SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૫-૧૭ ૩૭૭ ક્રૂર વ્યંતર આદિ કુયોનિમાં રહેલા ભૂત, પિશાચ, રાક્ષસાદિ પ્રમાદીઓને દેખીને ઘણે ભાગે માનવોને અને પશુઓને અનેક પ્રકારે હેરાન કરે છે. મત્સાદિક જળચરો પ્રપંચથી પોતાનાં જ બચ્ચાંઓનું ભક્ષણ કરનારા હોય છે, વળી તેઓને પણ કપટથી ધીવર જાળ વિગેરે દ્વારા સપડાવે છે. ઠગવામાં ચતુર એવા શિકારીઓ જુદા જુદા ઉપાયો યોજીને નિબુદ્ધિ સ્થળચર પ્રાણીઓને જાળમાં બાંધે છે અને મારી નાખે છે. આકાશમાં ઉડતા એવા બિચારા લાવક, ચકલા-ચકલી, મેના-પોપટ આદિ અનેક ભેદવાળા પક્ષીઓને માયાથી અતિક્રૂર અને અલ્પમાત્ર માંસ ખાવામાં આસક્તિવાળા, જાળ ધારણ કરનારા હિંસક પારધીઓ નિર્દયતાથી બાંધે છે. આ પ્રમાણે સર્વ લોકમાં પણ બીજાઓને છેતરવામાં પરાયણ બની. આત્મ-વંચકો પોતાના ધર્મનો અને સદ્ગતિનો નાશ કરે છે. તથા બુદ્ધિશાળી પુરુષોએ તિર્યંચ-જાતિમાં ઉત્પન્ન થવાના બીજભૂત, અપવર્ગનગરીની અર્ગલા, વિશ્વાસ-વૃક્ષ માટે દાવાગ્નિ સમાન એવી માયાનો ત્યાગ કરવો જોઈએ. પૂર્વભવમાં મલ્લિનાથ ભગવંતે એક નાની માયા કરીને એ માયાશલ્ય દૂર ન કર્યું અર્થાત આલોચ્યું નહિ એટલે એ માયાના યોગે તીર્થકર સરખા આત્માએ પણ સ્ત્રીપણું મેળવ્યું ! |૧૬ || હવે માયાને જીતવા તેની પ્રતિપક્ષભૂત સરળતાનો ઉપદેશ આપતા જણાવે છે :३४३ तदार्जवमहौषध्या जगदानन्दहेतुना जयेज्जगद्दोहकरी मायां विषधरीमिव ॥ १७ ॥ અર્થઃ તેથી જગતનો દ્રોહ કરનારી અને સાપણ જેવી માયાને જગતના આનંદના હેતભૂત સરળતારૂપ મહાપ્રભાવશાળી ઔષધી વડે જીતવી | ૧૭ || ટીકાર્થ : માયા અને સર્પિણી બની સમાનતા સમજાવે છે કે, જંગમ લોકનો દ્રોહ એટલે અપકાર કરવાના સ્વભાવવાળી હોવાથી તે સર્પિણી જેવી છે. જગત-દ્રોહકારી તેને શેનાથી જીતવી ? તો કે સરળતારૂપી મહાઔષધિ વડે. તે બંનેનું પણ સાધર્મ કહે છે. જંગલોકને કાય-આરોગ્ય કરનાર પ્રીતિવિશેષ જે વંચકતાના પરિહાર કરવા પૂર્વક કષાયનો જય કરવાથી મોક્ષના કારણરૂપ બને છે. અહિ આંતરશ્લોકોનો ભાવાર્થ કહે છે : બીજા મતવાળાઓ પણ કહે છે કે, મુક્તિ-નગરીનો સીધો માર્ગ હોય, તો તે સરળતા છે, બાકી આચારનો વિસ્તાર છે. “સર્વપ્રકારનું કપટ કરવું તે મૃત્યુસ્થાન અને સરળતા એ અજરામર સ્થાન સમજવું, આટલું જ જ્ઞાન બસ છે. બાકીનો સર્વ પ્રલાપ સમજવો’ જગતમાં પણ સરળતાવાળો પ્રીતિનું કારણ બને છે અને સર્પ જેવા કુટિલ મનુષ્યથી તો પ્રાણીઓ ઉદ્વેગ પામે છે. સરળતાવાળી ચિત્ત-વૃત્તિવાળા મહાત્મા પુરુષોને ભગવાસમાં રહેવા છતાં પણ અનુભવવા યોગ્ય સ્વાભાવિક મુક્તિસુખનો અનુભવ થાય છે. કુટિલતા રૂપી શંકુ વડે ઘવાએલા ક્લિષ્ટ મનવાળા ઠગનારાઓને શિકાર કરવાના વ્યસનીઓની માફક સ્વપ્રમાં પણ સુખ કયાંથી હોય ? સમગ્ર કળામાં ચતુર, સમગ્ર વિદ્યાનો પારગામી પણ બન્યો હોય, પરંતુ ભાગ્યશાળી હોય, તેને જ બાળકો સરખું આર્જવ પ્રાપ્ત થાય છે. અજ્ઞાની એવા બાળકોની સરળતા પ્રીતિનું કારણ થાય છે, તો પછી સર્વ શાસ્ત્રોનો પાર પામેલા હોય, તેના માટે તો શું કહેવું ? સરળતા એ સ્વાભાવિક છે, કુટિલતા એ કૃત્રિમ છે, તેથી કરી સ્વાભાવિક ધર્મનો ત્યાગ કરી કૃત્રિમ અને અધર્મરૂપ માયાનો આશ્રય કોણ કરે ? છલ, પ્રપંચ, ચાડી-ચુગલી, વક્રોક્તિ, વંચના આદિ કરવામાં નિષ્ણાત બનેલા લોકના સંપર્કમાં આવવા છતાં કેટલાક ભાગ્યશાળીઓ સુવર્ણ-પ્રતિમા માફક નિર્વિકાર રહેલા હોય છે. ગૌતમ ગણધર ભગવંત શ્રુત-સમુદ્રનો પાર પામવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે, નવા દીક્ષિત શિષ્યની
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy