________________
ઝળહળતાં નક્ષત્રો
ઉપકારી ધર્મઘોષસૂરિજીના નગરપ્રવેશને વધાવવા ૭૨૦૦૦ ટાંક સુવર્ણ ખર્ચ તેમનો પ્રવેશ કરાવ્યો હતો તથા ગુરૂભક્તિનું ઋણ ફેળ્યું હતું. કહેવાય છે કે ચોવીશ તીર્થંકર ભગવાનના ચોરાશી જિનપ્રાસાદો પણ કરાવ્યા અને તેમાંય શાશ્વતા શત્રુંજય ગિરિરાજના મૂળનાયક ઋષભદેવ પ્રભુના ચૈત્યને એકવીસ ઘડી સુવર્ણ વડે મઢીને જૈનં જયતિ શાસનના નારા ગુંજતા કર્યા હતા.
મૂળ જન્મથી કાંકરેજની નિકટના એક ગામમાં ણિકપુત્ર રૂપે જન્મ થયેલ. પરિસ્થિતિ લગ્ન સુધી સાવ સામાન્ય હતી. પત્નીનું નામ પદ્મિની હતું. પણ તેણીના અને પિતાના શુભ સંકલ્પોથી એક પીથો નામનો ઘીનો વેપારી માંડવગઢનો મંત્રી બની જૈનશાસનને જયજયકાર કરી જાય તે તેના પૂર્વ ભવના સંસ્કાર, વર્તમાનભવના વ્રત-નિયમો અને સાથે સદ્ગુરુની પ્રાપ્તિના સુયોગથી ઉત્પન્ન મહાફળ સમાન હતું. વિશેષ બયાન માટે તેમનું જીવન ચરિત્ર ખાસ વાંચવા ભલામણ છે.
૫૧. ઝાંઝણશાહનું સ્વામિ વાત્સલ્ય
દેદાશાહના પૌત્ર અને પેથડશાના પુત્ર ઝાંઝણશા સુધી શાસનની પ્રભાવનાઓ ગુંજતી ચાલેલ અને એક પછી એક ભવ્યાતિભવ્ય જિનશાસનના કાર્યો થયા હતા. શ્રાવક જીવનના વાર્ષિક અગિયાર કર્તવ્યોમાં સાધર્મિક વાત્સલ્યનો મહાગુણ ઝાંઝણશામાં કેવો ઉતર્યો હશે કે જ્યારે વિ.સં. ૧૩૪૦માં આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરિજી વગેરે ૨૧ આચાર્યો સાથે અઢીલાખ યાત્રાળુઓને લઈને છ'રી પાલિત સંઘ સાથે અહમદાવાદ (કર્ણાવતી) પહોંચ્યા ત્યારે રાજા સારંગદેવ દ્વારા સુખી ઘરના ત્રણ-ચાર હજાર યાત્રાળુઓ સાથે ભોજન-ભક્તિ માટે પધારવાનું આમંત્રણ અસ્વીકાર કરી દીધું.
સંઘના અઢી લાખ યાત્રાળુઓ તેમને મન એક સરખા સાધર્મિક હતા. બધાય નવકારના આરાધકો હોવાથી સૌ ઉપર સમદ્રષ્ટિ હતી. તેમને સુખી-દુ:ખી કે નાના-મોટા, ઉચ્ચ–નીચ વગેરેના ભેદથી ન તોળતાં રાજા સારંગદેવને સ્પષ્ટ જણાવી દીધેલ કે રાજરસોડે આવશે તો અઢી લાખ યાત્રાળુઓ અને નહીં તો રાજા અઢારેય આલમને આમંત્રી પોતા તરફથી સમગ્ર ગુજરાતના તમામ લોકોના પાંચ દિવસના સ્વામિ વાત્સલ્યનો લાભ આપે.
અંતે રિફાઈ જેવા પ્રસંગમાં ઝાંઝણશાને કસોટીએ
Jain Education Intemational
૨૧૯
ચઢાવવા સારંગદેવે બીજા-ત્રીજા, રાજાઓ દ્વારા સમગ્ર ગુજરાતના તમામ લોકોને જ્ઞાપ્તિ જાતિના ભેદ વગર તેમના પાંચ દિવસના અને ત્રણેય સમયના ભોજનમાં પધારવા આમંત્રણ આપી દીધેલ. કહેવાય છે કે પ્રતિદિન પાંચ-પાંચ લાખ લોકો પાંચ-પાંચ દિવસ સુધી સવારથી સૂર્યાસ્તપૂર્વ સુધી જમ્યા છતાંય રસોઈ ન ખૂટી, બલ્કે ભકિત પૂરી થયા પછીના છઠ્ઠા દિવસે પણ વધેલી મીઠાઈઓ ક્યાં વાપરવીના પ્રશ્ન સાથે ઝાંઝણશાએ સારંગદેવને પોતાનું રસોડું દેખાડેલ હતું. સારંગદેવને પણ પોતાની લોભવૃત્તિ ખટકી ગઈ હતી.
ઝાંઝણશાની પુત્રીને સિદ્ધરાજ જયસિંહે પોતાના ખોળામાં લઈ પોતાની પુત્રી જાહેર કરી તેણીની ઇચ્છા પ્રમાણે દરેક ગામ દીઠ એક તોલો સોનું આપવાનો નિર્ણય કરેલ. દર વરસે તે પ્રમાણે અઢાર લાખ બાણું હજાર તોલા જેટલું સોનું આવવા લાગેલ જે દ્રવ્યમાંથી દીકરીએ પણ સાતસો જેટલા નૂતન જિનાલયો બંધાવી પિતાનું નામ રોશન કરેલ હતું. દેદાશાહની દિલાવરતા, પેથડ મંત્રીની ધર્મસાધના અને ઝઝણશેઠની શાસનપ્રભાવના આજેય પણ યાદ કરાય છે.
૫૨. વસ્તુપાળનું વિશિષ્ટ વ્યક્તિત્વ
‘સંયમ કબહી મિલે' એવી ઉત્તમ ભાવના મનમાં રાખી શ્રાવકપણાને જીવનારા અને સાથે રાજાના પદ ઉપર આવવાની યોગ્યતા છતાંય રાજેશ્વરી સો નરકેશ્વરીના ભયથી ફક્ત મંત્રીમુદ્રા સ્વીકારી દેશ, નગર, સમાજ અને સંઘસેવા કરી જિનશાસનની જાહોજલાલી વધારનારા અનેક મંત્રીઓમાં મંત્રીશ્વર વસ્તુપાળની વિગતો રજૂ કર્યા વગર જિનશાસનને સંપૂર્ણ વંદના ન કરી શકાય. કારણમાં બાર વખત છ'રી પાલિત સંઘો દ્વારા તીર્થયાત્રાઓ સૌને કરાવનાર વસ્તુપાળ જ્યારે તેરમી વખત સંઘ સાથે શત્રુંજય તરફના રસ્તે હતા ત્યારે લીંબડી નિકટના અંકેવાળિયા ગામે વસ્તુપાળની તબિયત બગડી ગઈ અને ચેતી ગયા. સમાધિમરણની ઝંખના સાથે આંખોમાં પાણી ઉભરાણા ત્યારે આજુબાજુમાં સાધુ-સાધ્વીજીઓ સાથે ગૃહસ્થો પણ બેઠા હતા અને વસ્તુપાળના મુખના શબ્દો હતા “પાવિઓ જિણધમ્મો હારિઓ''. શાસન તો જિનેશ્વરનું મળ્યું પણ સંયમની સાધના વગર જીવન પૂરું કરી રહ્યો છું. ઇ.સં. ૧૨૪૧માં સ્વર્ગવાસી બનનાર વસ્તુપાળના સમાધિઅવસાન પ્રસંગે હાજર અનેક સાધુ-સાધ્વીઓની આંખોમાં શ્રદ્ધાંજલિના જળ ઉભરાઈ ગયા હતા. એક
For Private & Personal Use Only
www.jainelibrary.org