________________
૨૯૪
છે. પરંતુ બધા જ તહેવારોની ઉજવણીમાં એક વાત નજરે ચડે છે કે તેમાં મોજ-શોખ, આનંદ-પ્રમોદ અને ઇન્દ્રિયોને પોષવાની પ્રવૃત્તિ કરવાની હોય છે. દા.ત. ખ્રિસ્તીઓ નાતાલમાં નાચ–ગાન કરે અને ખાણી-પીણી દ્વારા ઉજવે છે. હિંદુઓ દિવાળીમાં ઘરને સજાવે, નવા કપડા પહેરે, મેવા, મિષ્ટાન્ન વગેરે દ્વારા ઉજવણી કરે. મુસલમાનો રોજા કરે પણ સવારથી સાંજ કશું ખાયપીએ નહીં પણ સાંજ પછી ચાલુ થઈ જાય. વળી અમુક તહેવારોમાં મેળા ભરાય છે. જેમાં હરવા–ફરવાનું ને મોજમસ્તી કરવાની એવું જ જોવા મળે છે. જ્યારે જૈનોના તહેવારોને પર્યુષણ પર્વ તરીકે આપણે ઓળખીએ છીએ. તેમાં આત્માને ઉન્નત-શાંત અને પવિત્ર કેવી રીતે બનાવવો તેની જ વાત છે. હરવા-ફરવાને, ખાવા-પીવાને તેમાં પ્રાધાન્ય નથી અપાતું. સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, પૌષધ, આયંબિલ, એકાસણા વગેરે દ્વારા આત્માને સ્થિર કરવાની વાત છે. શક્તિ, સમય અને સંપત્તિનો દુર્વ્યય અટકાવી સ્વ અને પરના કલ્યાણમાં તેનો સર્વ્યય કરવાની વાત છે. દયા-ક્ષમા-કરુણા વગેરે આત્માના મૂળ ગુણ છે તેને વિકસાવવાની વાત છે. પર્યુષણ પર્વ, મહાવીર જન્મકલ્યાણક, જ્ઞાનપંચમી, આયંબિલ ઓળી અને સંવત્સરીને જૈનો તપ, ત્યાગ અને અંતરના ઉલ્લાસથી ઉજવે છે. સાદાઈ ને સરળતાને પ્રાધાન્ય આપવામાં આવે છે.
(૧૩) મૃત્યુ એક મહોત્સવ :— જન્મ અને . મૃત્યુ એ સનાતન સત્ય છે. મૃત્યુ વિવિધ પ્રકારે થાય પણ જૈન ધર્મમાં—દર્શનમાં મૃત્યુના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) અકામ મરણ-ઇચ્છા વિના, રૌદ્ર ધ્યાન કરતાં, અશુભ ધ્યાને મરવું તે અજ્ઞાનીનું મરણ છે, અકામ મરણ છે. જે જીવને દુર્ગતિમાં ધકેલે છે, સંસાર વધારે છે.
