________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૦-૭૩
હવે અશુચિ-ભાવના કહે છે
३९८ रसाऽसृग्मांसमेदोऽस्थि-मज्जाशुक्रान्त्रवर्चसाम्
૪૦૫
1
अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत् कुतः ? ॥ ७२ ॥
અર્થ : રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા, શુક્ર, આંતરડા, વિષ્ટારૂપી અશુચીના સ્થાનભૂત શરીર છે તો પછી તે શરીરનું પવિત્રપણું ક્યાંથી ? ॥ ૭૨ ॥
ટીકાર્થ : ખાધેલા-પીધેલા આહાર-પાણીના પરિણમન થવાથી થયેલો રસ, રસમાંથી થયેલું લોહી, લોહીમાંથી થયેલું માંસ, માંસમાંથી તૈયાર થયેલી ચરબી, મેદમાંથી થયેલાં હાડકાં, મેદમાંથી હાડકાં થાય છે, મજ્જાથી વીર્ય, આંતરડાં, વિષ્ટા આ સર્વ અશુચિ પદાર્થોનું સ્થાન હોય તો કાયા છે. તે કાયાની પવિત્રતા કેટલી હોય ? અર્થાત્ કાયાની બીલકુલ પવિત્રતા નથી. || ૭૨ ||
જેઓ કાયામાં પવિત્રતા માનનારા છે, તેને ઠપકો આપતા કહે છે
३९९ नवस्त्रोत: स्रवद्विस्र- रसनिः स्यन्दपिच्छिले
1
देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजृम्भितम्
॥ ૭૨ ||
અર્થ : નેત્ર-કાન-નાક-મુખ-ગુદા અને લિંગ આ ૯ અશુદ્ધિ ઝરનાર દ્વા૨ોમાંથી નીકળતાં દુર્ગંધી પદાર્થથી ખરડાયેલા શરીરમાં પવિત્રપણાનું અભિમાન કરવું - એ ખરેખર મહામોહનું સામ્રાજ્ય સમજવું.
|| ૭૩ ||
ટીકાર્થ : નેત્ર, કાન, નાસિકા, મુખ, ગુદા અને લિંગ આ નવ અશુચિ ઝરનાર દ્વારો, તેમાંથી નીકળતો દુર્ગંધી પદાર્થ, તેથી ખરડાએલું શરીર, તેમાં પવિત્રપણાનું અભિમાન કરવું-એ મહામોહનું સામ્રાજ્ય સમજવું.
અહીં આને લગતા આંત૨શ્લોકોનો ભાવાર્થ જણાવાય છે
:
વીર્ય અને લોહીથી ઉત્પન્ન થનાર, મળના રસથી વૃદ્ધિ પામેલું, ગર્ભમાં જરાયુથી વીંટળાઈ ઢંકાયેલું શરીર પવિત્ર કેવી રીત હોઈ શકે ? માતાએ ખાધેલા અન્ન-જળ-પાનના રસથી ઉત્પન્ન થયેલ અને નાડી દ્વારા આવેલ રસ પી પીને વૃદ્ધિ પામેલ શરીરમાં પવિત્રતા કોણ માને ? અશુચિ દોષો, ધાતુ, મલથી વ્યાપ્ત અને કરમીયા, ગંડોલને રહેવાના સ્થાનરૂપ, રોગરૂપી સર્પ-સમુદાયથી ખવાયેલ શરીરને પવિત્ર કોણ કહી શકે ? વિલેપન કરવા માટે ચોપડેલ સુગંધી પદાર્થો કપૂર, અગર, કક્કોલ, કસ્તૂરી અને ચંદન ઘસીને તૈયા૨ કરેલ યક્ષકર્દમ જ્યાં એકદમ મલિન બની જાય એવા શરીરમાં શૌચ કેવી રીતે હોય ? સુગંધી તામ્બ્રેલ ખાઈને રાત્રે સૂઈ ગયો અને પ્રભાતે જાગ્યા પછી મુખના ગંધની જુગુપ્સા જ્યાં કરાય, એવા શરીરને પવિત્ર કેવી રીતે ગણવું ? સ્વભાવથી સુગંધવાળા ગંધ, ધૂપ, પુષ્પમાળાઓ આદિ જેના સંગથી દુર્ગંધી થાય, તે કાયા પવિત્ર કેવી રીતે કહેવાય ? ગંદા દારુના ઘડાની માફક આ કાયા અત્યંગન કરવા છતાં, કે વિલેપન કરવા છતાં, કે ક્રોડો ધડા ભરીને ધોવા છતાં પણ પવિત્રતા પામતી નથી. જેઓ માટી, જળ, અગ્નિ, વાયુ, સૂર્યકિરણ વડે કાયાનું શૌચ કહેનારા છે, તે તો ગતાનુગતિક કહેનારા સમજવા. તેઓ તો માત્ર ફોતરાં ખાંડનારાના પ્રયત્ન જેવા સમજવા. મદ, અભિમાન, કામદેવના દોષને નાશ કરનાર શરીરની અશૌચ-ભાવના આ પ્રમાણે ભાવતો નિર્મમત્વના મહાભારને વહન કરવા સમર્થ થાય છે. વધારે કેટલું કહેવું ? અશૌચ-ભાવના કહી. || ૭૩ ||