SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો રહે છે. સવારના પ્રતિક્રમણ, સ્નાત્ર, સામાયિક, પૂજા, ગુરુવર્યોનાં વ્યાખ્યાન-શ્રવણુ વગેરેમાં સમયને સદુપયોગ કરે છે. ટૂંકમાં સુખી હોવા છતાં તેઓનું જીવન ધર્મપ્રધાન છે. તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેન પણ આરાધક હતા અને તેમનાં ધર્મજીવનમાં પ્રેરક તથા સહભાગી હતાં. મુંબઈમાં ભુલેશ્વરમાં આવેલ લાલબાગ જૈન દેરાસરની પાસે આવેલ જૈન ધર્મશાળાના અસલ દાતા શેઠશ્રી ભાઈચંદ તલકચંદ ઝવેરીના તેઓ પત્ર છે. મુંબઈને શ્રી ઝવેરી મહાજન મેતીને ધરમને કાંટે, શ્રીપા ટકા લાગા ફંડ, શ્રી ઈરલા (વિલેપાર્લા) શેઠથી કરમચંદ હલ તથા સુરતની શેઠ નેમુભાઈની વાડી તથા વર્ધમાનતપ આંબેલભુવન (સુરત)ના ટ્રસ્ટી તરીકે તેઓએ તન-મન-ધનથી સેવા આપેલી છે. સાધાર્મિક ભક્તિ, અનુકંપા અને દયા એ તેમના વ્યક્તિત્વની વિશિષ્ટતા છે. સુરતમાં બંધાયેલ શ્રી પ્રભાવતી છગનભાઈ સરકાર વર્ધમાન તપ આંબેલ ભુવનમાં તેઓ દાતા છે. તેમને માટે પરિવાર જાપાન, પરદેશમાં રહે છે. પુત્રપુત્રીઓએ માતાના ધર્મના સંસ્કાર જાળવી રાખ્યા છે. કેઈપણ અનુચિત અપલક્ષણ નથી. તેઓશ્રી ભૂતકાળમાં નેમુભાઈ શેઠની વાડીના ટ્રસ્ટી હતા. સંસ્કૃતિધામ પ્રભાવતીબેન છગનભાઈ સરકારના નામે ચાલે છે. ધર્મપત્ની સ્વ. સુશીલાબહેને સુરતમાં શ્રી સૂરજવંદન પાર્શ્વનાથ દેરાસરના જીર્ણોદ્ધારને મરણના આઠ દિવસ અગાઉ આદેશ લીધો હતો. સુશ્રાવિકા સુશીલાબેન સાકરચંદભાઈ સિદ્ધક્ષેત્ર (પાલીતાણા)ની પુણ્યભૂમિમાં પિષ વદ ૧૩ (મેરુતેરસ) શનિવાર તા. ૨૩-૧-૮૨ ના પુણ્ય દિવસે સવારે પ્રતિકમણ કરી, દેવ-દર્શન કરી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં ૬૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા છે. સુરતના વીસા ઓસવાલ (મૂર્તિપૂજક) જૈન જ્ઞાતિમાં જન્મેલાં સુશીલાબેનને ઉત્તમ ધર્મસંસ્કાર તેમનાં માતાપિતા તરફથી ગળથુથીમાં મળેલા. શાંત ઉદાર અને વાત્સલ્ય સ્વભાવના સુશીલાબેન ધર્મ કરણમાં જેટલાં સાવધાન હતાં તેટલી અખંડ વૈયાવચ્ચે પણ તેમનામાં અજબ રીતે પરિણમી હતી. ત્રણે ઉપધાન પૂર્વક તેમણે ૧૨ વ્રત ૧૪ નિયમધારી થઈ શ્રાવક જીવનની ગૌરવપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy