________________
૫૨૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ८९९ . एवं श्रुतानुसाराद्, एकत्ववितर्कमेकपर्याये ।
અર્થ- ન-ચોગાન્તરેશ્વસંમમિચ7 | ૭ | ટીકાર્ય :- આ એકત્વવિતર્ક અવિચાર નામના શુક્લધ્યાનના બીજા ભેદમાં પૂર્વધર ઉત્તમ મુનિવરોનાં શ્રુતાનુસાર કોઈપણ એક જ ધ્યેય રાખવાનું હોય છે. પરમાણુ, જીવ, જ્ઞાનાદિ ગુણ, ઉત્પાદ આદિ કોઈ પણ એક પર્યાય, શબ્દ કે અર્થ, ત્રણમાંથી કોઈ પણ એક યોગ ધ્યેય તરીકે હોય છે; પણ જુદા જુદા હોતા નથી. એક જ ધ્યેય રાખવાનું હોવાથી વિચરણ હોતું નથી. પદાર્થ, શબ્દ, ત્રણે યોગોમાં સંક્રમણ ન થાય, તેવા સ્વરૂપવાળું, કહેલું છે કે “પવન વગરના સ્થળમાં રહેલ સુરક્ષિત સ્થિર દીપક સમાન નિષ્કપ આ ધ્યાન હોય છે. આ ધ્યાનમાં એક ધ્યેય ઉપરથી પોતાની જાતિના કે બીજા કોઈ પણ ધ્યેય ઉપર જવાનું - વિચરણ હોતું નથી, પણ ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ કોઈ પણ એક પર્યાયમાં ધ્યાન હોય, પણ ધ્યાનાંતરમાં જવાનું ન હોય. પૂર્વગત શ્રતના આલંબનથી એક ગમે તે ધ્યાન હોય, પણ વિચરણ ન હોય, એટલે આ ધ્યાન નિર્વિકલ્પક હોય છે, આ ધ્યાન બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તેમાં યથાખ્યાત ચારિત્ર હોય છે. (ધ્યાનશતક-૭૯-૮૦) આ બંને ભેદોમાં શુક્લલેશ્યા હોય. // ૭ ||
ત્રીજો ભેદ કહે છે --
९०० निर्वाणगमनसमये, केवलिनो दरनिरुद्धयोगस्य ।
सूक्ष्मक्रियाप्रतिपाति, तृतीयं कीर्तितं शुक्लम् ॥ ८ ॥ ટીકાર્ય - મોક્ષે જવાના અત્યંત નજીકના કાળમાં સર્વજ્ઞ કેવલી ભગવંત મન, વચન અને કાયાની બાદરયોગની પ્રવૃત્તિઓ રોકે છે, માત્ર શ્વાસોચ્છવાસની સૂક્ષ્મ ક્રિયા રહે છે. તેથી પાછા ફરવાનું હોતું નથી. એ સૂક્ષ્મ ક્રિયા મટીને હવે કદાપિ ફ્યૂલક્રિયા થવાની નથી. માટે તેનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે. આત્મા વેશ્યા અને યોગરહિત બનતો જાય છે. શરીર-પ્રવૃત્તિથી આત્મા છૂટતો જાય છે. સર્વે કર્મો, તેજસ-કાર્પણ શરીર, આયુષ્ય, વચન, કાયાથી નિર્મલ આત્મા છૂટો પડતો જાય છે. // ૮ || ભુપતક્રિય અનિવર્તિ નામનો ચોથો ભેદ કહે છે -- ९०१ केवलिनः शैलेशी-गतस्य शैलवदकम्पनीयस्य ।।
उत्सन्नक्रियमप्रतिपाति, तुरीयं परमशुक्लम् ॥ ९ ॥ ટીકાર્થ - મેરુપર્વત માફક અડોલ શૈલેશીકરણમાં રહેલા કેવલીને ઉત્સનક્રિય અપ્રતિપાતિ નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ હોય છે. તેનું બીજું નામ સુપરતક્રિય-અનિવર્તિ રાખેલું છે. // ૯I ચારે પ્રકારમાં યોગ-સંખ્યાનું નિરૂપણ કરે છે -- ९०२ एक-त्रियोगभाजामाद्यं स्यादपरमेकयोगानाम् ।
तनुयोगिनां तृतीयं, निर्योगाणां चतुर्थं तु ॥ १० ॥ ટીકાર્થ:- પહેલો પૃથક્વેવિતર્ક સવિચાર નામનો ભેદ ભંગિક શ્રુત ભણેલાને હોય છે અને તે મન વગેરે એક યોગવાળા કે ત્રણે યોગવાળાને હોય છે. બીજું એત્વવિતર્ક અવિચાર ધ્યાન, મન વગેરે યોગોમાંથી કોઈ પણ એક યોગવાળાને બીજા યોગમાં સંક્રમ થવાનો અભાવ હોવાથી ત્રીજું સૂક્ષ્મક્રિય અનિવર્તિ સૂક્ષ્મ કાયયોગમાં હોય, પણ બાકીના વચન અને મનોયોગમાં હોય નહીં. ચોથું વ્યુત્સત્રક્રિય અપ્રતિપાતિ યોગરહિત અયોગી