________________
૨૦
જિન શાસનનાં
જિનેશ્વર ભગવંતો કરે છે. જિનશાસન તો માનવને જ સ્વતંત્ર અને પ્રમાણરૂપ સ્થાપીને વ્યાપક સમાજમાં સમતા-સમાનતાની ખીલવણી માટે વ્યવહારુ સિદ્ધાંતો આપે છે. માનવ પ્રામાણ્ય જ આજની કપરી વિષમતાઓમાં સર્વાગી સમતાની મધુરતા જન્માવી શકે. સામ્યદૃષ્ટિની ખીલવણી માટે જૈન દર્શને વિશ્વને “અનેકાન્તવાદ' (ચાવાદ)ની ભેટ આપી. કોઈપણ વસ્તુને અનેક દૃષ્ટિબિંદુઓથી જોઈ શકાય. કેવળ સ્વદૃષ્ટિને જ અંતિમ સત્ય ન માનતાં બીજાની દૃષ્ટિનો પણ આદર કરવો જોઈએ. આવી સામ્યદૃષ્ટિ અનેકાન્તની નક્કર ભૂમિકા છે.
શાસનનો સુવર્ણકાળ ઃ ઝળહળતાં નક્ષત્રો
શાસનના ભવ્ય ભૂતકાળ પર નજર કરીએ છીએ ત્યારે એ વાતની જરૂર પ્રતીતિ થાય છે કે આર્યકુળ અને આર્યદેશને સાર્થક કરનારા અનેક પ્રભાવકો પોતાના જ્ઞાનઉજાસથી શાસનને અનોખી સિદ્ધિ અને સમૃદ્ધિથી શોભાવી ગયા. જ્ઞાનસાધના, ઉગ્ર
તપશ્ચર્યા અને સંયમની સુવાસથી મઘમઘતા જૈનશાસનના આ ઉદ્યાનમાં રહીને પૂર્વના પ્રતાપી પુરુષોએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું. પ્રતાપી પૂર્વજોએ પોતાના સુવર્ણભંડારો ખુલ્લા મૂકી, કલાના નમૂના સમાન ગગનચુંબી જિનાલયો બંધાવ્યાં, તો પ્રતિભાસંપન્ન તાર્કિકોએ “સન્મતિ તર્ક, “અનેકાન્તજયપતાકા” અને “સ્યાદ્વાદમંજરી' જેવા મૂલ્યવાન ગ્રંથોનો આપણને વારસો આપ્યો. વળી દ્વાદશાર નયચક્ર, રત્નાકરાવતારિકા જૈન તર્કભાષા વાદસમર્થકોએ વાદચર્ચામાં અસાધારણ બુદ્ધિભવ દાખવ્યો. સાક્ષરોએ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને અન્ય ભાષાઓનું ખેડાણ કરી અમૂલ્ય રહસ્યોનું આલેખન કર્યું. આદર્શ બ્રહ્મચારીઓએ કામદેવને એના ઘરમાં જઈને જીતી લીધો, તો નટોએ નાચતાં અને નાટક કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. પારણામાં જ અગિયાર અંગ ભણી જતાં બાળકો વગેરેએ અપૂર્વ ઇતિહાસને સર્જી જૈનશાસનને વિશ્વના ઇતિહાસમાં અભુત સ્થાનનું અધિકારી બનાવ્યું છે. વિક્રમની અગિયારમી સદીમાં પ્રદ્યુમ્નસૂરિજી, ધનંજયસૂરિજી, ગોવિંદાચાર્ય, સૂરાચાર્ય, વાદીવેતાલ શાંતિસૂરિજી, મહેન્દ્રસૂરિજી, જિનેશ્વરસૂરિજી, બારમી સદીમાં માલધારી અભયદેવસૂરિજી, મલધારી હેમચંદ્રસૂરિજી, આનંદસૂરિજી, અમરચંદ્રસૂરિજી, જિનદત્તસૂરિજી વગેરેએ જૈન શાસનની પ્રભાવનાનું ગજબનું કામ કર્યું છે. લાખ લાખ વંદનાઓ એ પુણ્યપ્રભાવકોને. હકીકતે શાસનના આ ઝળહળતા તારલાઓ ભારતીય આર્યપ્રજામાંથી જ પાક્યા. પ્રજાનું ખમીર, સત્વ અને તેની સંપત્તિ વગેરે એવા ન્યાયસંપન્ન અને નીતિસંપન્ન હતા કે આમ થવું સહજ હતું.
તીર્થકર દેવોના પ્રબળ પુણ્યવંતા સમયગાળામાં જૈનશાસનની આબાદી અને સમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી. શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ રેલાયો. એ સૌનાં જીવનકવન ભવ્ય હતા. તેઓના ઉપદેશથી જ જૈનો સદાચારની જીવંત મૂર્તિરૂપ બનતા. શ્રમણોમાં અલૌકિક બુદ્ધિવૈભવ હોવા છતાં નિરભિમાની રહીને સર્વદા સુલભ, સુગમ શાસ્ત્રોની રચના કરીને સાચા અર્થમાં આપણા કલ્યાણમિત્ર બન્યા. ભૂતકાળના એ ભવ્યાતિભવ્ય વારસાને અંતરની અનંત વંદનાઓ!
લોકોત્તર શાસનની લોકોત્તર વાતો અને વિશેષતાઓના વિશ્લેષીકરણ પછીની પંક્તિઓ પ્રતિક્રમણમાં પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org