________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૫-૧૩૮
૩૫૩ પડે, અંગ-અવયવનું છેદન આદિનું દુઃખ સહેવું પડે. નારકી ગતિમાં સ્વાભાવિક એકબીજાની ઉદીકરણાથી પરમાધામી દેવતાઓએ કરેલા. ક્ષેત્રનાં લીધે થએલા દ:ખોની વેદના અનુભવવી. કરવતથી કપાવું રંધાવું. ખરાબ કાંટાળા, શાલ્મલી વૃક્ષો સાથે આલિંગન વૈતરણી નદીમાં તરવું. ઈત્યાદિક નરભવમાં દરિદ્રતા વ્યાધિ-રોગ, પરશવતા, વધ, બંધન વિગેરે દેવભવમાં ઈર્ષ્યા, વિષાદ બીજાઓની સંપત્તિ દેખી બળવું. મરણના દુઃખનો સંતાપ-આ વિગેરે કારણોથી દુઃખ કારણ એવી ભાવસ્થિતિને ધૈર્યથી વિચારતો, તથા સંસારના સર્વ જીવો સંસારના જન્મ, મરણાદિ સર્વ દુઃખોથી મુક્ત બની મોક્ષની સાથે કેવી રીતે યોગ પામે-એ વિચારે // ૧૩૭ || જાગ્યા પછી આ પણ વિચારે ३०९ संसर्गेऽप्युपसर्गाणां, दृढव्रतपरायणाः
धन्यास्ते कामदेवाद्याः श्लाघ्यास्तीर्थकृतामपि ॥ १३८ ॥ અર્થ વળી – તે શ્રાવક એમ ભાવના ભાવે કે – ઉપસર્ગોના પ્રસંગે પણ દેઢ એવા વ્રતપાલનમાં પરાયણ અને તીર્થંકર દેવોની પ્રશંસાના પાત્રભૂત તે કામદેવ આદિ શ્રાવકો ધન્ય છે. || ૧૩૮ .
ટીકાર્થ : દેવતા આદિએ કરેલા ઉપસર્ગો થવા છતાં પણ પોતાના વ્રતમાં મક્કમ રહેલા, તીર્થકર ભગવંતોએ પણ જેમની પ્રશંસા કરેલી છે–એવા કામદેવ આદિ શ્રાવકો ખરેખર ધન્ય છે. સંપ્રદાય-ગમ્ય કામદેવની કથા આ પ્રમાણે જાણવી– કામદેવની કથા
ગંગા નદીના કિનારા પાસે નમેલી વાંસ-પંક્તિ માફક મનોહર ચૈત્યધ્વજાઓથી શોભાયમાન ચંપા નામની મહાનગરી હતી. ત્યાં સર્પના દેહ સરખા લાંબા ભુજાતંભવાળો, લક્ષ્મીના કુલગૃહ-સમાન જિતશત્રુ નામનો રાજા હતો. તે નગરમાં માર્ગના મોટાં વૃક્ષ માફક અનેક લોકોને આશ્રયસ્થાન એવો બુદ્ધિશાળી કામદેવ નામનો એક ગૃહસ્થ રહેતો હતો. સ્થિરીભૂત લક્ષ્મી જેવી રૂપ લાવણ્યથી શોભતી ઉત્તમ આકૃતિવાળી ભદ્રા નામની તેને ધર્મપત્ની હતી તેને છ ક્રોડ સુવર્ણધન ભૂમિમાં દાટેલું. તેટલું જ વ્યાજે ફરતું. એટલું જ વેપારમાં અને દશ હજાર ગાયનું એક ગોકુળ એવા છે ગોકુળો હતાં. તે સમયે પૃથ્વીના મુખની શોભા કરનાર પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં વસુંધરામાં વિહાર કરતા હતા. શ્રી વીરપ્રભુ સમોસર્યા, કામદેવ પણ ભગવંતની પાસે ચાલીને આવ્યો અને કર્ણામૃત સરખી ધર્મદેશના સાંભળી, ત્યાર પછી દેવતાઓનાં મનુષ્યોનાં અને અસુરોના ગુરુ વીર ભગવંત પાસેથી નિર્મળ બુદ્ધિવાળા કામદેવે બાર પ્રકારનો ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. તે કામદેવ ભદ્રા સિવાય સર્વસ્ત્રીઓનાં છ ગોકુળો સિવાયના સર્વ ગોકુળો અને નિધિ, વ્યાજ અને વેપાર એ દરેકમાં છ છ ક્રોડ સિવાય બાકીના સર્વ ધનના પચ્ચખાણ કર્યા. પાંચસો હળ છોડીને બાકીના હળોને પાંચસો ખેતર તેટલા જ ગાડાં અને તેટલાં જ પરદેશથી માલ લાવનારા ગાડાને છોડીને બાકીનાનો ત્યાગ કર્યો. પરદેશથી માલ લાવનાર લઈ જનાર ચાર ચાર વહાણોને છોડી બાકીના વહાણોનો ત્યાગ કર્યો. એક ગંધકાષાય અંગ લુછવાના વસ્ત્ર સિવાય બાકીનાનો લીલી મધુષ્ટિ (જેઠીમધ) સિવાય બાકીનાં દાતણનો ક્ષીર-અમલક સિવાય બાકીનાં ફળોનો ત્યાગ કર્યો તથા તેલ મર્દન કરવા માટે સહસ્રપાક અને શતપાક સિવાયના તેલોનો ત્યાગ કર્યો. સુગંધી ગંધયુક્ત ચોળવાની (માટી) સિવાયના ઉદ્વર્તનનો ત્યાગ કર્યો. તેમજ આઠ ઘડાથી વધારે પાણીના સ્નાનનો ત્યાગ, ચંદન અગરના ઘસેલા લેપ સિવાયના લેપ, જાતિપુષ્પની માળા અને પદ્મકમળ સિવાયનાં પુષ્પોનો ત્યાગ કર્યો તથા કર્ણાભૂષણ અને નામવાળી મુદ્રા સિવાયના આભૂષણો, તથા દશાંગ અને અગરના ધૂપ સિવાય બાકીના ધૂપવિધિનો ત્યાગ