________________
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ
५३७ दशाहं तु वहन्निन्दावेवोद्वेग-रुजे मरुत् ।
इतश्चेतश्च यामार्धं, वहन् लाभाऽर्चनादिकृत् ॥ ७५ ॥ ટીકાર્થ:- જો દશ દિવસ સુધી નિરંતર ચંદ્રનાડીમાં જ પવન ચાલે તો, ઉદ્વેગ અને રોગ માટે થાય અને સૂર્ય અને ચંદ્ર એક એક નાડીમાં વારા ફરતી અર્ધ અર્ધ પહોર ચાર ચાર ઘડી સુધી પવન વહન થાય તો, લાભ અને પૂજાદિકની પ્રાપ્તિ થાય. // ૭૫ // તથા – ५३८ विषुवत्समयप्राप्तौ, स्पन्देते यस्य चक्षुषी ।
अहोरात्रेण जानीयात्, तस्य नाशमसंशयम् ॥ ७६ ॥ ટીકાર્થ:- સરખા રાત્રિ-દિવસ હોય અર્થાત્ બરાબર બાર કલાકનો દિવસ અને રાત્રિ પણ બરાબર બાર કલાકની હોય, એક પણ ઓછું-વતું ન હોય, તે વિષુવત દિવસ કહેવાય. વરસમાં એવા બે જ દિવસ આવે છે. તેવા સમયે જેની આંખો ફરકે, તે એક રાત્રિ-દિવસમાં મૃત્યુ પામે. તેમાં સંશય ન રાખવો. ફરકવું એ પણ વાયુનો વિકાર છે, તેથી ચાલુ અધિકારનો ભંગ થતો નથી. / ૭૬ || તથા - ५३९ पंचातिक्रम्य संक्रान्तीर्मुखे वायुर्वहन् दिशेत् ।
મિત્રાર્થાનીનિસ્તે નોડનમ્ સંસ્કૃતિ વિના ! ૭૭ છે ટીકાર્ય :- પવન એક નાડીમાંથી બીજી નાડીમાં જાય તેને અહિં સંક્રાન્તિ કહે છે. તેવી ઉપરા ઉપર પાંચ સંક્રાન્તિ ગયા પછી છઠ્ઠી સંક્રાન્તિ વખતે પવન મુખેથી વહન થાય તો, મિત્ર અને ધનની હાનિ, નિસ્તેજ થવાપણું, ઉદ્વેગ, દેશાત્તર-ગમન આદિ મૃત્યુ સિવાયના સર્વ અનર્થનું સૂચન સમજવું. || ૭૭ી.
તથા -
५४० संक्रान्तीः समतिक्रम्य, त्रयोदश समीरणः ।
प्रवहन् वामनासायां, रोगोद्वेगादि सूचयेत् ॥ ७८ ॥ ટીકાર્થ:- પૂર્વે કહેલા લક્ષણવાળી તેર સંક્રાન્તિ ઉલ્લંઘન થયા પછી પવન જો ડાબી નાસિકામાંથી ચાલે તો તે રોગ તથા ઉદ્વેગ આદિ થશે – તેમ સૂચવે છે. તે ૭૮ || તથા - ५४१ मार्गशीर्षस्य संक्रान्ति-कालादारभ्य मारुतः ।
वहन् पञ्चाहमाचष्टे, वत्सरेऽष्टादशे मृतिम् ॥ ७९ ॥ ટીકાર્થ:- માગશર મહિનાના પ્રથમ દિવસથી આરંભી સંક્રાન્તિ-કાળથી એક જ નાડીમાં પાંચ દિવસ સુધી પવન વહ્યા કરે, તો તે દિવસથી અઢારમે વર્ષે મરણ થશે-એમ જાણવું. . ૭૯ll તથા - ५४२ शरत्संक्रान्तिकालाच्च, पञ्चाहं मारुतो वहन् ।
ततः पञ्चादशाब्दानाम्, अन्ते मरणमादिशेत् ॥ ८० ॥