(૨) સકામ મરણ—જ્યારે વિવિધ પ્રકારની સાધના–આરાધનાથી મૃત્યુને સામેથી નિમંત્રણ આપીને, વધાવીને મરવું તે સકામ મરણ. તેનાથી જીવની સદ્ગતિ થાય છે. પરિત્ત સંસારી બને છે, અને મોક્ષની નજીક પહોંચે છે. આજીવન અનશન આરાધના દ્વારા આખા જીવન દરમિયાન કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરી, ચારેય આહારનો ત્યાગ કરી, જગતના સર્વ જીવોને ખમાવી, શરીરનું મમત્વ દૂર કરી, ચાર શરણા અંગીકાર કરી કોઈપણ જાતની ચિંતા કે હાય–વોય વિના મૃત્યુને ભેટવું એ સમાધિ મરણ છે. પંડિત મરણ છે. આવું મૃત્યુ એ મૃત્યુ નથી પણ મહોત્સવ છે. અદ્ભુત અને અપૂર્વ લ્હાવો
Jain Education International
જિન શાસનનાં છે. દરેક જૈન જે વાસ્તવમાં આચારે જૈન છે તે શ્રાવક હોય કે શ્રાવિકા, સાધુ હોય કે સાધ્વી દરેકની અંતરની ઇચ્છા હોય છે કે તેનું મૃત્યુ સંથારા સહિતનું પંડિતમરણ હોય. (૧૪) સમતા ધર્મનું પ્રતિપાદન :~
જૈન ધર્મ ઊંચ–નીચ, શ્રેષ્ઠ-શૂદ્ર વગેરે જન્મથી નહીં પરંતુ કર્મથી માને છે. જેના કર્મ શ્રેષ્ઠ હોય તે જન્મથી શૂદ્ર હોય તો પણ મહાન છે. જ્યારે જન્મથી ઉચ્ચ કુળમાં જન્મેલો હોય પણ તેના કાર્યો નીચ હોય તો તે શૂદ્ર જ છે. વળી જૈન ધર્મ તેના આચાર પ્રમાણે જે સ્વીકારી શકે, પાળી શકે તે અંગીકાર કરી શકે છે. તેમાં જ્ઞાતિબાધ નથી હોતો. ભગવાન મહાવીરના ૧૧ ગણધર બ્રાહ્મણ હતાં. મેતાર્ય મુનિ હરિજન તો રિકેશી મુનિ ચાંડાલ હતા. ભગવાનના અનુયાયી મોટાભાગના રાજાઓ ક્ષત્રિય હતા. વળી સ્ત્રી અને પુરુષને પણ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. સ્ત્રીને પણ મોક્ષની અધિકારી બતાવી છે. આમ સમતા ધર્મનું પ્રતિપાદન માત્રને માત્ર જૈન ધર્મમાં જ જોવા મળે છે. કોઈ ધર્મ સ્ત્રીને નીચી ગણે છે, તો કોઈ ધર્મમાં વળી જન્મ આધારિત જ સ્થાન મળે છે. આમ જૈન ધર્મ એ રીતે પણ ગૌરવશાળી છે.
(૧૫) કરુણા, શાકાહાર, રાત્રિભોજન ત્યાગજૈન ધર્મની અમૂલ્ય દેન :—
જૈન ધર્મ માંસાહારનો કટ્ટર વિરોધ કરે છે. જૈન ધર્મ માને છે કે દરેક જીવને જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી. જીવ માત્ર પ્રત્યે કરુણા અને મૈત્રીભાવ તથા દરેક જીવોને અભયદાન એ જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. તમને જે નથી ગમતું તે તમે કોઈને માટે પણ ન કરો એમ તે માને છે. અન્ય ધર્મો માનવને ન મારવાનું કહે છે. પરંતુ પશુ–પ્રાણીઓ પ્રત્યે દયાભાવ નથી રાખતા, તેનો ભગવાનને ભોગ ધરાવે છે. વળી માંસાહારને ખરાબ માનતા નથી. એક જૈન ધર્મ જ એવો છે જે માંસાહારને નરકનું દ્વાર માને છે. વળી માંસાહાર નિષેધનું સૌથી પ્રાચીન પ્રમાણ પણ જૈન સાહિત્ય અને જૈન પરંપરામાં જ જોવા મળે છે. વળી શાકાહારમાં પણ મીતાહાર અને કંદમૂળત્યાગ એ વિશ્વના કોઈપણ ધર્મમાં નહીં હોય.
રાત્રે ભોજન કરવાથી તબિયત બગડે છે તેથી શ્રાવકો અને સાધુઓને તો રાત્રિભોજન ત્યાગ ભગવાને ફરમાવ્યો જ છે પરંતુ હવે તો ડોક્ટરો પણ કહે છે કે રાત્રે ભોજન કરવું જોઈએ નહીં. સૂર્યપ્રકાશની હાજરીમાં જમવું એ જ શરીર માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org