SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 'ચિતન-મનન-ચિંતન ૧. સુધર્માસ્વામીની પાટ, પ્રવચનપટુતા, પ્રભાવકતા, પ્રતિજ્ઞાદાન કરતાંય પદાર્થોની પીરસણી દ્વારા તત્ત્વ અને સત્ત્વની વાતો કરવા માટે છે, તે પાટથી ધનવાન-ધનહિનનો પક્ષભેદ ન ચાલે. ૨. ઘરમાં જેમ કચરાપેટી રખાય છે, તેમ ઘટ(આત્મા)માં પણ એકાદ ખૂણે રાગ-દ્વેષનો સહજમળ ઠાલવવા સ્થાન રાખવું, જેથી રાગ-રોષની પર્યાયોથી જીવાત્મા કર્મબોઝિલ ન બની જાય. ૩. દરેક વ્યક્તિ, પશુ-પંખી અને જીવોમાં પોતપોતાની આગવી શકિતઓ, વિશેષતાઓ અને ગુણો જોવા મળશે, તે જ શોધવામાં જો બુદ્ધિને સંશોધક બનાવીએ તો દોષો દેખવાનો સમય પણ ન બચે. ૪. અતિ હાસ્ય અને અતિ રુદનના અવસર જો વારંવાર જીવનમાં આવતા હોય તો જાણવું કે જીવ રતિ અરતિના ઘરમાં બેઠો છે; તે સંયમી હોય કે સદાચારી, બેઉને આશ્રવ અને કર્મબંધ સરખા છે. ૫. સારા કાર્યો કરવાની ધગશ છતાંય સંજોગ-પરિસ્થિતિ વશ ન કરી શકાતા હોય તો અભાગ્યનો બળાપો રાખવો, સુકાર્ય કરનારની અનુમોદના કરવી, પ્રોત્સાહન આપી પક્ષપાતી બની રહેવું. તાત્વિક અને સાત્ત્વિક ધર્મ ક્યારેય ઝગડા-ટંટા નથી શીખવતો, છતાંય કાળના કુપ્રભાવે આજે ધર્મના જ નામે ઝાઝા ઝગડાઓ છે. ધનોપાર્જન માટે જ સરળ છે, જ્યારે ધર્મોપાર્જનમાં અનેક આંટીઘૂંટીઓ છે. કાર્યને જોશથી કરનારા થાકી શકે છે, પણ હોંશમાં રહી હોંશથી કરનારા થાકતા નથી. માટે જ કહેવાય છે “ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર.” વધુ વેગીલા વાહનો અકસ્માતનો ભોગ બને છે. જવાનો દેશની રક્ષા કરે, સત્તાધારીઓ પ્રજાજનની, તેમ વડીલો ધરની રક્ષા કરે તેમ ધરની નારીઓ જે. સૌ બાળકોના સુસંસ્કરણની તો અનેક નૌજવાનો વગર સંસ્થાએ ઉત્પન્ન થઈ જવાના. ૯, ગઈ કાલ ભયાનક હતી અને ભૂલી જવા જેવી છે, ભવિષ્યની આવતીકાલ અટપટી છે અને કેવી અથડામણો કરાવશે ખ્યાલમાં નથી, પણ આજની ઉજવળ આવેલી પળ તો સુકાર્ય કરી લેવાની ઘડીઓ છે. ૧૦. અન્ય સંઘમાં શું શું ચાલી રહ્યું છે, તેના સારા અને અનુમોદનીય સમાચાર જરુર રાખવા, પણ પોતાના સંઘમાં શું શું ખૂટે છે તેની ચિંતા સતત કરવી, તેમાં પરહિતચિંતા છે, અન્યથા પારકી પંચાતના પાપો લાગે. ૧૧. પિસ્તાલીસ આગમોનો સાર એટલો જ છે કે તે તે પ્રમાણે પ્રવર્તવું જેથી રાગ-દ્વેષ પાતળા પડતા જાય, આત્મિક શુદ્ધિ વિકસતી જાય અને મુક્તિનો માર્ગ પૂરો થતો જાય તેવી છે વીતરાગી વિભુની વાણી. ૧૨. જીવિત માતા-પિતાની અવગણના તેમના હિતવચનની ઉપેક્ષા અને મૃત્યુ પછી ફોટા, હારતોરા કે ધૂપ-દીપ જેમ હાસ્યાસ્પદ છે, તેમ જીવતાજીવની નિંદા અને તેના મરણ પછીના ગુણગાન તે પણ ઠગારી ચાલ છે. ૧૩. પરની સહાયે મધદરિયે તરનારા અનેક જોવા મળશે, તેમ સાવ કિનારે આવી ગયા પછી પણ ડૂબી જન્નારા અનેકો હોય છે. પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમે તો વિરલા જ ઉતીર્ણ થાય છે. ૧૪. અનેક લબ્ધિઓમાં વચનલબ્ધિ એક અનુપમ લબ્ધિ છે જે અનેક ઉપલબ્ધિ કરાવી શકે છે, પણ દુનિયામાં શબ્દોની જ મારામારી છે, માટે જ વધુ બોલવા કરતાં ઓછું જ બોલવું અને વધુ કાર્ય કરવું વધુ સારું છે. ૧૫. માનવીનો જીવન વિકાસ તેના વિચારોને આધીન છે. વિકારો કેવા સતાવે છે તેના કરતા કેટલા વશમાં છે તેની કિંમત વધારે છે. જેના ઉચ્ચ વિચારો તે મહાજન છે. ૧૬. મહાજનોએ ચિંધ્યા રસ્તે ચાલવું એ મહાકર્તવ્ય, અન્યથા તે જ માર્ગનું શોધન-સંશોઘન કરવું. સાવ છેલ્લો માર્ગ બનાવવો-કાઢવો, પણ સાવ હતાશા-નિરાશા સાથે ભાંગી તૂટી ન પડવું. ૧૦. જ્યારે ભારતવર્ષમાં અનાર્યોના પદાર્પણને કારણે અશાંતિ, અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી હતી ત્યારે પણ વિશ્વશાંતિના પ્રતિકસમા જિનશાસને શાંતિ સ્થાપિત રાખેલ હતી, જેના ફળસ્વરૂપ આજે શાંતિ-સમાધિસમૃદ્ધિ અને સુખના દિવસો કેટલાય જીવો જોઈ શક્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy