________________
૨૨૪
પોતાને ત્યાં જ જ્ઞાનતુંગ નામના જ્ઞાની આચાર્યશ્રીએ ચાતુર્માસ વીતાવ્યું, પણ પલ્લીપતિ વંકચૂલની શર્ત પ્રમાણે ચાર માસ સુધી કોઈ ધર્મોપદેશ ન આપ્યો. પણ આચારવંત મહાત્માઓની અસર રાજપુત્ર વંકચૂલ ઉપર એવી પડી કે છેલ્લે વિહારપૂર્વે ગુરૂદેવે આપેલ ચાર નિયમો આજીવન માટે ગ્રહણ કરી લીધા, એટલું જ નહીં જીવનાંત સુધી નિમ્નાંકિત નિયમો દ્રઢતાથી પાળ્યા.
(૧) અજાણ્યું ફળ ન ખાવું, (૨) કાગડાના માંસનું ભક્ષણ ન કરવું, (૩) રાજાની રાણી ઇચ્છે તો પણ તેની સાથે કોઈ સંબંધ રાખવો નહીં, (૪) પ્રહાર કરવો જ પડે તો જીવહિંસાના પાપના ભય સાથે સાત ડગલા પાછા હટી પછી જ પ્રહાર ફેંકવો.
પેઢાલપુર નગરના રાજા શ્રીચૂલ અને રાણી સુમંગલાનો તે પુત્ર હતો પણ જુગારનો વ્યસની બનવાથી દેશપાર કરવામાં આવેલ. પરણિત હતો પણ એક પગમાં ખોડ હોવાથી લંગડી ચાલને કારણે પુષ્પચૂલને બદલે વંકચૂલ તરીકે ઓળખાતો હતો. પાપોદયથી જંગલમાં પત્ની અને બહેન સાથે ગયો અને ત્યાં જ ધાડપાડુઓનો સરદાર બની ગયો હતો.
સાધુ મહાત્માઓના તપ, સ્વાધ્યાય, સાધના બળથી પ્રભાવિત તેણે ચાર નિયમ જે લીધા, તેના કારણે જ તે ચાર મહાસંકટથી બચ્યો. અજાણ્યા ફળ ખાનાર મૃત્યુ પામી ગયા તે બચી ગયો. એક દિવસ બહેન અને પત્નીની હત્યા ગેરસમજમાં આવી કરવા જતાં સાત ડગલા પાછો વળ્યો, તેમાં ખડ્ગ ભીંત સાથે ટકરાતા અવાજ થયો અને બહેન જાગી જતાં હત્યા ટળી ગઈ. બે ોના પ્રાણ બચી ગયા. રાણી સાથે વિષમ પ્રસંગમાં પણ તે નિયમબદ્ધ રહ્યો જેથી સજા પામવાને બદલે સામંત બની ગયો અને અંતે યુદ્ધમાં ઘાયલ થતાં દવારૂપે પણ કાગડાનું માંસ ન ખાતાં મરણાંત વેદના પામ્યો પણ મનમાં પ્રતિજ્ઞા વસેલી હોવાથી પ્રાણથી પ્યારી પ્રતિજ્ઞા બનાવી. સમાધિ માટે બધુંય વોસરાવી, સૌને ખમાવી, ચાર શરણ સ્વીકારી અંતે મહામંત્ર નવકારના સ્મરણ સાથે દેહત્યાગી બની ગયો પણ અંત સમયના નવકાર અને આરાધનાએ સીધો જ શ્રાવકપણાથી બારમા દેવલોકે સીધાવી ગયો, જેથી ઉપર કોઈ શ્રાવક ઉર્ધ્વગતિ પામતા પણ નથી. કથાનુયોગ કહે છે કે અંતે તો તે રાજવી જ હતો, ગુણીયલ હતો, સંજોગથી દોષિત થયેલ પણ આગામી ભવોમાં સિદ્ધિને વરશે.
