SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આવી જવાથી સૂર્ય દેખી શકાય નહિ– તેવા સમયે પડછાયાના અભાવમાં પચ્ચખાણનો સમય થઈ ગયો એમ અનુમાનથી માની જો આહાર વાપરે એમ ભૂલથી અધૂરા સમયે પચ્ચકખાણ પારે છતાં આગાર હોવાથી ભંગ ન થાય. પરંતુ પછી કોઈ સમયે જણાવે. અગર પોતાને સાચા સમયનો ખ્યાલ આવે તો અર્ધ જમ્યા છતાં, અટકી બેસી રહેવું. પૂર્ણ સમય થાય ત્યારે બાકીનું ભોજન કરવું. અપૂર્ણ સમય જાણ્યા છતાં વાપરે તો પચ્ચખાણ-ભંગ ગણાય. “હિમોહા” = “દિશાનો ભ્રમ થવાથી પૂર્વને પશ્ચિમ દિશા સમજે ત્યારે અપૂર્ણ સમયે પણ ભોજન કરવાનો વખત આવે એવા પ્રસંગે આગાર હોવાથી ભંગ ન થાય ભ્રમ ટળી જાય-અધુરા સમયનો ખ્યાલ આવી જાય તો પહેલાંની માફક અર્ધ ભોજન કરી અટકી જવું. નિરપેક્ષપણે ભોજન કરે તો પ્રત્યાખ્યાનનો ભંગ થાય “સાધુવચના-ઉદ્ધાટા પૌરૂષી' એ સાધુના વચનના આધારે એટલે કે સાધુઓ પૌરૂષી-પચ્ચકખાણ સમય પહેલાં મુહપત્તિ પલવવા-ભણાવવા માટે બહુપડિપુન્ના પોરિસી’ એમ મોટા શબ્દોથી આદેશ માંગે, તે સાંભળી શ્રાવક વિચારે કે પોરસી પ્રત્યાખ્યાન પારવાનો સમય થઈ ગયો છે. – તેમ વિભ્રમથી પચ્ચક્ખાણ પારી ભોજન કરે, તો ભંગ નથી, ખબર પડે અટકી જાય વિગેરે આગળના આગાર માફક સમજી લેવું તથા પૌરુષી પ્રત્યાખ્યાન કર્યા બાદ તીવ્ર શૂલાદિક પીડા ઉત્પન્ન થાય. ત્યાં સુધી પૈર્ય ટકાવી શકે નહિ. આર્તરૌદ્રધ્યાન થાય. અસમાધિ પ્રસંગ ઉભો થાય, તો આગારથી સમય પહેલાં પણ ઔષધ પથ્યાદિ ગ્રહણ કરવા છતાં પણ ભંગ ન થાય વૈદ્ય આદિ બિમારની સમાધિ માટે અપૂર્ણ સમયમાં ભોજન કરાવે તો ભંગ નથી અર્ધ જમ્યા બાદ બિમારી ઘટી ગયા પછી સમાધિ થતાં કારણ ઉત્પન્ન થવાનું જાણ્યા પછી તેવી જ રીતે ભોજનનો ત્યાગ કરવો. હવે “સદ્ધિજ્વરૂપી' પ્રત્યાખ્યાનનો અર્થ કહે છે. પ્રત્યાખ્યાનના આગારો પાઠ વિગેરે “પોરિસી પ્રત્યાખ્યાન બરાબર હોવાથી તેના અર્થો પોરિસી માફક જાણવા માત્ર પરિસ' ને બદલે સાર્ડ્સપોરિસ બોલે. કર્થ પૂર્વાર્ધ-પ્રત્યાધ્યાનમ હવે “પુરિમડક્ટ્ર પ્રત્યાખ્યાન કહે છે "सूरे उग्गए पुरिमड्ढे पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं, पाणं, खाइमं साइमं, अणत्थणाभोगेणं, सहसागारेणं, पच्छन्नकालेणं दिसामोहेणं, साहुवयणेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं वोसिरह પૂર્વ ર ત ર પૂર્વાર્થમ્ = દિવસનો પ્રથમ અર્ધ ભાગ બે પ્રહર તે પુરિમઢ કે પૂર્વાર્ધ કહેવાય. તેટલા સમય માટેનું પ્રત્યાખ્યાન તે પ્રાકૃતમાં “પુરિમઢ' – એમ કહેવાય. ત્યાં સુધીનું હું પચ્ચખાણ કરું છું. છ આગારોનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે. મ = અંગીકાર કરેલા પચ્ચખાણના પાલન કરતાં વધારે કર્મનિર્જરારૂપ લાભનું કોઈ કારણ આવે તો પચ્ચકખાણના સમયે પહેલા પણ આહારાદિ વાપરે તો ભંગ ન થાય જેમ કે કોઈ સાધુની માંદગી, સંકટ, ચૈત્ય મંદિર સંઘ આદિના પ્રયોજન કે અકસ્માત સમયે તે બીજાથી બની શકે તેમ ન હોય તો, તેવા કારણે આ ‘મહત્તરાગારથી પ્રત્યાખ્યાન વહેલું પાણી શકાય. આ આગાર નવકારશી પોરશી (પૌરુષી) આદિમાં નથી કહ્યો. તેનું કારણ એ છે કે પચ્ચખાણનો સમય ટૂંકો છે અને આનો સમય લાંબો છે. સાથ નિત્યારાનમ્ - હવે એકાશ(સોનનાં વર્ણનમાં પચ્ચખાણના આઠ આગારો રહેલાં. તેનો પાઠ આ પ્રમાણે – - “સિનં પāવસ્થા; બ્રિÉ તિવિહં પિ વી શાહ, સ, પાઉં, ઘીરૂભં, સોરૂમ, अण्णत्थणाभोगेणं, सहसागारेणं, सागारिआगारेणं, आऊंटणपसारेणणं, गुरुअब्भुट्ठाणेणं,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy