________________
બારમો પ્રકાશ, શ્લો.૪૪-૫૩
૫૪૭
१००३ कर्माण्यपि दुःखकृते, निष्कर्मत्वं सुखाय विदितं तु ।
न ततः प्रयतेत कथं, निष्कर्मत्वे सुलभमोक्षे ? ॥ ५० ॥ ટીકાર્ય - કર્મો દુઃખ માટે થાય છે, એટલે દુઃખનું કારણ આપણે પોતે કરેલાં પાપકર્મ છે, અને કર્મરહિત થવું તે સુખને માટે છે-એ વિહિત છે, તો પછી નિષ્કર્મરૂપ સુલભ મોક્ષમાર્ગ વિષયક પ્રયત્ન કેમ કરવામાં ન આવે? | ૫૦ અથવા તો-- १००४ मोक्षोऽस्तु माऽस्तु यदि वा, परमानन्दस्तु वेद्यते स खलु।
यस्मिन् निखिलसुखानि, प्रतिभासन्ते न किञ्चिदिव ॥ ५१ ॥ ટકાર્થઃ-મોક્ષ થાઓ, અગર ભલે ન થાઓ અથવા મોક્ષ વહેલો થાવ કે લાંબા કાળે થાવ, પરંતુ ધ્યાનથી થતો પરમાનંદ તો અહીં અનુભવાય છે, કે જેની આગળ આ જગતનાં તમામ સુખો તણખલા-તુલ્ય ભાસે છે. / ૫૧ || એ જ હકીકતનું સ્પષ્ટીકરણ કરતા જણાવે છે કે-- १००५ मधु न मधुरं नैताः, शीतास्त्विषस्तुहिनद्युतेः,
अमृतममृतं नामैवास्याः फले तु सुधा मुधा तदलममुना संरम्भेण, प्रसीद सखे मनः
फलमविकलं त्वय्येवैतत् प्रसादमुपेयुषि ટીકાર્ય -આ ઉન્મનીભાવનાં ફળ આગળ મધુ એ મધુર નથી, ચંદ્રની કાંતિ શીતળ નથી, અમૃત તે તો નામ કહેવા પૂરતું છે અને સુધા પણ ફલમાં નિષ્ફળ છે, માટે હે મન મિત્ર! આવા (પરિણામે દુઃખ આપનાર) પ્રયાસથી સર્યું, હવે તું મારા પર પ્રસન્ન થા, કેમકે પરમાનંદ ફળની પ્રાપ્તિ તારા પ્રસન્ન થવાથી જ થાય છે. / ૫૧પર છે.
પોતાના જાતિ અનુભવવાળા ઉન્મનીભાવ સંબંધી ઉપદેશ આપનાર ગુરુઓની વ્યતિરેક પ્રકારે સ્તુતિ કરે
१००६ सत्येतस्मिन्नरतिरतिदं गृह्यते वस्तु
दूरादप्यासन्नेऽप्यसति तु मनस्याप्यते नैव किञ्चित् । पुंसामित्यप्यवगतवतामुन्मनीभावहेता
विच्छाबाढं न भवति कथं सद्गुरुपासनायाम् ? ॥ ५३ ॥ ટીકાર્થ-જ્યાં સુધી મનની હાજરી છે, ત્યાં સુધી અરતિના કારણરૂપ વ્યાધ્રાદિ અને રતિના કારણરૂપ સ્ત્રી આદિ વસ્તુ નજીક ન હોય અને દૂર હોય તો પણ સુખ-દુઃખના કારણરૂપ શેયસ્વરૂપે) ગ્રહણ કરાય છે અને મનની ગેરહાજરીમાં અરતિ કે રતિ આપનારી વસ્તુ કંઇ પણ ગ્રહણ કરી શકાતી નથી. સુખ-દુ:ખો મન સંબંધી વૃત્તિ ઉપર આધાર રાખનારાં છે, પણ વિષયોની પ્રાપ્તિ કે વિષય-ભોગથી ઉત્પન્ન થનારાં નથી. આ રીતે જ્ઞાન પામેલા પુરુષોને ઉન્મનીભાવના કારણભૂત સદ્ગુરુઓની ઉપાસના કરવાની અત્યન્ત અભિલાષા કેમ નહિ થતી હોય? || પ૩ I.
હવે અમનસ્કપણાના ઉપાયભૂત આત્મ-પ્રસન્નતા એક શ્લોકથી કહે છે--