Jain Education International
જિન શાસનનાં
૫૯. ભીમા કુંડલીયાનું સર્વસ્વદાન
ભીમા કુંડલીયા નામનો તે શ્રમજીવી શ્રાવક હતો. રોજેરોજનું કમાય અને રોજ-રોજનો ખર્ચો કાઢે. પુણીયા શ્રાવકની જેમ પતિ-પત્ની બેઉ સંતોષી હોવાથી આવતી કાલની ચિંતા કર્યા વગર ધર્મની આરાધના ચોખ્ખી કરતા હતા. હૈયામાં જિનધર્મ વસેલો હતો તેટલો પુણ્યોદય હતો પણ સાથે લાભાંતરાય કર્મની શિરજોરી હોવાથી આવેલ ધન વધતું ન હતું કે ઘર ખર્ચ થયા પછી ટકતું પણ ન હતું. છતાંય તેવી સ્થિતિમાંય લાચારી ભરેલી પરિસ્થિતિનો અનુભવ નહોતો કર્યો કે પોતાની શુદ્ધ કોટિની ધર્મારાધના છોડી ન હતી.
દરરોજની જેમ એક દિવસ પાંચ દ્રમ્ભનું ઘી ખરીદી સાત દ્રમ્સમાં વેંચી નાખી, કમાણીના બે દ્રમ્મથી ખુશ થતો ઘર તરફ તે પાછો વળતો હતો ત્યારે રસ્તામાં એક જૈન શ્રેષ્ઠીને ત્યાં શત્રુંજય તીર્થના મૂળનાયક આદિનાથ પરમાત્માના જિનાલયની જીર્ણોદ્ધારની ટીપ ચાલતી જાણી. ધાર્મિકતા હૈયે બેઠેલી હોવાથી નબળી સ્થિતિ છતાંય મહાજનની પાછળ સભામાં ગોઠવાઈ ગયો. જ્યાં હજારો-લાખોની રકમો લખાવવાની ગોઠવણી હતી ત્યાં પોતે પણ પરમાત્મા ભક્તિની ભાવવિભોરતામાં ખોવાઈ જઈ હાથમાં રાખેલ સાતેય દ્રમ્મ લખાવી અને તરત જ ચૂકતે કરી અકિંચન બની ગયો. મૂળધન અને નફો બધુંય દાનાંતરાય કર્મના ક્ષયોપશમથી ૠષભદેવ ભગવાનના નામ ઉપર મહાજન વચ્ચે ક્ષોભ રાખ્યા વગર જમા કરાવી દીધું.
ગુણાનુરાગી વાગ્ભટ્ટના આદેશથી દાતાઓની સૂચિમાં સૌથી પ્રથમ નામ ભીમા કુંડલીયાનું લખાયું. વળતરમાં મંત્રીશ્વરે તેની શુભભાવના સામે પરિસ્થિતિ દેખતાં ૫૦૦ દ્રમ્પ અને ત્રણ ઉત્તમ વસ્ત્રો ભેટમાં આપ્યા જે દાનધર્મના વળતરરૂપ અયોગ્ય જણાતા લગીર ન સ્વીકાર્યા અને ફક્ત પાનનું બીડું લઈ સન્માન સાચવ્યું.
દાનને ધન સાથે સીધો જ સંબંધ છે. જેવો ઘરે પહોંચ્યો ત્યાં રહેલ ગાય ભડકી ઉઠી. ખૂંટ ઉછાળી ભાગી. ખીલ્લો નીકળી ગયો, પણ ત્યાં જ જમીનમાં જે ખાડો થયો તેમાંથી લાખ્ખોની કિંમતના ઝવેરાત ચરૂ સાથે નીકળી આવ્યા. પોતાની જ ભૂમિનું માલિકી જેવું ધન હતું, તેથી આખોય ચરૂ તીર્થોદ્ધારમાં દઈ દેવા માથે ઊંચકી મંત્રીશ્વર પાસે આવ્યો ત્યારે વાગ્ભટ્ટે આશ્ચર્ય અને આનંદ સાથે ભીમાને પોતાને ઘેર ચરૂ
For Private & Personal Use Only
www.jainelibrary.org