________________
மா போ ம
ார் நாம்
‘નંદલાલભાઈ દેવલૂક જન્મથી જૈન નથી' એવું કોઈ સાંભળે તો કદાચ માને નહિ, પણ... આ હકીકત છે. પણ એમના દ્વારા પ્રકાશિત દળદાર ગ્રન્યો જોતાં તેઓ કર્મથી જૈન લાગે છે. હીરાલાલ રસિકદાસ કાપડીયાએ ઘણા જૈન ગ્રન્થોના સંપાદન-સંશોધન કર્યા હતા. તેઓના દાદા વૈષ્ણવ હતા,
પણ પ્રભુ-પ્રતિમાના અચાનક આગમનથી રસિકદાસ જૈન બન્યા ને હીરાલાલભાઈ પણ તેમને પગલે જૈન બન્યા. નંદલાલભાઈ દેવલૂક પણ
આવી જ કોઈ ઘટનાથી જૈન દર્શન પ્રત્યે આકર્ષાયા હોય તેવું એમનું ‘પુરોવચન’ વાંચતા જણાય છે. તેમનો જૈન દર્શન પ્રત્યેનો પ્રેમ ઉત્કટ છે. એ પ્રેમ સતત વધતો રહે-વિસ્તરતો રહે, એવી શુભેચ્છા પાઠવીએ છીએ. એમનો આ ‘જિન શાસનના ઝળહળતા નક્ષત્રો' નામનો ૨૭મો ગ્રન્થ (૨+૭=૯) નવના આંકડાની જેમ જિનશાસનની અખંડ કીર્તિ-ગાથા ફેલાવતો રહે - એવી શ્રદ્ધા સાથે... -વિજય કલાપ્રભસૂરિ, પાલીતાણા. વિ.સં. ૨૦૬૭, અષા. સુ. ૮,
૮-૭-૨૦૧૧ શ્રી સિદ્ધાચલ મહાતીર્થે - પાલીતાણા નગરે આધોઈ-મુંબઈ નિવાસી માતુશ્રી વિંઝઈબેન મેઘજીભાઈ ચરલા શ્રીમતી ભાનુબેન ખેતશી મેઘજી ચરલા પરિવાર આયોજીત ભવ્ય ચાતુર્માસ. દિવ્યાશિષ: અધ્યાત્મ યોગી, કચ્છ વાગડ દેશોદ્ધારક પ.પૂ.આ. દેવ શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા. સોહામણી નિશ્રા: કચ્છ વાગડ સમુદાયનાયક પૂ. આચાર્યશ્રી કલાપ્રભસૂરિજી મ.સા., પૂ.પં. શ્રી કલ્પતરૂવિજયજી મ.સા., પૂ.પં. શ્રી કીર્તિચન્દ્રવિજયજી મ.સા., પૂ.પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ.સા., પૂ.પં.શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા., પૂ.પં. શ્રી મુનિચન્દ્રવિજયજી મ.સા. આદિ ૩૭ સાધુવૃન્દ તથા ૩૩૫ સાધ્વીવૃન્દ. આરાધના સ્થળ : શ્રી ખીમઈબેન ધર્મશાળા- હાડેચાનગર ધર્મશાળા- શ્રી સાંચોરી ભવન ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા.