SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૬૪ કહ્યું છે કે– ‘સંસારસમુદ્ર પા૨ પામનારાં જિનેશ્વરોએ પણ પર્યંત આરાધનાનું અનુષ્ઠાન આરાધ્યું છે’ એવા બહુમાનથી તથા કહેલું છે કે ‘પ્રથમ તીર્થંકર ભગવંતે નિર્વાણ અંતક્રિયા છ ઉપવાસનું અનશન, વીરભગવંતે છઠ્ઠ અને બાકીના બાવીશ તીર્થંકર ભગવંતોએ માસિક અનશનરૂપ અંતક્રિયા કરી આવા પ્રકારનો થયો થકો સમાધિ-મરણ આનંદ શ્રાવક માફક સ્વીકારે તેની કથા સંપ્રદાયથી આ પ્રમાણે જાણવી. આનંદશ્રાવકની અંતક્રિયા - બીજાં નગરો કરતાં ચડિયાતી ઋદ્ધિ સમૃદ્ધિવાળું વાણિજક નામનું પ્રસિદ્ધ મહાનગર હતું ત્યાં પૂજાનું વિધિપૂર્વક પાલન કરતો, પિતા સરખો જિતશત્રુ નામનો વિખ્યાત રાજા હતો. તે નગરમાં નયનને આનંદ આપનાર જેનું દર્શન છે, જાણે પૃથ્વીમાં ચંદ્ર આવ્યો હોય તેવા‘આનંદ' નામનો કટુંબી રહેતો હતો. ચંદ્રને જેમ રોહિણી તેમ તેને રૂપ લાવણ્યથી મનોહર એવી શિવનંદા નામની ધર્મપત્ની હતી. તેની જમીનમાં નિધાનરૂપે તથા વ્યાજે ફરતી અને વેપારમાં રોકેલી એમ ચાર ચાર સુવર્ણકોટિઓ હતી અને ગાયોના મોટાં ચાર ગોકુળો હતાં. તે નગરના વાયવ્યકોણ દિશા-વિભાગમાં કોલ્લાક નામના ઉપનગરમાં આનંદના ઘણા સગાસંબંધીઓ રહેતા હતા, તે સમયે પૃથ્વીતલ પર વિહાર કરતાં સિદ્ધાર્થનંદન-વર્ધમાન સ્વામી તે નગરના ક્રૂતિપલાશ નામના ઉદ્યાનમાં સમવસર્યાં. જિતશત્રુરાજાએ પ્રભુના આગમનના સમાચાર જાણ્યા એટલે પરિવાર સાથે ઉતાવળો, ઉતાવળો વંદન કરવા માટે ગયો. આનંદ પણ પગે ચાલીને પ્રભુના ચરણ-કમળ સમીપ ગયો અને કાનને ગમે તેવી. અમૃતપાન સરખી ધર્મદેશના સાંભળી ત્યાં આગળ પ્રભુના ચરણમાં નમસ્કાર કરી મહામનવાળા તે આનંદે પ્રભુ પાસે બાર વ્રતરૂપ ગૃહિધર્મ અંગીકાર કર્યો. શિવનંદા સ્ત્રી સિવાય બીજી સ્ત્રીઓનો તથા નિધાન, વ્યાજ અને વેપારમાં રોકેલ ચાર ચાર કોડ સુવર્ણ સિવાયના દ્રવ્યનો ત્યાગ કર્યો. ચાર ગોકુળ સિવાય બીજા ગોકુળોનો તથા પાંચસો હળથી ખેડાય તે સિવાયના ખેતરોના ત્યાગ, વેપાર માટે માલ વહન કરનારાં પાંચસો ગાડા સિવાય બાકીનાં ગાડાઓનો ત્યાગ તથા દિગ્યાત્રા એટલે દરેક દિશામાં વેપાર માટે માલ લાવવા લઈ જનારા ચાર વહાણ સિવાય બાકીનાનો ત્યાગ કર્યો. તેમ જ ગંધકાષાય સિવાય બાકીના શરીર લૂછવાના ટુવાલ વસ્ત્રોનો ત્યાગ, લીલા મધુ જેઠીમધ વૃક્ષના દાતણ સિવાય બીજા દાતણનો ત્યાગ, ક્ષીર, અમલક સિવાય બાકીનો ફળોનો ત્યાગ, સહસ્રપાક અને શતપાક સિવાય બાકીનાં તેલ-માલિસનો ત્યાગ કર્યો. સુગંધી ચોળવા યોગ્ય પદાર્થ સિવાય બાકીના ઉર્તન કરવાના પદાર્થોનો ત્યાગ કર્યો. સ્નાન કરવામાં આઠ ઘડા સિવાય વધારાના જળનો ત્યાગ, સુતરાઉ વસ્ર-જોડી સિવાય વસ્ત્રો ત્યાગ, સુખડ, અગરુ અને કેસરના લેપ સિવાયના વિલેપનનો ત્યાગ માલતી-પુષ્પની માળા સિવાય અને પદ્મ સિવાયનાં પુષ્પોનો ત્યાગ કર્ણાભૂષણ મુદ્રિકા સિવાયનાં સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો. દશાંગધૂપ, અગરનો ધૂપ, તે સિવાય ધૂપવિધિનો ત્યાગ કર્યો. ઘેબર અને ખાજાં સિવાયની મીઠાઈઓનો ત્યાગ,કાષ્ઠમાંથી તૈયાર કરેલાં પીણાં અને ક્લમથી અન્ય પીણાં અને ચોખાનો ત્યાગ, અડદ- મગ-વટાણાના સૂપ સિવાય અન્ય સૂપનો ત્યાગ, શરદઋતુના બનેલા ગાયના ઘી સિવાય અન્ય ઘીનો ત્યાગ, સ્વસ્તિક (સાથિયો), મહૂંકી (ડોડકી), પથંક (પલ્લકની ભાજી)સિવાયના શાકનો ત્યાગ, સ્નેહાલ-દાલ્યામ્લ (દાસળ) સિવાયના સર્વ તીમનોનો ત્યાગ કર્યો, વરસાદ સિવાયના અન્ય જળ અને પંચસુગંધી તામ્બૂલ સિવાયના અન્ય મુખવાસનો ત્યાગ કર્યો. પછી આનંદે શિવનંદા પાસે આવી હર્ષપૂર્વક સમગ્ર ગૃહસ્થધર્મ કહ્યો, એટલે તે સાંભળી કલ્યાણ માટે ગૃહસ્થધર્મ અંગીકાર કરવાની અભિલાષાવાળી શિવનંદા પણ વાહનમાં બેસી તરત જ ભગવાનના ચરણકમળ પાસે પહોંચી. ત્રિભુવનગુરુના ચરણમાં નમસ્કાર કરી સાવધાનતાથી શિવનંદાએ પણ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ભગવંતની વાણીરૂપી સુધાનું પાન કરવાથી હર્ષ પામતી વિમાન સરખા તેજસ્વી વાહનમાં
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy