SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ (એકાંત) સ્થાનનો આશ્રય કરે, તે સંબંધ સમજી લેવો. / ૧૨૩ || હવે આસનોને કહે છે– ४५० पर्यङ्कवीरवज्राब्ज-भद्रदण्डासनानि च । उत्कटिका गोदोहिका कायोत्सर्गस्तथासनम् ॥ १२४ ॥ અર્થ : પર્યકાસન-વીરાસન-વજાસન-કમળાસન-ભદ્રાસન-દંડાસન-ઉત્કટિકાસન-ગોદોતિકાસન અને કાયોત્સર્ગાસન || ૧૨૪ || ટીકાર્થ : ૧, પર્યકાસન, ૨. વીરાસન, ૩. વજાસન, ૪. કમળાસન, ૫. ભદ્રાસન, ૬. દંડાસન, ૭. ઉત્કટિકાસન, ૮. ગોદોહિકાસન, ૯. કાયોત્સર્ગાસન. આ નામના આસનો કહેલાં છે. | ૧૨૪ / ક્રમપૂર્વક દરેક આસનોની વ્યાખ્યા સમજાવે છે– ४५१ स्याज्जङ्घयोरधोभागे, पादोपरि कृते सति । પર્વ નિમિત્તાન-ફિત્તરપાવિક છે. ૨૨૧ છે અર્થ : બે સાથળનો નીચેના ભાગ પગ ઉપર સ્થાપન કરીને નાભિની નજીકમાં જમણો-ડાબો હાથ ક્રમસર ચત્તો રાખવો તેને પર્યકાસન કહેવાય || ૧૨૫ | ટીકાર્થ : જંધાના નીચેના ભાગમાં એટલે ઢીંચણ પાસે બે પગની ગોઠવણી કર્યા પછી નાભિ પાસે ડાબો હાથ જમણા ઉપર ચત્તો રાખવો, તે પર્યકાસન કહેવાય. શાશ્વત પ્રતિમાઓને અને શ્રી મહાવીર ભગવંતના નિર્વાણ સમયે જે પ્રમાણે પર્યકાસન હતું, તે પ્રમાણે આપણે સમજવું. પાતંજલો જાન હાથને લાંબા કરી સૂવું તેને પર્યક કહે છે. // ૧૨૫ / હવે વીરાસન કહે છે४५२ वामोऽर्हिर्दक्षिणोरूर्ध्वं वामोरूपरि दक्षिणः । क्रियते यत्र तद्वीरोचितं वीरासनं स्मृतम् ॥ १२६ ॥ અર્થ : ડાબો પગ જમણા સાથળ ઉપર અને જમણો પગ ડાબા સાથળ ઉપર સ્થાપન કરવો તે વીરપુરુષોને ઉચિત વીરાસન કહેવાય || ૧૨૬ || ટીકાર્થ : ડાબો પગ જમણા સાથળ ઉપર અને ડાબા સાથળ ઉપર જમણો પગ જેમાં કરાય, તે તીર્થકર આદિ વીર પુરુષોને ઉચિત હોવાથી વીરાસન. કાયરોને આ આસન ન હોય. બે હાથ આગળ સ્થાપન કરવાના છે, તે પર્યકાસન માફક સ્થાપન કરવા. કેટલાકો આને પદ્માસન પણ કહે છે. એક સાથળ ઉપર એક પગ આરોપણ કરવામાં અર્ધપદ્માસન કહેવાય. || ૧૨૬ / વજાસન કહે છે– ४५३ पृष्ठे वज्राकृतीभूते दोर्ध्या वीरासने सति । गुह्णीयात् पादयोर्यत्रा-ङ्गष्ठौ वज्रासनं तु तत् ॥ १२७ ॥ અર્થ : ઉપર જણાવેલ વીરાસન કર્યા બાદ પીઠના સ્થાનથી વજાકારે રહેલા બે હાથથી બેય પગના
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy