SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૪-૭૮ ૪૦૭ ४०२ शुभार्जनाय निर्मिथ्यं, श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनर्जेय-मशुभार्जनहेतवे ॥ ७६ ॥ અર્થ : શ્રુતજ્ઞાનયુક્ત સત્ય વચન શુભકર્મના ઉપાર્જન માટે થાય છે અને તેનાથી વિપરીત વચન અશુભ કર્મને બંધાવે છે ૭૬ | ટીકાર્થઃ દ્વાદશાંગી-ગણિપિટકરૂપ શ્રુતજ્ઞાનને અનુસરતું યથાર્થ વચન, તે રૂ૫ વચનયોગ. તે શુભકર્મ ઉપાર્જન કરાવનાર થાય. અને તેથી વિપરીત-શ્રુતજ્ઞાનવિરોધી વચન, તે અશુભકર્મ બંધાવનાર થાય. || ૭૬ || તથા४०३ शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तु-घातकेनाशुभं पुनः ॥ ७७ ॥ અર્થ : આત્મા સુગુપ્ત શરીર દ્વારા શુભકર્મને એકત્ર કરે છે અને સતત આરંભવાળા પ્રાણિઘાતક શરીરથી અશુભ કર્મ એકત્રિત કરે છે. ૭૭ ||. ટીકાર્થ : સારી રીતે ગોપવેલ, ખોટી ચેષ્ટાથી રહિત, કાયોત્સર્ગ આદિ શુભ અવસ્થામાં નિશ્ચેષ્ટપણે કાયા પ્રવર્તાવે, તો તે કાયયોગથી જીવ શાતાવેદનીયાદિ શુભ પુણ્યકર્મ ઉપાર્જન કરે અને મહાઆરંભ, સતત આરંભ કરવા વડે અને તેનાથી જીવોની વિરાધના કરવાથી અશાતા વેદનીય પાપકર્મ એકઠું કરે છે. આ પ્રમાણે શુભાશુભ યોગના મૂળપણે શુભાશુભ કર્મનું ઉત્પન્ન થવું–એમ પ્રતિપાદન કરવાથી કાર્યકારણ-ભાવનો વિરોધ થતો નથી. || ૭૭ || શુભયોગો શુભફળના હેતુઓ થાય છે—એ પ્રસંગથી જણાવ્યું. ભાવના–પ્રકરણમાં તો અશુભ યોગોનું અશુભ-ફળહેતુપણ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે પ્રતિપાદન કરવું જોઈએ, તેથી કહ્યા સિવાયના પણ અશુભ હેતુઓનો સંગ્રહ કરી કહે છે ૪૦૪ પાયા વિષય યોr:, પ્રમાવિતી તથા | मिथ्यात्वमार्त्तरौद्रे चेत्यशुभं प्रति हेतवः ॥ ७८ ॥ અર્થ : કોષાદિક કષાયો, પાંચ ઇન્દ્રિયોના વિષયો, અશુભ યોગો, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ તથા આર્ત-રૌદ્રધ્યાન, આ અશુભકર્મબંધના હેતુઓ જાણવા // ૭૮ || ટીકાર્થ : ક્રોધ, માન, માયા અને લોભ-લક્ષણ ચાર કષાયો; કષાયોની સાથે રહેનારા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા તથા પુરૂષ, સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદ મળી નવ નોકષાયો; સ્પર્શાદિક ઈચ્છા કરવા યોગ્ય વિષયો; મન, વચન અને કાયાના કર્મ-લક્ષણ ત્રણ યોગો; અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મનો અનાદર, યોગોમાં બરાબર વર્તન ન કરવું તે રૂપ આઠ પ્રકારનો પ્રમાદ; પાપનાં પચ્ચખાણ ન કરવા રૂપ અવિરતિ; મિથ્યાદર્શન; આર્ત અને રૌદ્ર ધ્યાન જે પહેલાં કહેવાઈ ગયાં છે, આ સર્વે અશુભ કર્મ આવવાનાં કારણો છે. પ્રશ્ન કર્યો કે, આ સર્વે બન્ધને અનુલક્ષીને હેતુઓ કહ્યા, વાચક-મુખ્ય ઉમાસ્વાતિજીએ કહેલું છે કે મિથ્થાનાવિતિપ્રતિષાયથોલાવતવ : (તત્વાર્થ ૮/૧) એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy