SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ****** પ્રશ્ન નિર્વિકૃતિક માટે કહેલા આ આગારો વિગઈ-ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં કહ્યા, તો અમુક વિગઈનો ત્યાગ કરી બાકીની છૂટ રાખી હોય, તેવા વિગઈના પચ્ચક્ખાણમાં આગારો શા ઉપરથી સમજવા ? ३४० - ઉત્તર - નિર્વિગઈના પ્રત્યાખ્યાન સાથે ઉપલક્ષણથી પરિમિત વિગઈના પચ્ચક્ખાણનો પણ સંગ્રહ થઈ જતો હોવાથી તે જ આગારો લેવા એટલે કે નિર્વિકૃતિકના આગારો કહ્યા તે જ વિગઈ-પચ્ચક્ખાણમાં પણ છે. વળી એકાસણું પોરિસી, પુરિમઢનાં જ પચ્ચક્ખાણો કહ્યાં છે, તો પણ તે એકાસણાની સાથે બેઆસણાનું પોરિસી સાથે સાઢપોરિસીનું અને પુરિમઢ સાથે અવર્ડ્ઝનું-એમ અપ્રમત્તપણાની વૃદ્ધિ માટે હોવાથી તે તે સાથે ગણવામાં ખોટું નથી. એકાસનાદિ સંબંધી આગારો પણ સમાન હોવાથી બેઆસણમાં, પોરિસીના સાઢપોરિસીમાં પુરમઢના અવર્ડ્ઝમાં સમજી લેવા. કારણ કે જેમ ચોવિહારમાં જે આગારો છે, તે જ દુવિહાર, તિવિહાર, પચ્ચક્ખાણનાં આગારો છે. તેમ બેઆસણા આદિમાં પણ એકાસણા આદિના આગારો આસણ શબ્દની સમાનતાથી વ્યાજબી છે. પ્રશ્ન - બેઆસણા આદિક પ્રત્યાખ્યાનો અભિગ્રહરૂપ છે, તો તેના ચાર જ આગારો હોવા જોઈએ. વધારે શા માટે ? સમાધાન-નહિ એકાસણા આદિકની માફક જ ગ્રહણ-પાલન-રક્ષણ કરવાનું હોવાથી તેની સાથે જ તેની સમાનતા છે, માટે બેઆસણાના પણ તેટલા જ આગારો સમજવા. બીજા કેટલાંક આચાર્યોનું માનવું છે કે— બેઆસણા આદિકને પચ્ચક્ખાણોમાં ગણતાં તેની મૂલ સંખ્યા કાયમી રહેતી નથી, માટે એકાસણાદિક દશ જ પચ્ચખાણ ગણવાં-તે બરાબર છે. એકાસણું વિગેરે કરવા અશક્ત હોય તે ભાવનાશક્તિ પ્રમાણે પોરિસીઆદિ પ્રત્યાખ્યાન લે, અને તેમાં પણ વધારે લાભ મેળવવાની ઈચ્છાવાળો તેની સાથે ગંઠિસહિત, મુક્રિસહિત આદિ પ્રત્યાખ્યાન કરે. તે યોગ્ય ગણાય. કારણકે ગંઠિસહિત આદિ પ્રત્યાખ્યાનો અપ્રમત્તદશા વધારનાર હોવાથી ફળદાયી છે. આ પચ્ચક્ખાણો સ્પર્શનાદિક ગુણોવાળાં હોય તો સુપ્રત્યાખ્યાન કહેવાય. જે માટે કહેલું છે કેઃ— ૧ ફાસિઅ, સ્પર્શિત ૨. પાલિત, ૩. શોભિત, ૪. તીરિત, ૫. કીર્તિત અને ૬ આરાધિત - એમ છ પ્રકારે પચ્ચક્ખાણોની શુદ્ધિ છે.” તેમાં ૧. સ્પર્શિત તે કહેવાય કે, પચ્ચક્ખાણના કાળે વિધિપૂર્વક પ્રાપ્ત થવું. ૨. પાલિત તે કહેવાય કે, લીધેલા પચ્ચક્ખાણનો વારંવાર ઉપયોગ રાખીને-સ્મરણ કરીને રક્ષણ કરવા પૂર્વક પાલન કરવું. ૩. શોભિત તે કહેવાય કે ગુરુ તપસ્વી, બાળ, ગ્લાન, થાકેલા લોચવાળા આદિકને આપીને બાકી રહે, તેનાથી નિર્વાહ કરવો. ૪. તીરિત તે કહેવાય કે, પચ્ચક્ખાણનો સમય પૂર્ણ થયા પછી થોડો સમય રોકાઈને પછી પારવું. ૫. કીર્તિત તે કહેવાય કે મેં અમુક પચ્ચક્ખાણ કર્યું છે, તે ફરી યાદ કરી વાપરવું. ૬. એ સર્વ પ્રકારની શુદ્ધિપૂર્વક પાલન કરવું, તે આરાધિત કહેવાય. હવે પચ્ચક્ખાણનાં અનંતર અને પરંપર એમ બે પ્રકારના ફળ જણાવે છેઃ— “પચ્ચક્ખાણ કરવાથી કર્મ આવવાના દ્વારો-નિમિત્તો બંધ થાય છે, અને તેથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાઓ બંધ થવાથી અનુપમ ઉપશમ-ભાવ પ્રગટ થાય છે અને તેથી કરેલું પ્રત્યાખ્યાન શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચક્ખાણથી ચારિત્રધર્મ યથાર્થપણે પ્રાપ્ત થાય છે, તેથી જુનાં કર્મોની નિર્જરા, તેથી ઉત્તરોત્તર ગુણસ્થાનકોની પ્રાપ્તિ, તેથી કેવળજ્ઞાન અને કેવળજ્ઞાન થવાથી શાશ્વતસુખના સ્થાનરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પરંપરાએ મોક્ષ-ફળની પ્રાપ્તિ થાય છે— આ પ્રમાણે પચ્ચક્ખાણ આવશ્યક સાથે છ આવશ્યકનું સ્વરૂપ સમજાવ્યું. (આ. નિ. ૧૬૦૮ થી ૧૬૧૦) કદાપિ એમ ન બોલવું કે ‘શ્રાવકને ચૈત્યવંદન આદિ જ અવશ્ય કરવા યોગ્ય છે, આ છ આવશ્યક
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy