________________
૫૩૦
જ્યારે બીમારીવશ પ્રાણ છોડ્યા, ત્યારે અંતસમયની ભાવના ભાવી હતી કે હું જીવત તો બધાય જિનાલયો સોનાના બનાવત.
(૧૪) શત્રુંજય તીર્થના મૂળનાયક ભગવાનના જિનાલયનો જિર્ણોદ્ધાર કરાવવા જે ટીપ વાગ્ભટ્ટ મંત્રીએ ચાલુ કરી તેમાં ફક્ત પાંચ દ્રમ જેવી નાની રકમ ભીમા કુંડલીયાની સંપૂર્ણ ભક્તિ બની હતી.
(૧૫) વિ.સં. ૧૦૭૮ની આસપાસ જિણહ નામના એક દરિદ્ર શ્રાવકને પ્રભુ પૂજા એવી ફળી હતી કે નિત્ય અખંડિત ભક્તિ પ્રભાવે તે ધોળકાનો દંડનાયક બનેલ અને પછી તો બે જિનાલયો પોતાના ખર્ચે બંધાવેલ. (૧૬) ધારા નગરીના નાસ્તિક ગણાતા કવિ ધનપાળ પણ તેમના ભાઈ શોભનમુનિ થકી બોધ પામી નિત્ય પૂજા કરનારા થયા હતા, જેમણે તે પછી તો સંસ્કૃતમાં ભક્તિકાવ્ય રચ્યું હતું.
(૧૭) ઝાંઝણશેઠની દીકરીએ સિદ્ધરાજ જયસિંહ પાસેથી મળતી આમદાનીમાંથી કુલ મળી ૭૦૦ જેટલા નવા જિનાલયો બનાવી નાખ્યા હતા. તેણીની વાર્ષિક આવક ૧૮ લાખ ૯૨ હજાર તોલા સોના જેટલી હતી. (૧૮) માંડવગઢના મંત્રી પેથડની નિત્ય સેવા પૂજા, પુષ્પોની આંગી, પ્રભુભક્તિ, જિનાલય સર્જન, જિર્ણોદ્ધાર કાર્યો વગેરેના કારણે ત્યાંનો રાજા પણ અવાચક બની અનુમોદક બની ગયો હતો.
(૧૯) બંબેરા નામની નગરીમાં ભગવાનના પૂજાના વસ્ત્રો બનતા હતા અને ત્યાંનો રાજા પણ દરરોજ પૂજા કરતો ત્યારે એક નવી જોડ પહેરી પછી તે જ વસ્ત્રોને વેંચાણ કરવાની રજા આપતો હતો.
(૨૦) આરાસણ ગામના ગરીબ શ્રાવક પાસિલને પણ એક જિનાલય બનાવવાની હાર્દિક ભાવના થઈ. દસમા
ઉપવાસે અંબિકાએ સોનામહોરોનું નિધાન દેખાડ્યું, જેમાંથી નૂતન જિનાલયનું સર્જન કરેલ હતું.
(૨૧) જિનેશ્વરની ભક્તિ ઉદા નામના આર્થિક રીતે અદ્ધર એવા શ્રાવકે એવી કરી કે તેના સજોડે સ્તવન સાંભળી હસુમતી ભાવસારે તેને આશરો આપ્યો, જેમાંથી તે ઉદયન મંત્રી પણ બની ગયેલ.
Jain Education International
જિન શાસનનાં
(૨૨) રાણકપુરના જિનાલયની રચના નલિનીગુલ્મ દેવવિમાનાકારની થઈ તેમાં શ્રેષ્ઠી ધનાશાને આવેલ સ્વપ્ન સંકેત હતો. તેવી જ રીતે અનેક અજૈનોને પણ સ્વપ્નમાં પણ જૈની મૂર્તિના દર્શન થયા, થાય છે. (૨૩) મેવાડી સિસોદિયા વંશના ક્ષત્રિયોના વંશજ શેઠ શાંતિદાસ, શેઠ લક્ષ્મીચંદ તથા પાછા તેમના પણ પુત્ર ખુશાલચંદ શ્રેષ્ઠિઓએ મુસ્લિમ બાદશાહોને પણ વશ કરી અનેક તીર્થોની રક્ષા કરાવી હતી. (૨૪) ભરૂચ જ્યારે ભીષણ અગ્નિપ્રકોપથી ભસ્મ થયેલ ત્યારે સિંહસૂરિજી નામના આચાર્ય ભગવંતે બ્રાહ્મણો વગેરે પાસેથી પણ ટીપ લઈને મુનિસુવ્રતસ્વામિ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવેલ હતો.
(૨૫) પાલિતાણાના ડુંગરે આવેલ નવ ટૂંકોમાથી ઉજમફઈની
ટૂંક જે છે તે તેણીના થયેલ લગ્ન નિમિત્તે તેણીએ ભાઈ પાસે માંગેલ દાયજાની મિલકતમાંથી ખડું થયેલ જિનાલય છે.
(૨૬) મહમદ નામના મુસ્લિમ બાદશાહે જ્યારે પાલિતાણા
તીર્થે આક્રમણ વિચાર્યું ત્યારે એંસી જેટલા બારોટોએ આત્મબલિદાન આપી તીર્થરક્ષા કરી હતી અને મુસ્લિમ બાદશાહ પાછો વળેલ હતો.
(૨૭) સમ્મેતશિખરજી તીર્થના પહાડ ઉપરની કતલખાનાની ક્રૂર
યોજનાને નિષ્ફળ કરવા કલકત્તાના બાબુ બહાદુરસિંહજીએ ચારેય તરફ સિન્દુરના ઢગલાઓ કરાવી અંગ્રેજોને અટકાવી દીધેલ હતા.
ઉપરોક્ત સંક્ષેપિત દૃષ્ટાંતો ફક્ત ઈશારો છે, તેથી ફક્ત ખ્યાલ આવી શકે કે શ્રાવક જીવનના પ્રથમ કર્તવ્યની જ તાકાત કેવી છે કે જેના કારણે અનેક સૂક્ષ્મ નિમિત્તો ખડા થાય છે. આ ઉપરાંત તો અનેક દૃષ્ટાંતો રજૂ કરી શકાય તેમ છતાંય લેખ મર્યાદાના કારણે આ પછીના બીજા કર્તવ્ય તરીકે
ગુરુપર્યુપાસ્તિની વિચારણાઓ રજૂ કરવા રજા લીધેલ છે. કારણ
કે પ્રથમ જિનેશ્વરો અને તેના તરત પછી જિનાજ્ઞાના સત્યપાલક ગુરુભગવંતો.
(B) ગુરુપપાસ્તિ
ગુરુ એમ બે અક્ષરો ગુણાતીત અને રૂપાતીત એવા સિદ્ધ ભગવંતરૂપી પરમોત્તમ ગુરુ સુધી પહોંચવા
For Private & Personal Use Only
www.jainelibrary.org