________________
નવમો પ્રકાશ, શ્લો.૧-૧૬
૫૧૯
८६७ नासध्यानानि सेव्यानि, कौतुकेनापि किन्त्विहा ।
સ્વના વૈવ ગાયને, સેવ્યનાનિ તાનિ વત્ | ૫ | ટીકાર્થ:- આપણી પોતાની ઈચ્છા ન હોય, તો પણ કૌતુકથી પણ ખરાબ ધ્યાનોનું અવલંબન લેવું નહિં, કારણ કે, તે સેવન કરવાથી નક્કી પોતાના વિનાશ માટે જ થાય છે. // ૧૫|| કેવી રીતે? ८६८ सिध्यन्ति सिद्धयः सर्वाः, स्वयं मोक्षावलम्बिनाम् ।
सन्दिग्धा सिद्धिरन्येषां, स्वार्थभ्रंशस्तु निश्चितः ॥ १६ ॥ ટીકાર્ય -મોક્ષનું આલંબન ગ્રહણ કરનાર યોગી પુરુષોને અષ્ટ મહાસિદ્ધિ આદિ અને પરંપરાએ મોક્ષફળની પણ સિદ્ધિ આપોઆપ આવી મળે છે અને સંસાર-સુખના અભિલાષીઓને ફળ મેળવવામાં સંદેહ છે. કે ઈષ્ટ લાભ થાય કે ન પણ થાય, પણ સ્વાર્થભ્રંશ તો નક્કી થાય જ. // ૧૬ //.
એ પ્રમાણે પરમાત કુમારપાળ ભૂપાલને સાંભળવાની ઈચ્છા થવાથી આ. શ્રી હેમચંદ્રસૂરિજીએ રચેલા, જેને “અધ્યાત્મોપનિષદ્' નામનો પટ્ટબંધ થયો છે, તે યોગશાસ્ત્રના પોતે કરેલા વિવરણના નવમાં પ્રકાશનો આગમોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલો ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. || ૯ ||