________________
ઝળહળતાં નક્ષત્રો
૨૬૧
જળ ધર્મ એ વિશ્વધર્મ છે (વિશ્વને જૈન દર્શનની મહાન દેન)
-પારૂલબેન ભરતકુમાર ગાંધી
વિશ્વના વિવિધ ધર્મોના તત્ત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે અન્ય ધર્મોની તુલનાએ જૈન ધર્મના વિશાળ ફલક ઉપરનું તત્ત્વજ્ઞાન ઘણું જ શ્રેષ્ઠ અને સુંદર છે. જ્યાં અન્ય ધર્મનું તત્ત્વજ્ઞાન પૂર્ણતા પ્રાપ્ત કરે છે ત્યાંથી જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન શરૂ થાય છે.
જૈનધર્મનું તત્ત્વજ્ઞાન એ આત્મવાદ અને અધ્યાત્મવાદની સાચી સમજણ આપે છે. આજે ભૌતિકતાની ભયાનક ભૂતાવળે સમગ્ર વિશ્વને ચારે બાજુથી અજગરી : ભરડો લીધો છે. ચાર પુરષાર્થમાંથી ધર્મ અને મોક્ષ ભુલાઈ ગયા છે. જ્યારે અર્થ અને કામ ચારે બાજુ છવાઈ ગયા છે. માનવીના સુખ-શાંતિ હણાઈ ગયા છે. અરિહંત ભગવાન દ્વારા પ્રરૂપિત આગમોમાં આજના માનવીની બધી જ સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. હિંસાના સામ્રાજ્ય વચ્ચે અહિંસાનું અમૃતપાન કરાવી શાંતિ આપી શકે તેમ હોય તો તે માત્ર જૈનદર્શન જ છે.
પરિગ્રહ અને સ્વાર્થે આજના માનવીને એકલપટો બનાવી દીધો છે ત્યારે પરિગ્રહને નાથવાનો એકમાત્ર ઉપાય જૈનદર્શન જ છે. આ ધર્મના આદર્શો અને સિદ્ધાંતો એ વિશ્વને જૈનદર્શનની મહાન દેન છે. રાજકોટના જાણીતા લેખિકા શ્રીમતી પારૂલબહેન ભરતકુમાર ગાંધીએ આ જૈનદર્શનના ઘણા બધા પાસાઓને આવરી લઈને સૌને માટે સુંદર માહિતી રજૂ કરી છે.
આ લેખમાળાના લેખિકા શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી ધોરાજીનિવાસી શ્રી વિનયકાંત પી. બખાઈના સુપુત્રી છે. M.A. સુધી વ્યવહારિક અભ્યાસ તથા જૈન ધાર્મિક શ્રેણીની ૧રમી શ્રેણી સુધી પરીક્ષાઓ પાસ કરેલ છે. લેખિકા બહેનનો પરિચય જોઈએ.
* T.Y.B.A.માં યુનિવર્સિટી પ્રથમ આવવા બદલ શ્રી ગંગારામ ગંઠા સુવર્ણચંદ્રક તે સમયના આરોગ્ય મંત્રી શ્રી મનોહરસિંહજી જાડેજાના હસ્તે પ્રાપ્ત કરેલ છે. નાનપણથી જ લેખનનો શોખ હતો. અભ્યાસ પૂર્ણ થતાં લખવાનું શરૂ કરેલ. મોટે ભાગે ધાર્મિક તત્ત્વજ્ઞાન, બોધદાયક ટૂંકી વાર્તાઓ, સાંપ્રત સમસ્યાઓ વિષે લખતા. તેમનો એક મોટો ચાહકવર્ગ છે. જેમણે તેમના લેખોને ખૂબ વખાણ્યા છે. નીચેના માસિકોમાં તેમના લેખો અવારનવાર પ્રગટ થતાં હોય છે. જૈન ક્રાંતિ, જૈન પ્રકાશ, સંકલ્પસિદ્ધિ, ગોંડલ ગચ્છ ગૌરવ, પ્રબુદ્ધ જીવન કાઠિયાવાડ જૈન આધ્યાત્મિક વિજ્ઞાન ગુજરાત સમાચાર સત્સંગપૂર્તિ તેમજ આજ-કાલ દૈનિકની માનુષી પૂર્તિમાં તેમના ઘણા ધાર્મિક લેખો તથા સાંપ્રત સમસ્યાઓને લગતા અનેક લેખો પ્રગટ થયા છે. પર્યુષણ પર્વ દરમ્યાન સાધુ-સાધ્વીજીથી વંચિત ક્ષેત્રોમાં ધર્મારાધના કરાવવા જાય છે. જેમાં ઉભયકાળ પ્રતિક્રમણ સાથે પ્રાર્થના-પ્રવચન આદિ કાર્યો કરાવવાના હોય છે. * ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા પ્રસારિત થતા “રત્નકણિકા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org