________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૮
4
૪૦૯
કારણો સમજવા. પોતાની સ્ત્રીમાં જ સંતોષી, ઈર્ષ્યા-રહિતપણું, મંદકષાયતા, સુંદર આચારનું સેવન એ પુરૂષવેદ બાંધવાના આશ્રવો છે. સ્ત્રી-પુરૂષ સાથે અનંગ-સેવા, ઉગ્ર કષાયો, તીવ્ર કામાભિલાષ, પાખંડ (વ્રતધારી) સ્ત્રીના વ્રતનો ભંગ-આ નપુસંકવેદના આશ્રવો છે. તથા સાધુઓની નિંદા, ધર્મ સન્મુખ બનેલાઓને ધર્મ કરવામાં વિઘ્ન કરવાં, મદ્ય-માંસની વિરતિ કરનાર પાસે અવિરતિનાં વખાણ ક૨વાં, શ્રાવકધર્મમાં અંતરાય કરવો, અચારિત્રના ગુણ વર્ણવવા, તથા ચારિત્રના દોષ બોલવા, બીજા જીવોના કષાય નોકષાયની ઉદીરણા કરવી આ સર્વે સામાન્યથી ચારિત્રમોહનીય કર્મના આશ્રવો સમજવા.
આયુષ્યકર્મના આશ્રવો
પંચેન્દ્રિય જીવોનો વધ, બહુ આરંભ-પરિગ્રહ, અનુપકાર, માંસ-ભોજન, કાયમ વૈર ટકાવી રાખવું, રૌદ્રધ્યાન, મિથ્યાત્વાનુંબધી કષાયતા, કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા, જૂઠ બોલવું, પારકા દ્રવ્યનું અપહરણ, વારંવાર મૈથુન-સેવન, ઈન્દ્રિયોની નિરંકુશતા-આ નરકાયુષ્યના આશ્રવો જાણવા. ઉન્માર્ગની દેશના, માર્ગનો નાશ, મૂઢચિત્તતા, આર્તધ્યાન, શલ્ય-સહિતપણું, માયા, આરંભ અને પરિગ્રહ, અતિચારવાળુ શીલવ્રત, નીલ-કાપોત લેશ્યા, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો એ તિર્યંચ-આયુષ્યના આશ્રવો જાણવા. અલ્પ પરિગ્રહ અને આરંભ, સ્વાભાવિક નમ્રતા અને સરળતા, કાપોત અને પીતલેશ્યા, ધર્મધ્યાનમાં અનુરાગિતા, પ્રત્યાખ્યાનકષાયો, મધ્યમ પરિણામ, પરોણાગતિ કરવી, દેવ-ગુરુનું પૂજન, આવનારને પ્રથમ બોલાવવું, પ્રિય તથા સુખપૂર્વક સમજાવી શકાય તેવું બોલવું, લોયાત્રામાં મધ્યસ્થભાવ આ મનુષ્ય આયુષ્યનો આશ્રવ છે. સરાગસંયમ, દેશસંયમ, અકામનિર્જરા, કલ્યાણમિત્રોનો સંપર્ક, ધર્મ શ્રવણ કરવાના સ્વભાવવાળો, પાત્રે દાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અવિરાધના, મૃત્યુકાળે પદ્મ-પીતલેશ્યાનો પરિણામ, બાલતપ, અગ્નિ, જળ આદિ સાધનથી પ્રાણત્યાગ કરનાર, અવ્યક્ત સામાયિક આ દેવના આયુષ્યના આશ્રવો છે. અશુભ નામકર્મના આશ્રવો
મન, વચન અને કાયાની વક્રતા, બીજાને છેતરવા, માયા-પ્રયોગ કરવો, મિથ્યાત્વ, ચાડી, ચલચિત્તતા, સુવર્ણ આદિની નકલો બનાવવી, ખોટી સાક્ષી, વર્ણ, ગંધ રસ, સ્પર્શદ સંબંધી ફેરફાર કથન કરવું, કોઈનાં અંગોનો કે ઉપાંગોનો વિનાશ કરવો, યંત્રકર્મ કે પક્ષીઓને પાંજરામાં પૂરવાં, ખોટાં તોલ-માપ રાખવાં, બીજાની નિંદા, પોતાની પ્રશંસા, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, મહાઆરંભ-પરિગ્રહ, કઠોર કે અસભ્ય વચન બોલવાં, સારો પવિત્ર વેષ ધારણ કર્યાનો અહંકાર, જેમ આવે તેમ બોલ બોલ કરવું, આક્રોશ ક૨વો, સૌભાગ્યનો ઉપઘાત, કામણ-સૂંબણ કરવાં, બીજાને કુતૂહલ ઉત્પન્ન કરાવવું, મશ્કરી, હેરાનગતિ કરવી, વેશ્યાદિકને આભૂષણોનું દાન, દાવાગ્નિ સળગાવવો, દેવાદિકના બહાને ગંધાદિકની ચોરી, તીવ્ર કષાયતા, દેરાસર, ઉપાશ્રય, બગીચા, પ્રતિમાઓનો વિનાશ કરવો, અંગારા પાડવાનો ધંધો અને તેવી ક્રિયાઓ કરવી-તે અશુભનામકર્મના આશ્રવો જાણવા.
શુભ નામકર્મના આશ્રવો
ઉપર કહ્યા, તેથી વિપરીત તથા સંસારભીરુતા, પ્રમાદ-ત્યાગ, સદ્ભાવ-પૂર્ણ અર્પણ થવું, ક્ષમાદિક ગુણ ધારણ કરવા, ધાર્મિક પુરૂષોના દર્શનમાં આદર અને સ્વાગત ક્રિયા કરવી ઈત્યાદિક શુભ નામકર્મના આશ્રવો સમજવા.
તીર્થંકર-નામકર્મના આશ્રવો
અરિહંતો, સિદ્ધો, ગુરુઓ, સ્થવિરો, બહુશ્રુત, ગચ્છ, શ્રુતજ્ઞાન, તપસ્વીઓ વિષે ભક્તિ, આવશ્યક