________________
૪૨ ૨
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ માણસ સભૂત પદાર્થ જણાવે છે, તેનો એમાં કયો દોષ ? હવે જો પોતાનામાં તે દોષ નથી, તો તે અસત્ય બોલે છે, માટે મારે તેને ક્ષમા આપવી. કહેલું છે કે – “કોઈ આક્રોશ કરે તો તે બુદ્ધિશાળી સમજુએ યથાર્થ તત્ત્વની વિચારણા કરવી. જો સત્ય હોય તો કોપ કેમ થાય ? અને અસત્ય હોય તો અજ્ઞાની સાથે કોપ કરવાથી શો ફાયદો?' ક્રોધ કરવાનું નુકસાન ચિંતવવાથી પણ ખમી ખાવું જોઈએ. ક્રોધ કરનારને તો નક્કી પાપકર્મનો બંધ થાય છે જ. તેથી બીજાને મારવાનું થાય, તેથી અહિંસાવ્રતનો લોપ થાય, ક્રોધમાં આડું અવળું બોલવાથી બીજા વ્રતનો પણ લોપ થાય. ક્રોધમાં દીક્ષા લીધાની વાત ભૂલી જાય તો વગર આપેલું લેવાથી અદત્ત પણ ગ્રહણ કરે – એટલે ત્રીજા વ્રતનો લોપ થાય. દ્વેષથી પરપાખંડિની(સ્ત્રી) સાથે અબ્રહ્મ સેવનથી ચોથા વ્રતનો લોપ થાય, અત્યંત ક્રોધી બનવા યોગે અવિરતગૃહસ્થોની સહાયબુદ્ધિથી તેમના ઉપર મમતાભાવ-મૂછ પણ થાય, એટલે પાંચમા વ્રતનો લોપ. ઉત્તરગુણોના ભંગની વાત તો રહી જ કયાં? ક્રોધી આત્મા ગુરુની પણ આશાતના કરે અને અપમાન કે તિરસ્કાર પણ કરે. એ પ્રમાણે ક્રોધના દોષો વિચારે. બાળ-સ્વભાવ ચિંતવવાથી પણ ક્ષમા રાખવી. બાળ એટલે અણસમજુ, તેનો સ્વભાવ. આ પ્રમાણે વિચારે કે, બાળજીવ કોઈ વખત પરોક્ષ અને કોઈ વખત પ્રત્યક્ષ આક્રોશ કરે. કોઈ વખત પરોક્ષ આક્રોશ કરતા માને કે મારી પાછળ આક્રોશ કરે છે, સન્મુખ કે પ્રત્યક્ષ તો કંઈ કહેતો નથી ને ! એટલો ભલો છે. કદાચ પ્રત્યક્ષ આક્રોશ કરતો હોય તો કહે છે કે, ભલો આ માણસ મુખથી આક્રોશના શબ્દો બોલે છે પણ મારતો તો નથી ને? મારતો હોય તો પ્રાણ તો લેતો નથી ને ? પ્રાણ પણ લેતો હોય તો, મને ધર્મથી ભ્રષ્ટ કરતો નથી ને ! એમ આગળ આગળના અભાવમાં પોતાને લાભ માને છે. કહેવું છે કે, “આક્રોશ કરે, હણે, પ્રાણ લે, ધર્મભ્રષ્ટ કરે– આ વગેરે અજ્ઞાની આત્માઓને સુલભ છે. ધીર સમજુ આત્મા આગળ આગળના ભાવ-અભાવમાં પોતે લાભ માને છે.” એ પ્રમાણે બાળ-સ્વભાવ વિચારવો. પોતે કરેલા કર્મનું ફળ ઉદયમાં આવ્યું છે. એમ ચિંતવવાથી પણ ક્ષમા થાય છે. પૂર્વે કરેલા કર્મના ફળનું આવવું આ પ્રમાણે થાય છે. કર્મનું ફળ ભોગવ્યા વગર કે તપ કર્યા વગર નિકાચિત કર્મનો ક્ષય થતો નથી. અવશ્ય ભોગવવા લાયક ફળ-વિષયમાં બીજો તો માત્ર નિમિત્ત છે. કહેવું છે કે “સર્વે કોઈ પૂર્વે કરેલા કર્મનો ફળ - વિપાક પામે છે. અપરાધ થવામાં કે ઉપકાર-ગુણ થવામાં બીજો તો માત્ર નિમિત્તભૂત છે.' આ પ્રમાણે પોતે કરેલા કર્મ-ફળનો ઉદયકાળ વિચારવો. ક્ષમાગુણની વિચારણા કરવાથી ક્ષમા પ્રગટ થાય છે શ્રમનો અભાવ, વગર પ્રયાસે ક્રોધ-નિમિત્તના પ્રાયશ્ચિત્તનો અભાવ, શુભધ્યાનનો અધ્યવસાય, પરમસમાધિની ઉત્પત્તિ, સ્થિર પ્રસન્નતાવાળો અંતરાત્મા, કોઈને મારવા માટે હથિયાર શોધવાના પ્રયત્નનો અભાવ, આવેશ ન કરવાપણું, મુખની પ્રસન્નતા, ક્રોધ કરવાથી આંખ લાલ થાય અને ન કરવાથી ઉજ્જવલ રહે, પરસેવો ન થવો, કંપારી ન થવી, બીજાને પ્રહાર કરવાની વેદનાનો અભાવ-એ પ્રમાણે ક્ષમાં રાખવાના ગુણો જાણવા. આમ ક્રોધનો પ્રતિપક્ષ, તે ક્ષમા ધર્મ.
૮. માર્દવ - નમ્રતા. નમ્રતાવાળા, અભિમાન વગરના થવું. બંને અહંકારનો નિગ્રહ કરવાથી થાય છે. તે મદ જાતિમદ આદિ આઠ પ્રકારના પહેલાં કહેવાઈ ગયા છે :- તેથી “જાતિ, કુલ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, વલ્લભતા અને શ્રતમદમાં અંધ બનેલા પુરૂષાર્થ-હીન-પુરૂષો આ લોક અને પરલોકમાં હિતકારી પદાર્થ પણ દેખતા નથી.” (પશમરતિ-૮૦) એ વગેરે મદના દોષ-પરિહારના કારણભૂત માનનો પ્રતિપક્ષ માર્દવ ધર્મ..
૯ સરળતા - મન, વચન અને કાયાના કાર્યોની એકરૂપતા, તે રૂપ સરળતા અર્થાત્ માયા-રહિતપણું. માયાથી પોતાની પ્રતિજ્ઞા કે બોલવા પ્રમાણે વર્તતો ન હોવાથી દરેકને શંકાનું સ્થાન-અવિશ્વાસવાળો થાય