SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કરવામાં આવે, તેને સંયમ કહે છે. આ સંયમ સિદ્ધિઓનું કારણ છે, માટે જ આ નાડીને મોક્ષનું કારણ ગણેલું છે. || ૬૨-૬૩ //. ડાબી અને જમણી નાડી વહન થતી હોય, ત્યારે કયાં કયાં કાર્યો કરવાં, તે જણાવે છે - ५२६ वामैवाभ्युदयादीष्ट-शस्तकार्येषु संमता दक्षिणा तु रताहार-युद्धादौ दीप्तकर्मणि ॥६४ ॥ ટીકાર્થ:- યાત્રા, દાન, વિવાહ, નવીન વસ્ત્રાભરણ પહેરવાં, ગામ-નગર-ગૃહ-પ્રવેશ, સ્વજન-મેળાપ, શાંતિક, પૌષ્ટિક, યોગાભ્યાસ, રાજદર્શન, નવીન મૈત્રી કરવી, બીજ-વપન વગેરે અભ્યદય અને ઈષ્ટ કાર્યોના પ્રારંભકાળે ડાબી નાડી અને ભોજન, યુદ્ધ, મંત્ર-સાધના, દીક્ષા, સેવાકર્મ, વેપાર, ઔષધ, ભૂત-પ્રેતાદિ સાધના બીજાં પણ તેવાં રૌદ્રાકાર્યોમાં સૂર્યનાડી સારી જાણવી. / ૬૪ / ફરી પણ ડાબી જમણી નાડીના વિષય-વિભાગ કહે છે - ५२७ वामा शस्तोदये पक्षे, सिते कृष्णे तु दक्षिणा । त्रीणि त्रीणि दिनानीन्दु-सूर्ययोरुदयः शुभः ॥ ६५ ॥ ટીકાર્થ:- શુક્લપક્ષમાં સૂર્યોદય-સમયે ડાબી નાડીનો ઉદય શ્રેષ્ઠ છે અને કૃષ્ણપક્ષમાં સૂર્યોદય સમયે જમણી નાડીનો ઉદય શ્રેષ્ઠ છે. આ બંને નાડીનો ઉદય ત્રણ દિવસ સુધી શુભ માનેલો છે. વધારે સ્પષ્ટતા આગળ કરવામાં આવશે. || ૬૫ || ઉદયનો નિયમ કહીને અસ્તનો નિયમ કહે છે - ५२८ शशाङ्केनोदये वायोः, सूर्येणास्तं शुभावहम् उदये रविणा त्वस्य, शशिनाऽस्तं शिवं मतम् ॥ ६६ ॥ ટીકાર્થ:- જે દિવસે ચંદ્ર સ્વરમાં વાયુનો ઉદય શરૂ થાય અને સૂર્ય સ્વરમાં તેનો અસ્ત થાય, તે શુભ ગણાય તથા જે દિવસે સૂર્યનાડીમાં પવનનો ઉદય ચાલુ થાય અને ચંદ્રનાડીમાં અસ્ત થાય, તે પણ કલ્યાણકારી માનેલ છે. ૬૬ | એ જ હકીકત વિસ્તારથી ત્રણ શ્લોકો વડે સમજાવે છે - ५२९ सिते पक्षे दिनारम्भे, यत्नेन प्रतिपदिने वायोर्वीक्षेत संचारं, प्रशस्तमितरं तथा || ૬૭ | ५३० उदेति पवनः पूर्व, शशिन्येष त्र्यहं ततः संक्रामति त्र्यहं सूर्ये, शशिन्येव पुनस्त्र्यहम् ॥ ६८ ॥ ५३१ वहेद् यावद् बृहत्पर्व, क्रमेणानेन मारुतः । कृष्णपक्षे पुनः सूर्योदयपूर्वमयं क्रमः ॥६९ ॥ ટીકાર્ય - અજવાળિયા પક્ષના પડવાના દિવસે સૂર્યોદયના પ્રારંભ-સમયે યત્નપૂર્વક પ્રશસ્ત કે અપ્રશસ્ત વાયુના સંચારને જોવો. પ્રથમ ચંદ્રનાડીમાં પવન વહેવો શરૂ થાય છે. તે ૧-૨-૩ ત્રણ દિવસ સુધી સૂર્યોદય વખતે વહન થશે. પછીના ૪-૫-૬ એમ ત્રણ દિવસ સૂર્યોદય-વખતે સૂર્યનાડીમાં વહન થશે. ફરી ત્યા પછીના ૭-૮૯ એમ ત્રણ દિવસ ચંદ્રનાડીમાં પવન વહન થશે. એવી રીતે પૂર્ણિમા સુધી આ જ ક્રમથી પવન ચાલુ રહેશે,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy