________________
પત્રી (તા. મુન્દ્રા-કચ્છ)માં ચાતુર્માસ બિરાજમાન અચલગચ્છીય ગણિવર્ય મહોદયસાગરજી મ.સા.ના વરદ
હસ્તે ૩૫ શ્રાવકોએ કેશલોચન કરાવેલ છે. તેમાંથી ૨૧ શ્રાવકો ઉપરોક્ત તસવીરમાં દષ્ટિગોચર થાય છે. જૈિન મુનિની પ્રેરણાથી કચ્છની ૮૦ પાંજરાપોળોને પશુ દીઠ ૨-૨નું અનુદાન
( પત્રી (તા. મુન્દ્રા-કચ્છ)માં ચાતુર્માસ બિરાજમાન અચલગચ્છીય આગમ અભ્યાસી જૈન મુનિ ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા.એ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે જીવદયા વિષે વિશદ વિવેચન કરીને કચ્છની ૮૦ જેટલી પાંજરાપોળોમાં રહેલા લગભગ ૭૫ હજાર જેટલા પશુઓ માટે પશુ દીઠ ઓછામાં ઓછા ૨-૨- રૂપિયા દરેક પાંજરાપોળમાં અર્પણ કરવા માટે જોરદાર પ્રેરણા કરતાં ગિરિશ વિસનજી દેઢિયા નામના દાનવીર શ્રાવકે ઉદ્ઘોષણા કરી કે આજે સાંજ સુધીમાં સંઘમાંથી જેટલી રકમ એકત્રિત થશે તેટલી રકમ મારા તરફથી આપીશ. પરિણામે નાના સંઘમાં પણ જોતજોતામાં ૭૨ હજારથી અધિક રકમ એકત્રિત થતાં ગિરિશભાઈએ તેટલી જ રકમ બીજે જ દિવસે અર્પણ કરી. ટૂંક સમયમાં કચ્છની તમામ પાંજરાપોળોના પ્રતિનિધિઓને પછી બોલાવીને મ.સા.ની નિશ્રામાં રકમ અર્પણ કરવામાં આવશે. અગાઉ નેમિનાથ ભગવાનના દીક્ષા કલ્યાણક નિમિત્તે મ.સા.ની પ્રેરણાથી પત્રીની ૧૦૦૦ જેટલી ગાયોને નવકારમંત્રની ધૂન સાથે ગોળ ખવરાવવામાં આવેલ. તથા ગેરકાયદે કતલખાને જતા જીવોને છોડાવીને પાંજરાપોળોમાં જમા કરાવતી સંસ્થા ગીતાબેન રાંભિયા મૃતિ અહિંસા ટ્રસ્ટને પણ મ.સા.ની પ્રેરણાથી એક સગૃહસ્થ તરફથી માતબર રકમ મોકલવામાં આવેલ.
સૌજન્ય : શ્રી પછી જૈન દેરાવાસી સંઘ (ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર) મુંદ્રા (કચ્છ) ૩૭૦૪૨૫
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org