SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો કૂવે પુત્રથી ન બૂડી જવાય, તેવી જીવદયા-જયણાયુક્ત જીવનચર્યા તેને પસંદ હતી. તેથી જ્યારે તેના નિર્દય બાપની અંતિમ વેળા આવી ત્યારે ફક્ત વડીલની સેવા નિમિત્તે તેમની બાજુમાં બેઠો રહ્યો. પણ કસાઈનો ખાટકી ધંધો આગળ ધપાવવા ન કોઈ વચન આપ્યું કે ન કોઈ મિથ્યા પ્રતિજ્ઞા લઈ બંધાયો. વિષ્ઠાના લેપ, યુદ્ધના ચિત્રો સાથે વેરઝેરની કથાઓ સાંભળી કાલસૌરિકે પ્રાણ છોડ્યા ને પરલોકમાં નારકી તરીકે દુર્ગતિમાં ગયો. પિતાની મરણાંત પરવશતા, દુઃખ અને માંદગી દેખી સુલસ સ્વયં માટે સાવ જાગૃત બની ગયો. ખેતી કે મજૂરી કરી પેટનો ખાડો પૂરવા સહમત થઈ ગયો પણ કોઈ સંજોગોમાંય કસાઈ જેવો કલંકિત ધંધો કરવા તે રાજી ન હતો કારણ કે જાણતો હતો કે હિંસાપાપના કટુ વિપાકને ભોગવતી વખતે કોઈ ભાગીદાર બનવાનું નથી. તેથી જીવદયાની વાતો સૌના મનમાં ઠસાવવા એક દિવસ પોતાના પગ ઉપર જ કુહાડો ફટકારી પગમાંથી વહી રહેલ રક્તધારા પરિવારના સૌને દેખાડી, પાટાપીંડી કરાવી પોતાની વેદનાનો ક્યાસ સૌને એટલે આપ્યો કે તેવી જ દર્દ અનુભૂતિ સૌ જીવોને થાય છે માટે પણ કસાઈ ધંધો કલિંકત કહેવાય. કલ્યાણમિત્ર અભયકુમાર મંત્રીશ્વરથી બોધ પામેલ સુલસ જૈન શ્રાવક બન્યો હતો. વ્રત-નિયમ અને જીવદયાના પરિણામથી સ્વયં ચંડાળપુત્ર છતાંય પુણ્યવાન બની દેવલોકે ગયો છે. જન્મે અજૈન પણ કર્મથી જૈન અને આગળ જતાં જિન પણ બની જતા જીવાત્માઓની જીવન પ્રગતિ ખાસ નોંધનીય જાણવી. ૩૫. પ્રશસ્ત ચોરીનો પ્રસંગ જિનશાસનમાં જિનપતિએ કલ્પસૂત્રજી ઉપરાંત અન્ય શાસ્ત્રો દ્વારા પ્રરૂપિત કરેલ છે કે એક તરફ અનેક પ્રકારી સામાયિક પૂજા, વ્રતનિયમની આરાધનાનું ફળ અને બીજી તરફ સ્વામિવાત્સલ્ય અથવા સાધર્મિક ભક્તિનું ફળ, જો તુલના કરવા જઈએ તો જિનધર્મારાધકની ભક્તિનું પલ્લું ભારી બની જાય. માટે પણ સાધર્મિકોના હિતની રક્ષા તે સાર્વભૌમ કર્તવ્ય ગણાય છે. પરમાત્મા મહાવીરના સમયકાળમાં જિનદાસ નામના એક શ્રેષ્ઠી થઈ ગયા જે વ્યાપારમાંથી પણ સમય કાઢી દરરોજ રાત્રિના સમયે ઉપાશ્રય જઈ પ્રતિક્રમણ કરી આલોચના કરતા Jain Education Intemational ૨૦૯ હતા. સાથે અમુક શ્રાવકો પણ સામૂહિક પ્રતિક્રમણ કરવા આવતા હતા. અશુભકર્મના ઉદયથી શાંતનું નામના એક આરાધક શ્રાવકને પનોતી નડી અને લક્ષ્મીદેવીના રૂસણાં થતાં ધનવાન તે વ્યક્તિ દરિદ્રવાન બની ગયા. અનાદિકાળથી પૈસો અને પૈસાદારો પૂજાતા રહ્યા છે, તેમ શાંતનુની પડતી પછી લોકો તેનો ભાવ પણ પૂછતા નથી. તેથી દુ:ખીયારી બની ગયેલ કુંજીશ્રાવિકાએ હોશિયારી વાપરી ખાસ પોતાના પતિદેવ શાંતનુને વિશ્વાસમાં લઈ એક રાત્રે પ્રતિક્રમણમાં જ જિનદાસશેઠનો ગળાનો કિંમતી હાર ચોરાવ્યો. અંધારામાં જ તે ચૌર્યકાર્ય થવાથી શેઠ કળી ન શક્યા કે હીરાનો હાર કોણે હાથવેંત કર્યો છે પણ....... બીજે જ દિવસે પોતાનો જ હાર જ્યારે પોતાની દુકાને શાંતનુ દ્વારા ગીરવે રાખવામાં આવ્યો ત્યારે જ જિનદાસજીને ખ્યાલ આવ્યો કે પોતાનો સાધર્મિક કેવા દુઃખમાં આવ્યો હશે. ગંભીરતા દાખવી શેઠે પોતાના જ હારની સામે પાંચ હજાર જેવી ૨કમ શાંતનુને ધીરી દીધી. તે નીતિના ધનથી વેપારકળામાં સારી કમાણી કરી જ્યારે શાંતનુ શ્રેષ્ઠી બની ગયા ત્યારે નીતિ અને નિષ્ઠાવાન કુંજીદેવીના કહેવાથી વ્યાજ સાથે પાંચ હજારની રકમ પાછી કરી, સામે ગીરવે રખાયેલ હાર લેવાની વાત પણ ન હતી. છતાંય નીતિની પ્રીતિ રાખતાં જિનદત્તશ્રેષ્ઠીએ કંઈ પણ વાર્તાલાપ કર્યા વિના પોતાનો જ હાર પાછો શાંતનુને આપ્યો. આ તરફ તે હાર પોતાની મૂળ માલિકીનો ન હોવાથી શાંતનુએ સ્વીકાર ન કર્યો. અંતે કહેવાય છે કે જિનદાસ શ્રેષ્ઠીએ સાધર્મિક ભક્તિ ન કરવાની ભૂલનું અને શાંતનુ શ્રેષ્ઠીએ લાચારીવશ હાર ચોરી કરવાનું પ્રાયશ્ચિત્ત પરમાત્મા મહાવીર સમક્ષ કરી પોતપોતાની આત્મશુદ્ધિ કરી હતી. સાધર્મિક ભક્તિ એક નહીં પણ અનેક પ્રકારે કરી સાધર્મિકને જિનશાસનમાં સ્થિર કરી શકાય છે, તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. ૩૬. સ્ત્રીનો જીવ તીર્થંકર પદે? જિનશાસનની સુશીલા–મર્યાદાશીલ અને ધાર્મિકતાયુક્ત શ્રાવિકાઓની પ્રશંસા ઉપબૃહણા સ્વયં ભગવાને પણ સ્વમુખે કરેલી છે. કારણમાં કાયાથી સ્ત્રીનો અવતાર પણ આત્માની દ્રષ્ટિએ માનવભવ જેવી ઉત્તમસ્થિતિ પામેલ સન્નારી સન્માનનીય બને છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy