________________
પ્રથમ પ્રકાશ, શ્લો..
ગૌરવ વધે છે. ત્યાર પછી સૌધર્મેન્દ્ર, પ્રભુને ઈશાન ઈન્દ્રના ખોળામાં બેસાડીને, સ્નાન કરાવીને, પૂજા કરીને, આરતી ઉતારી સ્તુતિ કરવા લાગ્યા. “હે અરિહંત ભગવંત ! સ્વયંબુદ્ધ, બ્રહ્મા, તીર્થકર, ધર્મની આદિ કરનારા, પુરૂષોમાં ઉત્તમ એવા આપને નમસ્કાર થાઓ. હે લોકને પ્રકાશિત કરનાર ! લોકમાં ઉદ્યોત કરનાર, લોકમાં ઉત્તમ, લોકના સ્વામી, લોકનું હિત કરનાર એવા તમોને નમસ્કાર હો. પુરૂષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ સમાન સુખ કરનાર, પુરૂષોમાં અદ્વિતીય ગંધહસ્તિ સમાન, એવા તમોને નમસ્કાર થાઓ, ચક્ષુ આપનાર, અભય દેનાર, બોધિ આપનાર, માર્ગ બતાવનાર, ધર્મ દેનાર, ધર્મનો ઉપદેશ આપનાર, શરણ આપનાર, તમોને નમસ્કાર થાઓ, હે ધર્મના સારથિ ! ધર્મમાં દોરનાર, ધર્મના શ્રેષ્ઠ ચક્રવર્તી ! છદ્મસ્થપણાથી રહિત સમ્યગુ જ્ઞાનદર્શન ધારણ કરનાર, રાગાદિ અરિવર્ગને જિતનાર અને જિતાડનાર, સંસાર-સમુદ્રથી તરેલા અને બીજાઓને તારનાર, કર્મથી મુકત બનેલા અને બીજાઓને મુક્ત બનાવનાર, બોધ પામેલા અને બોધ પમાડનાર તમોને નમસ્કાર હો. હે સર્વજ્ઞ ! સ્વામી, સર્વ દેખનારા, સર્વ અતિશયના અધિકારી, આઠે કર્મનો ચૂરો કરનાર, હે ભગવંત ! તમોને નમસ્કાર થાઓ. ઉત્તમ પુણ્યબીજ વાવવા માટે ક્ષેત્ર, ઉત્તમ પાત્ર, તીર્થ, પરમાત્મા, સ્યાદ્વાદ કહેનાર વીતરાગ મુનિ ! તમોને નમસ્કાર હો. પૂજ્યોના પણ પૂજ્ય મોટાઓથી પૂજાએલ આચાર્યોના આચાર્ય, મોટાથી પણ મોટા હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ. કેવલજ્ઞાનથી વિશ્વમાં વ્યાપેલા, યોગીઓના નાથ ! યોગને ધારણ કરનાર સ્વયં પવિત્ર અને બીજાઓને પવિત્ર કરનાર, અનુત્તર, ઉત્તર (શ્રેષ્ઠ) એવા તમોને નમસ્કાર હો. યોગાચાર્ય કર્મમલ સાફ કરનાર શ્રેષ્ઠ, અગ્રેસર, વાચસ્પતિ, મંગલસ્વરૂપ હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ. સહુપ્રથમ ઉદય પામેલા, અપૂર્વવર સૂર્ય સરખા, ૐ મુર્ણવઃ સ્વઃ એવા વચનથી સ્તવવા યોગ્ય હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ સર્વ જનોના હિતકારી સર્વ અર્થ સાધનાર, અમૃત્યુને પામેલા, ઉદય પામેલા બ્રાહ્મચર્યને ધારણ કરનાર, (સંસાર સમુદ્રનો) પાર પામેલા, કૌશલ્યવાળા, નિર્વિકાર, રક્ષણ કરનાર, વજઋષભનારા સંધયણથી યુક્ત શરીરવાળા, તત્ત્વ દેખનાર ! તમોને નમસ્કાર થાઓ. ત્રણ કાળને જાણનાર જિનેન્દ્ર, સ્વયંભૂ જ્ઞાન-બલ-વીર્ય-તેજ-શક્તિ-ઐશ્વર્યવાળા તમોને નમસ્કાર થાઓ. ધર્મના આદિ પુરુષ પરમેષ્ટિ મહેશ (મહાદેવ), જ્યોતિસ્તત્વ સ્વરૂપ હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ. એ પ્રમાણે સ્તુતિ કરી. નમસ્કાર કરી પરમેશ્વરને ગ્રહણ કરી પાછા લાવી ઈન્દ્ર મહારાજાએ તે જ ક્ષણે માતાને આપ્યા. પોતાના વંશની વૃદ્ધિ થવાથી તેને યોગ્ય એવું પ્રભુનું “વર્ધમાન” નામ માતાપિતાએ પાડ્યું. “હું પહેલી સેવા કરું, હું પ્રથમ ભક્તિ કરું એ પ્રમાણે સ્પર્ધાથી ભક્તિવાળા દેવોથી અને અસુરોથી સેવા કરતા, અમૃતવૃષ્ટિ કરનાર આંખો વડે કરીને જાણે પૃથ્વીને સિંચતા હોય તેવા, તેમજ એક હજાર અને આઠ લક્ષણોવાળા, સ્વાભાવિક ગુણો વડે વૃદ્ધિ પામેલા ભગવાન અનુક્રમે વયથી પણ વધવા લાગ્યા.
દેવદમન- કોઈક સમયે સરખી વયવાળા રાજપુત્રો સાથે વયને યોગ્ય રમતોની રમત રમતાં અતુલ પરાક્રમવાળા ભગવંત ક્રીડા રમવા ગયા. તે સમયે દેવસભામાં ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી “સર્વ દુનિયાના) વીરો મહાવીર પ્રભુથી ઉતરતી કોટીના છે.” એમ વર્ણવ્યું. તે વખતે કોઈ ઈર્ષ્યાળુ દેવ “હું તેને ક્ષોભ પમાડીશ' એમ કહી જ્યાં પ્રભુ ક્રીડા કરતા હતા, ત્યાં આવ્યો. રાજપુત્રો સાથે પ્રભુ આમલકી-ક્રીડા રમી રહ્યા હતા ત્યારે, તે દેવ કપટથી સર્પ બની ઝાડ સાથે વીંટળાઈ ગયો. તે વખતે તે ભયંકર સર્પને દેખી ત્રાસ પામેલા રાજપુત્રો દરેક દિશામાં ભાગી ગયા, પરંતુ પ્રભુએ હાસ્ય કરતાં કરતાં તેને દોરડાની માફક ભૂમિ પર પટક્યો. લજ્જા પામેલા રાજકુમારો ફરી રમવા આવ્યા. ત્યારે તે દેવ કુમારનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો અને તે સર્વે વૃક્ષ પર ચડી ગયા. પ્રભુ તો પ્રથમથી જ વૃક્ષની ટોચે ચડી ગયા અથવા તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org