SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ લાઈટ-પંખા વગેરેનો પણ બેફામ ઉપયોગ ન કરાય, સ્નાન માટે પણ પાણીને ગમે તેમ ન વેડફાય તે બધું સત્વાનુકંપાને કારણે જ થાય છે. સવારના ટૂથબ્રશ, બ્રેડ-બટર કે હોટલ વગેરેની ખાણી-પીણી ઉજાણી, અભક્ષ્ય ભક્ષણ કે રાત્રિભોજન, રેશમી વસ્ત્રો કે ચામડાના જૂતા, ચપ્પલ, બેલ્ટ, પર્સ કે અન્ય સાધનો ઘરમાં કે બહારે પણ ન ચલાવનારા શ્રાવક-શ્રાવિકાઓ આજેય પણ અનેક પ્રકારના પાપોથી બચી રહેતા જોવા મળે છે. મૂંગા પશુઓ માટે પાંજરાપોળ, પશુ-પક્ષી માટેના દવાખાના, ગરીબોને અન્નવસ્રના દાન એ તો દેખાતી મોટી અનુકંપા થઈ, પણ ઘરવખરીમાં પણ કીડા-મકોડાની જયણા, વાસી, ધાન્ય-પાણીની જયણા કે પશુ-પંખીઓ માટે ઘાસ-પાણીની વ્યવસ્થા વગેરે રૂપી જીવદયા પણ હૈયામાં હરહંમેશ રાખનાર જ શ્રમણોપાસક બની શકે છે. માટે પણ ભગવંતે પંદર પ્રકારના કર્માદાનવાળા વ્યવસાયોનો નિષેધ ફરમાવ્યો છે. સત્વાનુકંપા વગરની પ્રભુપૂજા કે આગળ વધીને સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વગેરે ઉચ્ચતમ સાધનાઓ પણ સફળતા નથી પામતી. તપસ્યાઓ અને પારણા, બ્રહ્મચર્ય વ્રત કે સદાચાર, ન્યાયસંપન્ન વૈભવ કે અનર્થદંડ વિરમણ તે બધાય અણુવ્રતોના વિસ્તારના મૂળમાં સત્ત્વો=જીવોને અભયદાન આપ્યા પછી જ વિશુદ્ધ ધર્મની સાધના-ઉપાસના આદરી શકાય છે. અત્રે પ્રસ્તુતિ છે અત્યલ્પ જીવદયા જાગૃતિની જે વાંચી-વિચારી ગૃહસ્થોએ જીવનમાં કોમળતા વિકસાવવી તેવો શાસ્રકારોનો સંકેત છે. તે બાબતના વધુ વિસ્તારની આવશ્યકતા પણ નથી, કારણ કે દયા વિનાનો ધર્મ એ પણ ઘતિંગ બની જાય છે, કરૂણા તો તીર્થંકર ભગવાનની માતા છે અને તે માતાના પુત્રનું નામ છે કરુણાનિધિ જે ભલે પુત્ર હોય પણ ત્રણેયલોકના પિતા છે. (૧) મેઘરથ રાજાએ એક કબૂતરને બાજ પક્ષીથી બચાવવા પોતાની જાંઘનું અને જાતનું પણ જ્યારે સમર્પણ જીવદયા ભાવનાથી કરી દીધું, ત્યારે તેઓ ૧૬મા શાંતિનાથ ભગવાન બન્યા. (૨) સુવિધિ વૈદ્યરાજના પુત્ર જીવાનંદ વૈદ્યરાજને એક એકાકી વિહારી સાધુ મહાત્માના ચેપી કોઢ રોગના ઉપચાર હેતુ લાખ સોનામહોરની કિંમતનું ગોશીર્ષચંદન અને રત્નકંબળ વેપારીએ નિર્મૂલ્ય ભેટ કરેલ હતું. (૩) ઇકકાઈ રાઠોડે પોતાના અભિમાન અને ક્રૂર સ્વભાવથી Jain Education Intemational જિન શાસનનાં નોકરો, દાસીઓ, સ્ત્રીઓ એમ અનેક ગરીબોને હુકુમતશાહીથી ત્રાસ આપેલ જેના કારણે મૃગાપુત્રરૂપે જન્મ થયો ત્યારે શરીર અંગોપાંગ વગરનું હતું. (૪) જિનદાસ શ્રેષ્ઠિને પશુઓ ન રાખવાના નિયમ છતાં ગોવાલણે પરાણે તેના ઘરે મૂકી દીધેલ બે વાછરડાને મરતા સમયે દયા લાવી નવકાર સંભળાવેલ, જેથી બળદો કંબલ-સંબલ દેવ બન્યા હતા. (૫) જગડૂશાએ દરિયામાં ડૂબાડી દેતા વહાણોની દુર્ઘટના રોકવા સ્થાનિક દેવીના આગ્રહથી થતાં બોકડાના વધને રોકવા છેલ્લા બે પગથિયે સપુત્ર પોતે ગોઠવાઈ જતાં હિંસા બંધ થઈ હતી. (૬) અને તે જ જગડૂશાહે ત્રણ વરસના દુકાળ દરમિયાન આઠ અબજ, સાડા છ ક્રોડ મણ અનાજનું દાન રૈયતો અને રાજાઓ સુધી પહોંચાડી જીવદયાધર્મનો જયજયકાર કરાવેલ. (૭) કાશ્મીરનરેશે એક ક્રોડ સોનામહોરોનું નજરાણું લઈ આવેલ ગુજરાતના દૂતને બીજા એક કરોડ સોનામહોરનું ભેટછું આપી પાછો મોકલેલ અને મત્સ્યહિંસા પૂરા કાશ્મીરમાં બંધ કરાવી દીધી હતી. (૮) પાર્શ્વકુમારે સંસારી અવસ્થામાં નાગ-નાગણને દાઝી રહેલ કાયા વખતે અંત સમયના વખતે મહામંત્ર નવકાર આપેલ જે થકી તિર્યંચો બીજા જ ભવમાં ધરણેન્દ્ર-પદ્માવતી બની ગયા છે. (૯) જીવદયા પ્રતિપાલક બનેલા રાજા કુમારપાળે જ્યારે કુળદેવીને પશુઓના ભોગ આપવાનું બંધ કર્યું તે દેવી કોપ પામી ગઈ હતી અને ત્રિશુળ મારી રાજાને કોઢ રોગથી વ્યાપ્ત કર્યા હતા. છતાંય રાજન ડગ્યા ન હતા. (૧૦) વિજયના ઉન્માદમાં આવી નવ હજાર ભારતીય નાગરિકોને કેદ કરનાર હુમાયુને તે નિર્દોષ કેદીઓને અપાતા ત્રાસથી મુક્ત કરવા ભેરૂશાએ વિપુલ ધન હુમાયુને આપી છોડાવ્યા હતા. (૧૧) અહમદાબાદના હઠીસિંહે પોતાની ધર્મપત્નીના કહેવામાત્રથી પોતાની પડતીના દિવસોમાં પણ શેઠની પારસમણિ-કીર્તિ સાંભળી દાન લેવા આવેલ દરિદ્ર બાઈને અનેક ઘરેણા આપી દીધા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy