SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૪૭ હેમચંદ્રાચાયવર સંસ્કૃત જળસાહિધ્યમાં હેન-કુમાર સંબંધિત શ્વક રશ્ચનાઓ ડૉ. પ્રહલાદ ગ. પટેલ-વડનગર સંસ્કૃત સાહિત્યમાં રૂપક એ એક વિશિષ્ટ સાહિત્ય પ્રકાર છે. જેને અંગ્રેજીમાં Allegorical Tale કહે છે. રૂપકમાં અમૂર્તભાવોને મૂર્ત રૂપ આપી જીવંત પાત્રો રૂપે રજૂ કરવામાં આવે છે. અતિસૂક્ષ્મ ભાવો ઇન્દ્રિયગમ્ય નથી બનતા, તેથી તેમનો સાક્ષાત્કાર કરવા રૂપક, ઉપમા, સારોપા-સાધ્યવસાના લક્ષણ વ.નો ઉપયોગ કરી પાત્ર સર્જન કરાય છે. જૈન સાહિત્યમાં ભાવોનું માનવીકરણ-મોહરાજ, કાલપરિણિતિ રાણી, અહિંસા કુમારી, માનભટ, ક્ષાન્તિકન્યા વ. ખૂબ જાણીતા છે. હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળને કેન્દ્રમાં રાખી લખાયેલા રૂપકોની અહીં ચર્ચા છે. ઉપમિતિભવપ્રપંચાકથા વિશ્વવિખ્યાત રૂપક કથા છે. રૂપક કથાઓની આલેખન દ્વારા આપણને ઝાંખી કરાવે છે. ઉત્તર ગુજરાતના વીસનગરના વિદ્વાન ડૉ. પ્રહલાદભાઈ ગણેશદાસ પટેલ, જેમનો જન્મ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ખદલપુર ગામમાં ૧૯૩૮માં થયો. નાનપણથી જ અભ્યાસમાં આગળ વધવાની પ્રબળ તમન્ના હતી. તેથી બી.એ. કરીને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. જૈન સાધુઓ પરત્વે તેમનું ભારે મોટું આકર્ષણ હતું. જૈન ગ્રંથોનું વિશાળ વાંચન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજીના રૂપક ગ્રંથો વૈરાગ્યરતિ’ અને ‘વૈરાગ્યકલ્પલતા’ પર Ph.D. કર્યું. વડનગર આર્ટ્સ કોમર્સ કોલેજમાં પ્રારંભથી અંત સુધી સંસ્કૃતિના અધ્યાપક તરીકેની સુંદર કામગીરીથી વિદ્યાર્થીજગતમાં ભારે લોકચાહના મેળવી. જૈનસાહિત્ય, તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ હોઈને જૈન સાધુ ભગવંતોના વિશેષ પરિચયમાં આવવા લાગ્યા અને તેથી આધ્યાત્મિકતા અને યોગ પ્રત્યે વિશેષ અભિરુચિ કેળવાયાં. શ્રી પ્રહલાદભાઈએ જૈનતત્ત્વજ્ઞાન-સાહિત્ય આદિ પર ઘણાં સંશોધનાત્મક લખાણો લખ્યાં છે અને આજ સુધીમાં તેમના દ્વારા ઘણા જૈન ગ્રંથોમાં સંપાદકીય કાર્ય પૂરી નિષ્ઠા અને લગનીથી થયું છે. વિશ્વ વિખ્યાત જૈન ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદો પણ કર્યા છે. શ્રી પટેલ મોજીલા સ્વભાવના પણ ઘણા જ લાગણીશીલ છે. સેવા–સ્વાર્પણની ઉચ્ચત્તમ ભાવનાને જીવનમાં આત્મસાત કરી છે. જૈન સંઘો અને સંસ્થાઓએ તેમની સેવાનો ઉપયોગ કરવા જેવો છે. અમારી સાથેનો વર્ષો જૂનો સંબંધ અકબંધ રીતે જાળવી રાખ્યો છે. આ લેખક ડૉ. પ્રહલાદભાઈ પટેલને અને ગ્રંથ સંપાદકને ક્યારેય રૂબરૂ મળવાનું નથી બન્યું પણ પૂર્વભવનો કોઈ ઋણાનુબંધ હશે એટલે જ આ ગ્રંથ પ્રોજેકટ માટે તેમને ઘણી બધી દીલચસ્પી વર્ષોથી જોતા રહ્યાં છીએ ધન્યવાદ. –સંપાદક સંપર્કસ્થાન : ડૉ. પ્રહલાદ પટેલ, કનેરીનો માઢ, હાટકેશ્વર પાસે, નદીઓળ દરવાજો, વડનગર-૩૮૪૩૧૫, (જિ. મહેસાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy