________________
૩૪૪
વિમલવસહી સામે પૂર્વમાં હસ્તિશાળા આવેલી છે. સાદાસ્તંભો વચ્ચે કાળા પથ્થરની મંડપયુક્ત જાળીવાળી દિવાલો ધરાવતી લંબચોરસ નીચા ઘાટની હસ્તિશાળાને ચાર દ્વાર છે. એના પૂર્વ દ્વારે બે મોટા દ્વારપાલ છે. એને અડીને જ કાળા પથ્થરના બે સ્તંભોવાળું તોરણ આવેલું છે. હસ્તિશાલાની અંદર સામે જ વિમલમંત્રીની લેખ વિનાની અશ્વારૂઢ છત્રધારી મૂર્તિ છે. આ ઉપરાંત અહીં આરસના દશ હાથીઓ ગોઠવેલા છે. હસ્તિશાળાની વચ્ચે મંત્રી ધંધુકે વિ.સંવત ૧૨૨૨ (ઇ.સ. ૧૧૬૬)માં કરાવેલું આરસનું આદિનાથનું સમવસરણ છે.
વિમલવસહીના મૂળ ગભારામાં મૂળનાયક આદીનાથની સપરિકર–પંચતીર્થી મૂર્તિ આવેલ છે. ગૂઢમંડપમાં પાર્શ્વનાથની બે કાઉસગ્ગ મૂર્તિ છે. પ્રત્યેક મૂર્તિ પરિકરમાં બન્ને બાજુ થઈને ચોવીસ જિનમૂર્તિ છે. બે ઇન્દ્રો અને શ્રાવક-શ્રાવિકાની મૂર્તિઓ કોતરેલી છે. પાર્શ્વનાથના માથા પર માલાધર યુગલ શિલ્પો અને અર્ધવૃત્તાકાર કમાનના ગજસ્વારીનું દ્રશ્ય છે.
વિમલવસહીની હસ્તિશાલાનાં પશ્ચિમ તરફનાં મુખ્ય પ્રવેશના બારણામાં એક મોટા અશ્વ પર મંત્રી વિમલશાહ બેઠેલ છે. એના મસ્તક પર એક પુરુષ છત્ર ધરીને ઉભો છે. એની પાછળનું સમવસરણ વિ.સંવત ૧૨૧૨ની હોવાનું એની પાટલીના લેખ પરથી જણાય છે. હસ્તિશાલાના એક ખૂણામાં શ્રીલક્ષ્મીદેવીની મૂર્તિ છે. હસ્તીશાલામાં ત્રણ પંક્તિઓમાં આરસમાં સુંદર કામગીરીવાળાં ૧૦ હાથી છે. આ હાથીઓ પર સવારી કરનારા પુરુષો વિમલના કુટુંબીજનો હશે એમ કહી શકાય.
ગિરનાર (ગુજરાત) પર આવેલ નેમિનાથનું મંદિર ગુજરાતનું મહત્ત્વનું બોતેર જિનાલય છે. મૂળના લાકડાના દેરાસરનું સિદ્ધરાજના મંત્રી સજ્જને પથ્થરમાં રૂપાંતર કરાવ્યું હતું. આ દેરાસર જગતી પર આવેલું છે. આ દેરાસર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, ત્રિકમંડપ, રંગમંડપ, દેવકુલિકાઓ અને બલાનકનું બનેલું છે. શ્યામ પથ્થરની નેમિનાથની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. દેરાસરનું સંપૂર્ણ નવનિર્માણ થયું હોવાથી એની અસલ શિલ્પસમૃદ્ધિ અતિ જૂજ સ્વરૂપે સચવાઈ છે.
વિમલવસહી પાસે તેજપાલે ભવ્ય દેરાસર આબુમાં બંધાવ્યું તેના પુત્ર લૂણસિંહના મરણની યાદમાં ‘લૂણવસહી’
Jain Education Intemational
જિન શાસનનાં
નામે જૈન નેમિનાથ ભગવાનનું દેરાસર બાંધવામાં આવ્યું. દેરાસરનો ગભારો, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાનક (દ્વારમંડળ), હસ્તિશાલા વગેરેનું બનેલું છે. મૂળ ગભારાની નેમિનાથની શ્યામ પાષણમૂર્તિની પ્રતિષ્ઠા શ્રી જયસેનસૂરિના હાથે વિક્રમસંવત ૧૨૮૦ (ઇ.સ. ૧૨૩૦૩૧)માં થઈ હતી. વિક્રમસંવત ૧૩૬૮માં વિમલવસહી સાથે લૂણવસહીના અસલ ગભારા અને ગૂઢમંડપનો નાશ થયેલો, એનો જીર્ણોદ્વાર વિક્રમસંવત ૧૩૭૮માં પેથડશાહે કરાવ્યો હતો. આ દેરાસરમાં વિમલવસહીના જેવું જ અપૂર્વ કોતરણીકામ છે. મંદિરોની દિવાલો, દારો, સ્તંભો, મંડપો, તોરણો, છતો વગેરેમાં ફુલછોડ, વેલ, બુટ્ટા, હાંડી, ઝુમ્મર વગેરેની અનેક આકૃતિઓ તથા મનુષ્યજીવન સાથે સંબંધિત અનેક પ્રસંગો લગ્ન–ચોરી, નાટક, સંગીત, રણસંગ્રામ, પશુઓની સાઠમારી, સમુદ્રયાત્રા, સાધુ-સાધ્વીઓ, શ્રાવકશ્રાવિકાઓની ઉપાસના, ક્રિયાઓ, તીર્થાદિમાં વ્રતો, મહાપુરુષો અને તીર્થંકરોના જીવનપ્રસંગો બારીકાઈથી કોતરેલા છે.
ગર્ભગૃહમાં મૂળનાયક નેમિનાથ ભગવાનની મૂર્તિ શ્યામ પાષણની છે. વળી ત્યાં જ પંચતીર્થિ-સપરિકરની ભવ્યમૂર્તિ છે. ગૂઢમંડપમાં પાર્શ્વનાથની મનોહર કાઉસગ્ગિયા મૂર્તિ છે. મંદિરની દેવકુલિકાઓમાં વિવિધ તીર્થંકરોની મૂર્તિઓ ઉપરાંત દીવાલો તથા સમતલ છતોમાં જૈનધર્મને અભિપ્રેત જુદા જુદા ભાવો—દ્રશ્યો કોતરેલાં છે. આમ, આબુમાં આવેલા જૈન દેરાસરો ભાવિજનોને મોહિત કરી લે છે.
ગુજરાત જૈનધર્મનું કેન્દ્ર આ સમયથી ગણાવા લાગ્યું. આ સમય દરમિયાન ગુજરાતમાં અનેક દેરાસરો અને ઉપાશ્રયો રાજનો અને મંત્રીશ્રીઓએ બંધાવ્યા. સમકાલીન સાહિત્યના વર્ણનો પરથી તો એમ લાગે છે કે જાણે આ સમય દરમ્યાન ગુજરાત જૈન ધર્મના જબરજસ્ત પ્રભાવ હેઠળ આવ્યું હતું. ગુજરાતના લગભગ પ્રત્યેક ગામમાં જૈન દેરાસરો બંધાયેલાં જણાય છે. જૈનધર્મને ગુજરાતમાં લોકપ્રિયતાની ટોચ પર લઈ જનાર કુમારપાળ હતો અને ત્યારબાદ વસ્તુપાલ— તેજપાલ હતાં. રાજ્યાશ્રય નીચે જૈન ધર્મને લગતા સાહિત્યનો પણ અકલ્પ વિકાસ થયો. હેમચન્દ્રાચાર્ય જેવા મહાપ્રતિભાશાળી આચાર્યનો પણ આમાં ઘણો ફાળો હતો અને બીજા સંખ્યાબંધ જૈન સાધુઓએ પણ પોતાના ચારિત્ર્ય અને જ્ઞાન દ્વારા જૈનધર્મને લોકભોગ્ય બનાવ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org