SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૨ ત્યાર પછી ત્રણ પ્રદક્ષિણા કરીને મસ્તકથી પ્રણામ કરી ઈન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે ભગવંત ! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગોની પરંપરા થવાની છે, તો તે અટકાવવા માટે હું આપની પાસે રહેવા માંગું છું.” સમાધિ પૂર્ણ કરીને ભગવંતે ઈન્દ્રને કહ્યું. “હે ઈન્દ્ર ! અરિહંતો કદાપિ પારકી સહાયની અપેક્ષા રાખતા નથી. ત્યાર પછી જગદ્ગુરુ ચંદ્ર સરખી શીતલ વેશ્યાવાળા, સૂર્ય માફક તપના તેજથી દુ:ખે કરી સામે જોઈ શકાય તેવા, હાથી સરખા બળવાળા, મેરુ માફક અડોલ, પૃથ્વી પેઠે સર્વ સ્પર્શ સહન કરનાર, સમુદ્ર સરખા ગંભીર, સિંહ જેમ નિર્ભય, સારી રીતે આહુતિ કરેલ યજ્ઞના અગ્નિ માફક મિથ્યાદષ્ટિઓથી દુઃખે કરી જોવા લાયક, ગેંડાના શિંગડા માફક એકાકી, મોટા વૃષભ માફક બળવાળા, કાચબાની જેમ ગુપ્ત ઈન્દ્રિયવાળા, સર્પની જેમ એકાન્ત દૃષ્ટિવાળા, શંખ માફક નિરંજન, સોના જેવા ઉત્તમ રૂપવાળા, પક્ષી પેઠે વિપ્રમુક્ત, જીવ માફક સ્કૂલના-રહિત ગતિવાળા, આકાશ માફક આલંબન વગરના, ભારંડ પક્ષી જેમ અપ્રમત્ત, કમલિનીપત્ર માફક લેપ વગરના, શત્રુ અને મિત્ર, તૃણ અને સુવર્ણ અને પત્થર, મણિ અને માટી, આ લોક અને પરલોક, સુખ અને દુઃખ, ભવ અને મોક્ષ એ તમામ પદાર્થોમાં સરખા આશયવાળા, નિઃસ્વાર્થભાવે કરૂણા કરવામાં તત્પર મનવાળા હોવાથી, ભવ-સમુદ્રમાં ડૂબી રહેલા જગતના જીવોને ઉદ્ધાર કરવાની અભિલાષાવાળા પ્રભુ વાયુ માફક અપ્રતિબદ્ધ સમુદ્રની મેખલાવાળી, વિવિધ પ્રકારનાં ગામો, નગરો અને વનોવાળી પૃથ્વીમાં વિચરવા લાગ્યા. કોઈ વખતે દક્ષિણવાચા નામના દેશમાં પહોંચી શ્વેતાંબીનગરી તરફ જતા હતા, ત્યારે ગોવાળિયાના બાળકોએ કહ્યું, “હે દેવાર્ય ! શ્વેતાંબી નગરી તરફ આ સીધો માર્ગ જાય છે. પરંતુ આની વચમાં કનકખલ નામનો તાપસ-આશ્રમ છે. અત્યારે ત્યાં દૃષ્ટિ-વિષ સર્પ સ્થાન કરીને રહેલો છે. તેથી ત્યાં માત્ર વાયુ સિવાય પક્ષીઓ પણ ફરી શકતા નથી; માટે આ માર્ગને છોડીને આ વાંકા માર્ગે પધારો, કારણકે કાન તુટી જાય તેવા સુવર્ણથી સર્યું.” ભગવંતે ઉપયોગ મુક્યો એટલે તે સર્પને ઓળખ્યો કે, આગલા જન્મમાં કોઈ તપસ્વી સાધુ વહોરવા માટે ઉપાશ્રયથી બહાર ગયા. માર્ગમાં ચાલતા એક દેડકી પર તેનો પગ પડતા મૃત્યુ પામી. એક નાના સાધુએ આલોચના માટે તેને મરેલી દેડકી બતાવી. ત્યારે તે તપસ્વી સાધુએ ઉલ્ટી તેને લોકોએ મારેલી દેડકી બતાવીને કહ્યું કે, હે અધમ ક્ષુલ્લક ! આ સર્વ દેડકીઓ શું મેં મારી નાંખી છે? નિર્મલ બુદ્ધિવાળો નાનો સાધુ કંઈ પણ જવાબ આપતો નથી, અને એમ માને છે કે અત્યારે આ મહાનુભાવ ભલે ન માને, પણ સાંજે તો આલોચના કરશે. સાંજે પ્રતિક્રમણ-સમયે પણ તે આલોચ્યા વગર બેસી ગયા, ત્યારે ક્ષુલ્લકે વિચાર્યું, કે તે વિરાધનાની વાત ભૂલી ગયા જણાય છે. તેણે પેલી દેડકાની વિરાધના યાદ કરાવીને કહ્યું કે, તમે તેની આલોચના કેમ નથી કરતા ? તે સમયે તપસ્વી સાધુ ક્રોધાયમાન બની ક્ષુલ્લક સાધુને મારવા દોડ્યો. કોપાન્ધ બનેલો તપસ્વી સાધુ થાંભલા સાથે એવો અફળાયો કે ત્યાં જ મૃત્યુ પામી, શ્રમણપણું વિરાધિત કરી જ્યોતિષ્ક દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી તે કનકખલ આશ્રમમાં પાંચસો તપસ્વીના કુલપતિ સ્ત્રીનો કૌશિક નામનો પુત્ર થયો. ત્યાં કૌશિકગોત્રવાળા બીજા પણ ઘણાં કૌશિકો હતા. આ કૌશિક ઘણો ક્રોધી હોવાથી લોકોએ તેનું નામ “ચંડકૌશિક' પાડી દીધું, તેના પિતા મૃત્યુ પામ્યા એટલે પછી આ ચંડકૌશિક કુલપતિ બન્યો. તે કુલપતિ વનખંડની મૂછથી રાત-દિવસ વનમાં ભમ્યા કરતો અને કોઈને પણ ત્યાંથી પુષ્પ, મૂળ, ફળ કે પાંદડાં લેવા દેતો નહિ, નાશ પામેલા નિરુપયોગી ફળાદિકને પણ જો કોઈ ગ્રહણ કરે તો પરશુ કુહાડી લાકડી કે ઢેફાંથી તેનો ઘાત કરતો. ફળાદિ ન મળવાથી તે તપસ્વીઓ સદાવા લાગ્યા એટલે ઢેકું પડવાથી જેમ કાગડાઓ ઉડી જાય તેમ તેઓ જુદી જુદી દિશાઓમાં નાસી ગયા. કોઈક દિવસે કંદિકા માટે કૌશિક બહાર ગયો ત્યારે શ્વેતાંબીથી આવી રાજકુમારોએ તેને બગીચો ભાંગી તોડી વેર-વિખેર કરી નાંખ્યો. કૌશિક કંટિકા લઈ પાછો આવ્યો ત્યારે ગોવાળોએ તેને તે વાત જણાવી કે જાવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy