SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૬ 4 પુષ્પોની વૃષ્ટિ કરી. ભગવંતે ત્રણે લોકને ઉપકાર કરનાર પાંત્રીશ ગુણયુક્ત વાણીથી ધર્મદેશના શરૂ કરી. તે સમયે ભરત રાજાને દૂતે આવી કહ્યું કે, ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું. બીજા દૂતે આવીને કહ્યું કે આયુધશાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું છે. પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ બાજુ ચક્રરત્ન આવ્યું છે. આ બેમાં પ્રથમ પૂજા કોની કરૂ ? એમ ક્ષણવાર રાજાએ વિચાર્યું, વિશ્વને અભયદાન દેનાર પિતાજી ક્યાં ! અને પ્રાણિઓનો ઘાત કરનારું ચક્ર ક્યાં ! એમ વિચારી તેણે પ્રભુની પૂજા માટે પોતાના પરિવારને હુકમ કર્યો. પુત્રના પરિષના સમાચાર વડે દુઃખાશ્રુથી ઉત્પન્ન થયેલ નેત્રરોગવાળા મરુદેવા માતા પાસે જઈ નમન કરી ભરતે વિનંતી કરી કે, હે માતાજી ! તમો મને હંમેશા ઠપકો આપતા હતા કે મારો સુકુમાર પુત્ર ચોમાસામાં પદ્મવનની માફક પાણીનો ઉપદ્રવ સહન કરે છે. વળી શિયાળામાં અરણ્યમાં માલતીના છોડની માફક હિમ પડવાના પરિક્લેશવાળી અવસ્થા હંમેશા અનુભવે છે. વળી ઉનાળામાં સૂર્યના અતિ ભયંકર ઉષ્ણ કિરણોથી હાથી માફક અધિક સંતાપ અનુભવે છે. આ પ્રમાણે સર્વકાલ વનવાસી એકલો મારો પુત્ર આશ્રય વગરના તુચ્છજન માફક દુઃખ ભોગવી રહેલો છે, તો હવે અત્યારે ત્રણ લોકનાં સ્વામીપણાને પામેલા તમારા પુત્રની સંપત્તિ દેખવા ચાલો. એમ કહીને તેમને હાથી ઉપર બેસાડ્યાં. સાક્ષાત્ લક્ષ્મી સરખા સુવર્ણ, હીરા, માણક્યિના આભૂષણો પહેરાવેલાં ઘોડાં, હાથી, પાયદળ સેના અને રથો સાથે સમોવસરણ તરફ ભરત ચાલ્યો. આભૂષણથી એકઠા કરેલા જંગમ તોરણ સરખા સૈન્યો સાથે જતા રાજાએ દુરથી આગળ એક રત્નનો ધ્વજ દેખ્યો. એટલે ભરતે મરુદેવાને કહ્યું કે માતાજી ! દેવતાઓએ તૈયાર કરેલ આ પ્રભુના સમવસરણને જુઓ. પિતાજીના ચરણ કમળોની સેવા ઉત્સવ માટે આવેલા દેવોના જય જયારાવ શબ્દ સંભળાય છે. માલવ કૌશિકી વગેર ગ્રામરાગથી પવિત્રિત બનેલી કર્ણામૃત સમાન દેશના-વાણી સંભળાય છે, મોર, સારસ, ક્રૌંચ, હંસ વગેરે પક્ષીઓના અવાજ કરતા અધિક મધુર સ્વરવાળી ભગવંતની વાણી, વિસ્મયપૂર્વક એકાગ્રતાથી કાન દઈને સાંભળે છે. હે દેવિ ! પિતાજીની એક યોજન સુધી જતી મેઘના શબ્દ સરખી ગંભી૨ વાણી સાંભળીને વાદળા માફક બલવાન મન આ તરફ દોડી જાય છે, મરુદેવા માતાએ ત્રણ લોકના સ્વામીની ગંભીર, સંસારથી તારનારી, વાયરા વગરના દીપક જેવી સ્થિર વાણી હર્ષથી સાંભળી, પ્રભુવાણી સાંભળતા મરુદેવીનાં નેત્રોનાં પડલો આનંદ અશ્રુજળના પ્રવાહથી કાદવ માફક સાફ થઈ ગયા. તેણે અતિશયવાળી તીર્થંકરની ઋદ્ધિ જોઈ. તે જોવાના આનંદની સ્થિરતાથી તેના કર્મો વીખરાઈ ગયાં. ભગવંતના દર્શનથી થએલા આનંદ-યોગથી સ્થિરતાને પામેલી તેણે તે જ સમયે નિર્મલ કેવલજ્ઞાન મેળવ્યું. આ અવસર્પિણીની અંદર આ પ્રથમ સિદ્ધ થયા. ત્યાર પછી દેવોએ તેમના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવીને મોક્ષનો મહોત્સવ કર્યો. તેનો મોક્ષ થયેલો જાણી રાજા હર્ષ અને શોક સાથે વાદળાનો છાંયડો અને સૂર્યનો તાપ અને બંનેનો યોગ હોય તેવા શરદકાળને પામ્યો-રાજ્ય-ચિહ્નોનો ત્યાગ કરી પરિવાર-સહિત પગે ચાલતા રાજાએ સમવસરણમાં પ્રવેશ કર્યો. દષ્ટિરૂપી ચકોરને ચંદ્રસમાન ચાર દેવનિકાયોથી પરિવારેલા પ્રભુને ભરત મહારાજાએ જોયાં. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી તેમ જ નમસ્કાર કરી મસ્તક ૫૨ અંજલિ જોડી ચક્રવર્તી રાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ભરતે કરેલી પ્રભુ સ્તુતિ — હે સમગ્ર જગતના નાથ ! તમારો જય થાઓ, આખા વિશ્વને અભયદાન દેનારા ! તમારો જય હો, હે પ્રથમ જિનેશ ! જય થાઓ, હે સંસારથી તા૨ના૨ ! તમારો જય હો, અવસર્પિણિના ભવ્ય જીવોરૂપી પદ્મસરોવરને પ્રતિબોધ કરવા માટે સૂર્ય-સમાન હે પ્રભુ ! આજે તમારા દર્શન થવાથી અંધકાર નાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy