________________
ઝળહળતાં નક્ષત્રો
૨૩
છે. શ્રી લબ્ધિસૂરિ સમુદાયના પૂ.આ.શ્રી વારિષેણસૂરિજી મહારાજશ્રીએ પચાસ વર્ષના સંયમજીવનમાં પાંચ હજાર દત્તી સહિત ઠામ ચોવિહાર આયંબિલ જેવા કરેલા ભીષ્મ તપની અનુમોદના ક્યા શબ્દોમાં કરવી? સિદ્ધાચલ શણગાર ઘેટીની પાગ તથા અઢીદ્વીપ સંકુલના પ્રેરણાદાતા આ.શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ.શ્રીએ શ્રી શત્રુંજયની ચોવિહાર (પાણી વગર) છઠ્ઠ કરી ૭ યાત્રા ૪૦૦ વાર કરી ધન્ય છે તેમની તપસ્યાને! યુગોયુગ સુધી યાદગાર બની રહે તેવા ઘણા તપસ્વીઓના પ્રત્યક્ષ દર્શન થયાં. સંયમધરોનું તપ-તેજ
(સં. ૧૬૦૧ થી ૧૭૦૦) આ સદીમાં હીરવિજયસૂરિ અને ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિજીના જ્ઞાન, તપ અને ચારિત્રના તેજ અને પ્રભાવથી જૈનસંસ્કૃતિનો ધ્વજ પુનઃ ગગનમાં લહેરાયો. આ બન્ને આચાર્યપ્રવરો અને તેમના વિદ્વાન શિષ્યોના
અપ્રમત્ત વિહાર અને વિદ્વતાથી પહેલી જ વાર દિલ્હીના દરબારમાં જૈનધર્મે તેનું ઊંચેરું આસન માંડ્યું. મોગલ સમ્રાટ : - અકબર આ સૂરિવરોથી ખૂબ જ પ્રભાવિત બન્યા. બાદશાહે અનેક બિરુદો આપી શાહી ઠાઠમાઠથી જૈનાચાર્યોને સન્માન્યા. શત્રુંજય, સમેદશિખર વગેરે ભેટમાં આપ્યું. યાત્રિકોના બધા વેરા માફ કર્યા. ભારતના તમામ જિનાલયોને બધી રીતે રક્ષણ આપ્યું.
“જિનપ્રતિમા, જિનમંદિરા કંચનના કરે જેહા! બહાચર્યથી બહુફળ લહે, નમો નમો શીયલ સુદેહ.” ભીષ્મ અને દુષ્કર-દુષ્કર કહેવાતા બ્રહ્મચર્યના પાલકો તે અણગારો લોકસંપર્કની પણ અપેક્ષા વગરના અલખ-નિરંજન જેવા જોવા મળી શકે છે. જેમ ન ઘરબાર, તેમ ન શણગાર. સંસ્થાઓ કે આયોજનો વગર . પણ તેઓ સ્વાધ્યાય, ધ્યાન, તપ કે ત્યાગ સાથે આધ્યાત્મિક જીવન આનંદ સાથે વ્યતીત કરી શકે છે. પૂર્વકાળમાં તો પૂર્વકોટિ વરસોના ચારિત્ર પર્યાયને ફક્ત મંત્રી પરેષાં હિતચિત્તનની શુભ ભાવનાઓ સાથે વિતાવી શકનારા શ્રમણો હતા, જેમનો મંત્રજાપ હતો “નિ:સ્પૃહત્વે માસુરમ્” પ્રતિપક્ષે વર્તમાનમાં ફાલેલા-ફૂલેલા વિલાસવાદની વચ્ચે પણ અનેક સાધુ-સાધ્વી ભગવંતો અનેક પ્રકારના અનુષ્ઠાનો-આરાધનાઓ કરી-કરાવી શ્રાવક-શ્રાવિકા વર્ગને ધર્માભિમુખ રાખવામાં જાગૃત જોવા મળે છે.
એક સમયે પાદલિપ્તસૂરિ, કાલકાચાર્ય, આકાશમાર્ગે વિચરનારા વજસ્વામી, પપુટાચાર્ય, ધનેશ્વરસૂરિ, માનતુંગસૂરિ, બપ્પભટ્ટસૂરિ અને આચાર્ય શીલાંક વગેરેએ જૈન શાસનને ભારેમોટું ગૌરવ અપાવી પોતાના તપતેની પ્રતીતિ કરાવી છે. આ જૈન શ્રમણો આત્મકલ્યાણની સાથે જનકલ્યાણની સાધના પણ કરતા રહ્યા હતા. વર્તમાનકાળમાં ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ, તપસમ્રાટ આચાર્ય રાજતિલકસૂરિજી હિમાંશુસૂરિજી, ભુવનભાનુસૂરિજી, કુમુદચંદ્રસૂરિજી આદિ અનેક સાધુઓએ તપ-તેજથી શાસનને ખરેખર ઝગમગાવ્યું છે.
પૂર્વે જેમ પૂજ્ય મુનિશ્રી રત્નસાગરજી મહારાજ, પૂજ્ય મુનિશ્રી જયંતમંડન મહારાજના ૧૮૦ ઉપવાસ જગપ્રસિદ્ધ બન્યા છે તેમ શત્રુંજય તીર્થમાં પણ તપસ્યાનો એક તાજો જ પ્રસંગ યાદગાર બની ગયો. નેમિસૂરિ સમુદાયના પ.પૂ.આ.શ્રી મહાયશસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી સોમસુંદરવિજયજી મ.સા.ના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org