SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫ ૪૩૩ અંતર્વેળાને રોકનાર ૪૨૦૦૦ નાગકુમાર દેવો અને બાહ્ય વેળા રોકનાર ૭૨OOO દેવો અને શિખાવેલા રોકનાર ૬OOO૦ દેવો હોય છે. ગોસ્તૂપ, ઉદકાભાસ, શંખ અને દકસીમ એ નામના ચાર આવાસ-પર્વતો વેલંધરદેવના છે. સુવર્ણ, અંતરત્ન, ચાંદી અને સ્ફટિકમય ગોસ્તૂપ, શિવક શંખ, મનઃશિલ નામના અધિપતિ દેવોના આવાસો છે, તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન, નીચે ૧૦૨૨ યોજન વિસ્તારવાળા ઉપર ૪૨૪ યોજન પ્રમાણ વિસ્તાર છે. તેના ઉપર પ્રાસાદ છે. કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરુણપ્રભ એ નામના જેના અધિપતિઓ છે. એવા કર્કોટક, વિદ્યુતજિલ્લા, કૈલાસ અને અરુણપ્રભ નામના આવાસોવાળા નાની વેળા રોકનાર સર્વરત્નમય પર્વતો છે તથા વિદિશાઓમાં બાર હજાર યોજનમાં તેટલા જ લાંબા-પહોળા ચંદ્ર દ્વીપો અને તેટલા જ સૂર્યના દ્વીપો છે, તથા ગૌતમ દ્વીપ અને સુસ્થિત આવાસ પણ તેટલા જ પ્રમાણવાળો છે તથા અંતર અને બાહ્ય લવણસમુદ્રના ચંદ્ર અને સૂર્ય સંબંધી (?) (દ્વીપો) અને સર્વક્ષેત્રોમાં પ્રાસાદો છે અને લવણસમુદ્રમાં લવણરસ છે. લવણસમુદ્રની ચારે બાજુ ફરતો અને તેનાથી બમણા પ્રમાણવાળો ધાતકી ખંડ છે. જે મેરુ અને બીજા વર્ષઘર પર્વતો તથા ક્ષેત્રો જેબૂદ્વીપમાં કહ્યા, તેના કરતાં બમણા ધાતકીખંડમાં સમજવા. દક્ષિણ અને ઉત્તરમાં લાંબા એવા બે ઈષકાર પર્વતોથી જુદા પડેલા બે ધાતકી ખંડો, જંબૂદ્વીપના જ પર્વતાદિના નામ અને સંખ્યાવાળા, પૂર્વાર્ધ અને પશ્ચિમધમાં ચક્રના આરા પ્રમાણે રહેલા જેબૂદ્વીપના નિષધાદિની ઊંચાઈવાળા, કાલોદધિ અને લવણના જળનો સ્પર્શ કરનારા, ઈષના આકારવાળા પર્વતો સહિત પર્વતો છે. ક્ષેત્રો આરાના વચલા ભાગમાં રહેલા છે. ધાતકીખંડની ચારે બાજુ વીંટળાઈને રહેલો, આઠ લાખ યોજન પહોળાઈવાળો કાલોદધિ સમુદ્ર છે. કાલોદધિ સમુદ્રની ચારે બાજુ વીંટળાઈને રહેલો, તેનાં કરતાં બમણા વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ છે. તેના અર્ધ-પ્રમાણ સુધી મનુષ્યક્ષેત્ર છે. ધાતકીખંડમાં મેરુ વગેરે તથા ઈષકાર પર્વતો આદિની સંખ્યા છે, તે જ સંખ્યા-પ્રમાણવાળા પુષ્કરવરાર્ધમાં ક્ષેત્ર, પર્વતાદિ જાણવા. ધાતકીખંડના ક્ષેત્રાદિ વિસ્તારથી બમણા, ક્ષેત્રાદિ વિસ્તાર જાણવા. ધાતકીખંડ અને પુષ્કરાધના ચાર નાના મેરુઓ મહામેરુ કરતાં પંદરહજાર યોજન હીન ઊંચાઈવાળા અર્થાત્ ૮૫000 યોજનની ઊંચાઈવાળા તથા પૃથ્વીતળમાં છસો યોજન હીન વિખંભવાળા છે. તેઓના પ્રથમકાંડ, મોટા મેરુ સરખો છે. બીજો કાંડ, સાત હજાર યોજન ઓછો એટલે છપ્પન હજાર યોજનનો ત્રીજો આઠ હજાર યોજન ઓછો એટલે અઠ્ઠાવીસ હજાર યોજનનો છે. ભદ્રશાલ, નંદનવન મહામેરુ માફક છે. સાડા પંચાવન હજાર યોજન ઉપર પાંચસો યોજન વિસ્તારવાળું સૌમનસવન છે. ત્યાર પછી અઠ્ઠાવીસ હજાર યોજન ઉપર ૪૯૪ યોજન વિસ્તારવાળું પાંડુકવન છે. ઉપર નીચેનો વિખંભ અને અવગાહ મહામેરુ માફક અને ચૂલિકા પણ તે પ્રમાણે. આ પ્રમાણે અઢી દ્વીપ અને બે સમુદ્રો એ મનુષ્યક્ષેત્ર કહેવાય, તેમાં પાંચ મેરુઓ, પાંત્રીશ ક્ષેત્રો, ત્રીશ વર્ષધર પર્વતો, પાંચ દેવકુરુઓ, પાંચ ઉત્તરકુરુઓ અને એક્સો સાઠ વિજયો છે. મહાનગરને ઘેરાતો કિલ્લો હોય, તેમ પુષ્કરદ્વીપાઈને ફરતો, મનુષ્યલોકને વીંટળાઈને રહેલો સુવર્ણમય માનુષોત્તર પર્વત ૧૭૨૧ યોજન ઊંચો, ૪૩૦ યોજન અને એક ક્રોશ નીચે જમીનમાં, ૧૦૨૨ યોજના મૂળમાં વિસ્તારવાળો ૭૨૩ યોજન મધ્યમાં, ૪૨૪ યોજના ઉપરના ભાગમાં વિસ્તારવાળો છે. આ પર્વત પછીના ક્ષેત્રમાં કદાપિ મનુષ્યો જન્મ કે મરે નહિ. જે ચારણ કે વિદ્યાધર લબ્ધિવાળા હોય, તેવા મનુષ્યો તે પર્વતનું ઉલ્લંઘન કરી આગળ ગયા હોય, તો પણ ત્યાં તેઓ મૃત્યુ પામતા નથી. આ કારણે જે તે માનુષોત્તર' પર્વત કહેવાય છે. તે પર્વતથી આગળ બાદર અગ્નિકાય, મેઘ, વીજળી, નદી, કાળ,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy