલા. (૨) પૌષધવ્રતનો મહિમા વ્યાખ્યાનમાં સાંભળી જીવનમાં ઉતારનાર સુવ્રતશેઠને ત્યાં ચાલુ પૌષધ અને મૌનના દિવસે જ ચોરી કરવા આવેલ ચોરોના પગ જમીનમાં જકડાઈ ગયા હતા. (૩) સુધર્માસ્વામીની અમૃતવાણી સાંભળ્યા પછી તરત જંબુકુમારને દીક્ષા અને આજીવન ચતુર્થવ્રતની ભાવના જાગી ગયેલ. આઠ-આઠ પત્નીઓના ત્યાગી જંબુસ્વામી અંતિમ કેવળી બન્યા. (૪) રોહિણીયા ચોરના કાનમાં ફક્ત મહાવીર પ્રભુની દેશનાના ચાર વાક્યો તે પણ અનિચ્છાએ પ્રવેશ થયા હતા, છતાંય તેના પ્રભાવે રાજા શ્રેણિકના મરણાંત દંડથી બચી ગયેલ. (૫) તુંગીઆ નગરીના શ્રાવકો જિનવાણીથી એવા તો ભાવિત હતા કે જ્યારથી તેઓ ધર્મ પામ્યા ત્યાર પછીના જ વરસોને પોતાની ઉમ્ર જણાવતા હતા. પૂર્વનો કાળ ઉગ્નમાં ઉમેરતા ન હતા. (૬) આચાર્ય નગ્નસૂરિજી અને આ. ગોવિંદસૂરિજીના પ્રવચનો એવા જોશીલા હતા કે તેઓ જ્યારે વીરરસ Jain Education Intemational ૫૩૯ પી૨સે શ્રોતાજનો તલવાર ખેંચી લેતા, શૃંગારાદિ રસ ઉપર પણ તેમનો વાણી પ્રભાવ હતો. (૭) રાત્રિભોજન એ નરકગતિનો દરવાજો એવું સાંભળનાર તે શ્રાવકે તે પાપને ત્યાગી દીધું. તેના કારણે ક્યારેક ઉપવાસ, લાંઘણ પણ કરવા પડતા દેખી શેઠે પગાર વધારો કરી આપેલ. (૮) આચાર્ય ભગવંતના શ્રીમુખે શત્રુંજય માહાત્મ્યનું વર્ણન સાંભળી ભાવિત થનાર માણેકચંદ શ્રેષ્ઠિ, તીર્થયાત્રાએ જતાં અધૂરી ભાવના છતાંય માણિભદ્ર વીર બની ગયા. (૯) નિત્ય પ્રવચન શ્રવણ કરતાં તે શ્રાવકે ન્યાયસંપન્ન વૈભવ જ કમાવાનો અભિગ્રહ કરેલ અને તે નિયમના ચુસ્ત પાલનને કારણે રોકાઈ ગયેલો વરસાદ તેના આહ્વાનથી ચાલુ થઈ ગયેલ. (૧૦) પરિગ્રહ પરિમાણ વ્રત, નિત્ય સામાયિક તથા સાધર્મિક ભક્તિ વગેરેની ભાવના પુણીયા શ્રાવકને પ્રગટ્યા પછી આજીવન ટકી હતી, તેમાં પ્રભાવ હતો જિનવાણી શ્રવણનો, સ્વેચ્છાના આચરણનો. (૧૧) સાધ્વીજીઓ જે અગિયાર અંગાભ્યાસ માટે સૂત્રોને કંઠસ્થ કરી રહ્યા હતા તેને દરરોજ ફક્ત સાંભળવા માત્રથી વજ્રસ્વામી બાળપણે પ્રબુદ્ધ બની ગયા હતા. (૧૨) ભગવાન મહાવીર સ્વામીજીના સમયકાળની જયંતી શ્રાવિકા તો જિનવાણી શ્રવણ, પ્રશ્નોત્તરો અને જિજ્ઞાસાવૃત્તિથી ચારિત્ર સુધી પહોંચી કેવળી બનીને મોક્ષે સીધાવી ગયા છે. (૧૩) કાલસૌરિક કસાઈનો દીકરો સુલસ, જેણે બાપના અપમૃત્યુ પછી ખાટકી ધંધાનું કામ પોતાના માથે ન લીધેલ, તેમાં પ્રભાવ હતો અભયકુમાર જેવા કલ્યાણમિત્રની સલાહ-સૂચનનો. (૧૪) સાગરાચાર્યે સ્વર્ણભૂમિના ઉપાશ્રયમાં પોતાની વિદ્વત્તા દર્શાવવા કાળવેળા ઓળંગીને પણ જ્યારે વ્યાખ્યાનાદિનો વિસ્તાર આરંભેલ ત્યારે શ્રોતાઓ મુગ્ધ બનેલ પણ કાલિકાચાર્યજી નારાજ હતા. (૧૫) પેથડ મંત્રીનું પાંચ લાખનું પરિગ્રહ પરિમાણવ્રત, સંગ્રામ સોનીની સુવર્ણમુદ્રા દ્વારા ભગવતીસૂત્રની પૂજા, આભુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy