________________
૩૯૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નથી અને યમરાક્ષસ વડે તેનો કોળીયો થયા કરે છે. વળી, જે ધર્મ પ્રતિકાર ગણાય છે, તે પણ મરણનો પ્રતિકાર નથી, તે શુભ ગતિ આપનાર કે શુભ ગતિનો કર્તા ગણાય છે. આ પ્રમાણે નિઃશંકપણે બ્રહ્માથી માંડી કીડા સુધીના તમામ જીવોવાળા આખા જગતનો કોળીયો કરતો ત્રણે લોકમાં ભયંકર એવો યમરાજા કોઈ પ્રકારે થાકતો નથી. આના પ્રતિકાર કાર્યમાં ઈન્દ્ર પણ સમર્થ નથી. ખરેખર, અશરણ એવું આખું જગત તેનાથી પરેશાન થયું છે. અશરણભાવના કહી / ૬૪ || હવે ત્રણ શ્લોકોથી સંસારભાવના કહે છે___३९१ श्रोत्रियः श्वपचः स्वामी, पत्तिर्ब्रह्मा कृमिश्च सः ।।
સંસારનાઢ્ય નરવત્ સંસારી દત્ત ! ઘેeતે છે | અર્થ : વેદવેત્તા, ચાંડાલ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કીડાના ભવને પામતો તે સંસારી આત્મા સંસારનાટકમાં નટની જેમ વિવિધ ચેષ્ટા કરે છે / ૬૫ /
ટીકાર્થ : વિવિધ યોનિમાં રખડવું, તે રૂ૫ નાટક. સંસારીજીવ વિવિધ ચેષ્ટા કરીને નટની માફક નાટક કરે છે. વેદ-પારગામી બ્રાહ્મણ હોય તે ચામડાં ચૂંથનાર ચંડાળ થાય છે, સ્વામી હોય તે સેવક અને બ્રહ્મા એ કૃમિરૂપે થાય છે. જેમ નાટકીયો જુદા જુદા વેશ ભજવે છે, તેમ વિચિત્ર કર્મ-ઉપાધિથી બ્રાહ્મણાદિકને કહેલી સ્થિતિ અનુભવવી પડે છે. પરમાર્થથી તેનું રૂપ તેવા પ્રકારનું નથી || ૬૫ | તથા३९२ न याति कतमां योनि, कतमां वा न मुञ्चति ।
संसारी कर्मसम्बन्धा-दवक्रयकुटीमिव ॥ ६६ ॥ અર્થ : સંસારી જીવ કર્મના સંબંધને કારણે ભાડૂતી ઝુંપડાની જેમ કઈ યોનિમાં જતો નથી અને કઈ યોનિને મૂકતો નથી ? || ૬૬ |
ટીકાર્થ : સંસારી જીવ આ સંસારમાં એકેન્દ્રિયાદિક ચોરાશી લાખ યોનિમાંથી કઈ યોનિમાં નથી ગયો? અને તેણે કઈ યોનિનો ત્યાગ કર્યો નથી ? અર્થાત્ સર્વયોનિમાં ગયો છે અને તે છોડી છે. તેવા પ્રકારના કર્મ-સંબંધથી ભાડાની ઝૂંપડી માફક. તેવા પ્રકારના કોઈ ઉપયોગ-કારણે ગૃહસ્થ એક ઝુંપડી ભ રાખે. જરૂર ન હોય ત્યારે તે છોડી દે અને બીજામાં પ્રવેશ કરે. એમ નિયત કર્મના ઉપયોગ માટે એક યોનિમાં જીવ પ્રવેશ કરે અને તેવાં કર્મને ભોગવ્યા પછી તેને છોડી દે અને બીજી યોનિ પકડે, ફરી તેનો ત્યાગ કરે, પણ કોઈ નિયત યોનિ પકડી રાખી શકતો નથી. || ૬૬ ||
તથી
३९३ समस्तलोकाकाशेऽपि नानारूपैः, स्वकर्मतः ।
वालाग्रमपि तन्नास्ति यन्न स्पृष्टं शरीरिभिः ॥ ६७ ॥ અર્થ : જીવોએ સ્વ-કર્મના યોગે અનેક રૂપ વડે સર્વ લોકાકાશમાં તે કોઈ વાલાઝ-સૂક્ષ્મ વાળ જેટલું સ્થાન નથી કે જેને સ્પર્શ ન કર્યો હોય. / ૬૭ |
ટીકાર્થ : સમગ્ર ચૌદરાજ લોકાકાશમાં વાલાઝ જેટલો પણ પ્રદેશ નથી, જેને જીવોએ જુદાં જુદાં પોતાનાં કર્મથી પ્રાપ્ત કરેલાં શરીરો વડે જન્મતાં અને મરતાં સ્પર્શ કર્યો ન હોય.