________________
પ્રકાશકીય સ્વપજ્ઞ વિવરણ સાથે યોગશાસ્ત્રનો ગુર્જર અનુવાદ પૂ. આ. ભ. શ્રી હેમસાગરસૂરિ મ.સા.એ વિ.સં. ૨૦૨૫માં કયો. તેનું પ્રકાશન ઈ.સ. ૧૯૬૯માં શ્રી દેવચંદલાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી થયું. એ પછી ઈ.સ. ૧૯૮૦માં આ ગ્રંથનું પુનઃ પ્રકાશન શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ દ્વારા થયું. છેલ્લાં કેટલાક વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથનો પુનઃ પ્રકાશન કરવા પૂ. આ. ભ. મુનિચન્દ્રસૂરિ મ.સા.એ પ્રેરણા કરી. મુનિરાજ શ્રી અમરેન્દ્રસાગરજી મ.સા. અને મુનિરાજ શ્રી મહાભદ્રસાગરજી મ.સા એ પણ કાર્ય માટે પ્રસન્નતા પ્રગટ કરી. - આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) તરફથી કાલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ.સા. અને કુમારપાલ મહારાજાના ફોટાની સામગ્રી મળી છે. આભાર.
આ ગ્રંથના સંપાદનમાં પૂ.આ.ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. ને તેઓના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હ્રીંકારરત્ન વિ. મ.સા. એ સહાય કરી છે. સાથે સાથે જણાવતા હર્ષ થાય છે કે “યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ” ગ્રંથ કે જેનું પ્રકાશન “જૈન સાહિત્ય વિકાસ મંડળ” દ્વારા વર્ષો પૂર્વે થયેલ. તેનું પુનઃ પ્રકાશન પણ અમે ટૂંક સમયમાં કરવાના છીએ.
આ ગ્રંથ પ્રકાશનનો લાભ શ્રી વાવ જૈન શ્વે. મૂ. પૂ. સંઘે જ્ઞાનદ્રવ્યમાંથી લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના.
– પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org